Dharma Sangrah

નરેન્દ્ર મોદી ફરીથી સત્તારૂઢ બનશે

ચેનલો એકઝીટ પોલ મોદી તરફેણમાં આપે છે

વેબ દુનિયા
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:01 IST)
W.DW.D

નવી દિલ્હી (વેબદુનિયા) ગુજરાત વિધાનસભા માટે બીજા તબક્કાની 95 સીટો પર રવિવારે થયેલ મતદાન બાદ સત્તાનું પલ્લુ મોદીનાં પક્ષમાં નમતું જોવા મળી રહ્યું છે. જો કે ભાજપને 2002ની સામે નુકશાન ભોગવવું પડી શકે તેમ છે. બીજી બાજુ કોંગ્રેસની તાકાતમાં વધારો થવાની શક્યતાઓ છે પરંતુ રાજ્યની સત્તા આ વખતે પણ તેનાથી દુર જતી જ જોવા મળી રહી છે.

સ્ટાર ન્યુઝ-નીલસન સર્વેના જણાવ્યાં મુજબ બીજા તબક્કાની 95 સીટોમાંથી ભાજપને 55 સીટો મળી શકે તેમ છે જો કે પાછલી વખતની તુલનામાં 18 ઓછી છે. બીજી બાજુ કોંગ્રેસને 18 સીટોના ફાયદાની સાથે જીત મળી શકે તેમ છે.

સર્વેક્ષણ અનુસાર ભાજપને 182 સીટોમાંથી 103 સીટો મળી શકે તેમ છે જો કે સ્પષ્ટ બહુમત માટે ઘણું છે. હા જો કે તેને પાછલી વખતની તુલનામાં 24 સીટોનું નુકશાન ભોગવવું પડે તેમ છે. ત્યાં જ તે ચુંટણીમાં કોંગ્રેસને ફાયદો થતો જોવા મળી રહ્યો છે પરંતુ બહુમતીના આંકડાઓથી તે ઘણુ દુર છે. કોંગ્રેસને 76 સીટો મળવાની સંભાવના છે જે પાછલી વખતની તુલના કરતાં 25 ટકા વધારે છે.

એનડીટીવી-જીએફકે મોડ સર્વે અનુસાર ભાજપને બીજા તબક્કામાં 55 થી 65 સીટો મળી શકે તેમ છે જ્યારે કે કોંગ્રેસના ખોળામાં 70 થી 95 સીટો આવી શકે તેમ છે. અન્યને 1 થી 3 સીટો મળવાની સંભવાના છે.

નવ હજાર કરોડનો સટ્ટો : ચુંટણીના પરિણામ પર સટોડિયાઓએ નવ હજાર કરોડ દાવ પર લગાડ્યાં છે. સુત્રોનાં જણાવ્યાં અનુસાર પરિણામ આવતાં સુધીમાં આ આંકડો 20 હજાર કરોડ થઈ જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Earthquake in Japan - નીકળવાના રસ્તા શોધી લો, ખોરાક અને પાણી સાથે તૈયાર રહો... જાપાનમાં મહાભૂકંપની ચેતાવણી

Sikar Accident: ભીષણ માર્ગ અકસ્માતમાં ૩ લોકોના મોત, 18 ગંભીરરૂપે ઘાયલ, ખાટૂશ્યામ જઈ રહયા હતા ગુજરાતનાં શ્રદ્ધાળુ

શું અંપાયરની ભૂલથી મળી બુમરાહને 100 મી વિકેટ ? નો બોલ પર મચી બબાલ

જેલમાં બંધ ખેડૂતોને મળી શક્યા નહીં કેજરીવાલ, AAP કન્વીનરે ગુજરાતની BJP સરકારને તાનાશાહ બતાવી

IND vs SA Highlights: ભારતે સાઉથ આફ્રિકાને 101 રનથી હરાવ્યું, ભારતીય બોલરોએ કર્યું શાનદાર પ્રદર્શન

વધુ જુઓ..

ધર્મ

પાટલો-વેલણ લેવા માટે કયો દિવસ સારો?

ગાંધારી નો શ્રાપ- ગાંધારીએ કૃષ્ણને શું શ્રાપ આપ્યો હતો?

Sunder Kand in Gujarati - જીવનને સુંદર બનાવે છે સુંદર કાંડ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Show comments