Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિકરો બાપથી મોટો ના હોય - મોદી

આજે મોદીએ લાખો લોકોની હાજરીમાં શપથ ગ્રહણ કર્યા

વેબ દુનિયા
મંગળવાર, 25 ડિસેમ્બર 2007 (15:09 IST)
W.DW.D

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને એકલા હાથે વિજય અપાવનાર નરેન્દ્ર મોદી પક્ષના કદથી પણ મોટા થઈ ગયા છે એવા વિરોધીઓના પ્રચાર સામે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ગઇકાલે ચુટાયેલા મંત્રીઓની સાથેની બેઠકમાં ચાલુ ભાષણમાં સતત 32 સેકંડ સુધી રડીને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી અને તેના પક્ષને કહેલ કે દિકરો બાપથી મોટો ના હોઇ શકે. તેઓ પણ પક્ષથી મોટા નથી. નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં લોખોની લોકોની હાજરીમાં મુખ્યમંત્રી તરકે શપથ લીધા હતા. અઢી લાખથી વધુ લોકો મોદીના શપથ સમારંભમાં ઉમટી પડ્યા હતા. બપોરે 1.50 કલાકે 57 વર્ષના મોદીને રાજ્યપાલ નવલ કિશોર શર્માએ મુખ્યમંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.

" જન્મ આપનારી માતા કરતાં દીકરો કયારેય મોટો હોતો નથી", તેમ કહી મોદીએ દૃષ્ટાંત આપ્યું કે, એક વખત મેળામાં બાપ અને દીકરો ગયા હતા. ઘણી ભીડ હોવાથી દીકરાને બાપાએ ખભે બેસાડીને મેળામાં ફેરવ્યો એટલે એક જણાએ દીકરાને કહ્યું કે વાહ તું તો ઘણો મોટો થઈ ગયો, દીકરાએ જવાબ આપ્યો કે, હું મારા પિતાના ખભા પર બેઠો છું એટલે મોટો દેખાઉં છું. એવી જ રીતે પક્ષથી મોદી મોટો નથી. તદ્દ ઉપરાંત આવું કહેનારાઓને નિષ્ઠુર ગણાવીને જનસંઘથી માંડીને અત્યાર સુધી પક્ષને આ મંજિલ સુધી પહોંચાડનાર લાખો કાર્યકરોનાં બલિદાનને યાદ કરતાં તેઓ રીતસર રડી પડયા હતા. તેમણે કહ્યું કે, "લાખો કાર્યકરના ખભે બેઠેલા નરેન્દ્ર મોદી પક્ષથી મોટા નથી. માત્ર આવું જોનારાની નજરમાં પેલા લાખો કાર્યકરો દેખાતા નથી".

મને તો લાખો કાર્યકરોએ તેમના ખભા પર બેસાડયો છે, પરંતુ મને જોનારા કેટલાકની નજર માત્ર મારા પર છે. તેઓની દ્રષ્ટિમાં ખામી હોવાથી પેલા કાર્યકરો દેખાતા જ નથી. તેમણે તુરંત વિરોધીઓને ઝાટકતાં કહ્યું કે, "રાજનીતિમાં આવી રીતે નિષ્ઠુરતા હોઈ જ ન શકે. માત્ર માનસિક વિકૃતિ અને અજ્ઞાનતાને લીધે કેટલાક લોકો આવી રીતે વિચારી શકે".

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એકલે હાથે ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવનાર નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમમાં લોખોની લોકોની હાજરીમાં મુખ્યમંત્રી તરકે શપથ લીધા હતા.

ભૂતપૂર્વ વડાપ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસના દિવસે મોદીના શપથ સમારંભમાં લાલકૃષ્ણ અડવાણી, રાજનાથ સિંહ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ ઉપરાંત એનડીએની સત્તા હેઠળના રાજ્યો છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ, બિહારના મુખ્યમંત્રી નિતીશ કુમાર, રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે, ઉત્તરાખંડના મુખ્યમંત્રી ભુવનચંદ્ર ખંડુરી, મધ્યપ્રદેશ શિવરાજ સિંહ ચૌહાણ, અને ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયક પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પહેલા મોદીએ 27મી ડિસેમ્બરે શપથ લેવાની જાહેરાત કરી હતી પરંતુ ત્યારબાદ 25મી ડિસેમ્બરે વાજપેયીનો જન્મ દિવસ આવતો હોઈ વાજપેયીને જન્મદિવસની ભેંટ સ્વરૂપે પોતાની શપથ વિધી 25મી ડિસેમ્બેર રાખવાનો નિર્ણય કર્યો હતો.

અંત્રે ઉલ્લેખનિય છે કે, વિધાનસભામાં 117 બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવનાર મોદી હવે પક્ષથી મોટા થઈ ગયા છે, તેમજ મોદીના વિરોધીઓએ એવી પણ ટિપ્પણી કરી હતી કે, મોદી ભાજપમાં આવ્યા ન હતા ત્યારથી અમારા નેતાઓએ જાત ઘસી નાખી છે. આ ટિપ્પણી કેશુભાઈ જૂથના આગેવાનોએ થોડા સમય અગાઉ કરી હતી.

ગુજરાત વિધાન સભાની ચૂંટણીમાં મેળવેલી જીત બદલ રાજ્યપાલે મોદીને અભિનંદન પણ આપ્યા હતા. રાજ્ય સરકારની ટર્મ પૂરી થતી હોઈ સોમવારે નરેન્દ્ર મોદી રાજ્યપાલ નવલ કિશોર શર્માને મળ્યા હતા અને રાજ્યની કેબિનેટમાંથી પોતાનું રાજીનામું આપ્યું હતું. મોદીનું રાજીનામું સ્વીકારતા શર્માએ કહ્યું હતું કે, નવી સરકાર રચાય નહીં ત્યાં સુધી મોદી કેર-ટેકર મુખ્યમંત્રી તરીકે ચાલુ રહેશે.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Kaal Bhairav Jayanti 2024: શુક્રવારે ઉજવાશે કાલ ભૈરવ જયંતિ, જાણો પૂજાનું શુભ મુહુર્ત અને નિયમો.

Kaal Bhairav Puja- કાળ ભૈરવ જયંતિ પર કરો આ ઉપાય દુશ્મનો દૂર થશે

Kaal Bhairav Jayanti - કાળ ભૈરવ ની વાર્તા , જાણો ભગવાન શિવના ક્રોધથી કેવી રીતે થયુ અવતરણ

કાળ ભૈરવ ચાલીસા/ Kaal Bhairav Chalisa

પૂજા કરતા સમયે ઉંઘ આવવી શુભ કે અશુભ, પૂજા કરતા સમયે આવતા આ સંકેત

Show comments