Webdunia - Bharat's app for daily news and videos

Install App

નાતાલના દિવસે મોદીની ભવ્ય શપથવિધિ

શ્રી વાજપેયીના જન્મદિને મુખ્યમંત્રી મોદીનો શપથવિધિ સમારોહ

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:12 IST)
W.DW.D

અમદાવાદ (વેબદુનિયા) અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 25મીએ મંગળવારના રોજ ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જન્મદિન નિમિતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સરકારની શપથવિધિ બપોરે 12.30 કલાકે થશે. આજની ટાઉનહોલ ખાતેની બેઠકમાં વિધાનસભા ભાજપ પક્ષના નેતા તરીકે નરેન્દ્ર મોદીની વરણી કરતો ઠરાવ પસાર થયો હતો. આ ઠરાવનો પત્ર લઈને આવતીકાલે રાજ્યપાલને ભાજપને બહુમતી મળી હોઈને સરકાર રચવાનું આમંત્રણ આપવા વિનંતી કરાશે. રાજ્યપાલ તેનો સ્વીકાર કરીને વિધાનસભા ભાજપના નેતા નરેન્દ્ર મોદીને સરકાર રચવાનું આમંત્રણ આપશે. શપથવિધિ સમારોહમાં ભાજપના રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહેશે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના ગઈકાલે જાહેર થયેલા પરિણામોએ સાબિત કરી દીધું છે ક ે, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ નહીં પરંતુ નરેન્દ્ર મોદીના વન મેન શોએ જીત હાંસલ કરી છે. મોદીના પ્રભાવે અન્ય પક્ષોના ઉમેદવારોને ચારે બાજૂથી માત આપી દીધી છે. મોદીની ગુજરાત લેજીસ્લેટીવ પાર્ટીના નેતા તરીકે નિમણૂંક પણ થઈ ગઈ છે. જેના અનુસંધાનમાં હવે મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આવતીકાલે શપથવિધિ થનારી છે.

મોદીના પ્રભુત્વમાં ભારતીય જનતા પક્ષે ગુજરાત વિધાનસભામાં બે તૃતીંયાશ જેટલી જંગી બહુમતી મેળવી છે. જે સાબિત કરે છે કે ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીને જ ફરીથી મુખ્યમંત્રી તરીકે જોવા ઈચ્છે છે. 57 વર્ષના મોદીને આવતીકાલે બપોરના 12.30 વાગ્યે સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે રાજયપાલ નવલકિશોર શર્મા શપથ ગ્રહણ કરાવશે.
PTIPTI

હકીકતમાં આ શપથવિધી પહેલા 27મી ડીસેમ્બરે યોજાનાર હતી પરંતુ પક્ષના વરિષ્ઠ નેતા અટલ બિહારી બાજપાયીના જન્મદિવસના કારણે આ સમારંભ આવતી કાલે યોજાનારો છે. એક પરંપરા અનુસાર આજે નવા ચૂંટાયેલા તમામ પક્ષના વિધાનસભ્યો સર્વસંમતિએ મોદીનો પોતાના નેતા તરીકે સ્વીકાર કરશે.

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

કમુરતા શા માટે થાય છે/ kharmas katha

Pigeon food- રોજ કબૂતરને ચણ ખવડાવો અને પછી જુઓ ચમત્કાર

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

Show comments