Festival Posters

ભાજપના ચૂટાયેલા સભ્યોની બેઠક

નરેન્દ્ર મોદીની ત્રીજી વખત મુખ્યમંત્રી પદ પરની પસંદગી - ભાજપ

Webdunia
સોમવાર, 24 ડિસેમ્બર 2007 (22:11 IST)
PTIPTI

અમદાવાદ (વેબદુનિયા) ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 117 બેઠકોની સાથે સ્પષ્ટ બહુમતી મેળવીને આજે ગાંધીનગર ખાતે મળનારી મીટિંગમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યો નરેન્દ્ર મોદીને પોતાના નેતા તરીકે ચૂંટશે તે સાથે જ મોદીનો સતત ત્રીજી વખત મુખ્યમંત્રી ની ગાદી પર બેસી જશે.

આ અંગેનો નિર્ણય ગાંધીનગર ખાતે આજે મળનારી ધારાસભ્યોની બેઠકમાં લેવામાં આવશે. દરમિયાનમાં ભાજપના સંસદીય બોર્ડે આ પદ માટે મોદીના નામ ઉપર મંજૂરીની મહોર મારી દીધી છે. રવિવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ 'મોદી કરિશ્મા'ની મદદથી સ્પષ્ટ બહુમતીથી વિજયી થયો હતો. 182 બેઠકોમાંથી 117 બેઠકો ભાજપે કબ્જે કરી કોંગ્રેસ અને અસંતુષ્ટો ઉપર સ્પષ્ટ બહુમતી મેળવી હતી.

વરિષ્ઠ નેતા અરૂણ જેટલી અને ઉપ પ્રમુખ વેંકૈયા નાયડુ ધારાસભ્યોની બેઠકમાં નિરીક્ષકની ભૂમિકા નિભાવશે.

ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર પોતાનું વલણ બદલી નાખ્યું છે અને તેની ઉપર સ્પષ્ટ બોલવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાં જીત મેળવ્યા બાદ ભાજપના પ્રવક્તા રવિ શંકરે મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભગવા પક્ષના વિજયના પગલે સીપીઆઈ (એમ)ના જનરલ સેક્રેટરી પ્રકાશ કરાત કદાચ 'શાણા છોકરા'ની જેમ વધુ સહકારી બનશે.

આ ટીપ્પણીનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપ તરફની આભડછેડ અને ભગવા પક્ષના ચૂંટણીમાં દેખાવને લીધે યુપીએ અને ડાબેરીઓ એક થયા હોવા તરફ ઈશારો કરવાનો હતો. પ્રસાદે કહ્યું કે, આ પરિણામો બાદ ભાજપ તરફનો આભડછેડ ધોવાઈ ગયો છે.

પ્રસાદ એમ કહેવા માંગતા હતા કે, ડાબેરીઓ અને ખાસ કરીને કરાત હવે સરકારને ધમકી આપવાનું કરી એક કે બીજા કારણને આગળ ધરી પરમાણું કરારને પસાર થવાની મંજૂરી આપી દેશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

Viral Video- દીકરીએ તેના પિતાને કહ્યું કે તેનો એક બોયફ્રેન્ડ છે અને તે 11 વર્ષથી રિલેશનશિપમાં છે. પછી પિતાએ જે કહ્યું તે વાયરલ થઈ ગયું છે. જુઓ વીડિયો.

Lionel Messi - લિયોનેલ મેસ્સી વનતારાની ખાસ સફર પર, પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથેના અવિસ્મરણીય અનુભવ

PM Modi- પીએમ મોદીને ઇથોપિયાનું સર્વોચ્ચ સન્માન મળ્યું

Luthra Brothers- લુથરા બંધુઓને થાઇલેન્ડથી ભારત પ્રત્યાર્પણ; ગોવા પોલીસે 25 મૃત્યુ માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર કર્યા

Weather Updates- 13 રાજ્યોમાં ધુમ્મસ અને તીવ્ર ઠંડીની ચેતવણી, તમારા વિસ્તારમાં હવામાનની સ્થિતિ જાણો

વધુ જુઓ..

ધર્મ

Pradosh Vrat Upay: વર્ષના છેલ્લા પ્રદોષ વ્રતનાં દિવસે કરો આ ઉપાય, ભોલેનાથ બધી કામના કરશે પૂરી

Budh Pradosh Vrat katha- બુધ પ્રદોષ વ્રત કથા

શું નદીમાં સિક્કા ફેંકવાથી ખરેખર કોઈ ઈચ્છા પૂર્ણ થાય છે? ફક્ત ધર્મ વિશે જ વિચારશો નહીં, તેની પાછળનું વિજ્ઞાન શીખો.

ધનું સંક્રાંતિ ક્યારે છે, 15 કે 16 ડિસેમ્બર? તમારી મૂંઝવણ દૂર કરો અને જાણી લો ખરમાસની સાચી તારીખ

Saphala Ekadashi Vrat Katha - સફલા એકાદશી વ્રત કથા

Show comments