Webdunia - Bharat's app for daily news and videos

Install App

પાંડવોની નગરી: વડનગર

વેબ દુનિયા
P.R

વડનગર મહેસાણા જીલ્લાનું મહત્વનું શહેર છે. વડનગરને પહેલાંના સમયમાં આનર્તપુર, આનંદપુર, ચમત્‍કારપુર એવા નામે પણ ઓળખવામાં આવ્‍યું છે. એક સમયે તે આ પ્રદેશની રાજધાની હતું. સમૃદ્ધિ ઉપરાંત વિદ્વતા, કળા ખાસ કરીને નૃત્‍ય અને સંગીત માટે તે ખુબ જ જાણીતું હતું.

વડનગરનો ઈતિહાસ ખુબ જ જુનો છે. કહેવાય છે કે પાંડવકાળમાં ત્યાં પાંડવો વસવાટ કરતાં હતાં. વડનગર આખુ પુરાતત્વ અવશેષોથી ભરેલું છે. ત્યાં ગમે તે જગ્યાએ ખોદકામ કરતાં જમીનમાંથી કંઈકને કંઈક અવશેષો મળી આવે છે. અત્યાર સુધી વડનગરની જમીનમાંથી ખોદકામ દરમિયાન કેટલાયે પ્રકારના પુરાતત્વો મળી આવ્યાં છે જે આ વાતની સાબિતી આપે છે કે વડનગર પહેલાંના સમયમાં એક મહાન અને મહત્વનું નગર હશે.
P.R

વડનગર મંદિર અને તળાવનું જ શહેર કહેવાય છે. ત્યાં ઠેર ઠેર તળાવ અને મંદિરો આવેલા છે. એક લોકવાયકા પ્રમાણે પહેલાંના સમયમાં વડનગરમાં આવેલ દરેક તળાવમં નાહિને દરેક મંદિરના દર્શન માત્ર સવારથી સાંજનો સુર્ય ડુબ્યાની પહેલાં જે કરતું તેને ભગવાનના ઘરે સદેહે જવા મળતું હતું.

વડનગરમાં હાટકેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એવું કહેવાય છે કે આ મંદિરના શિવલીંગની પૂજા કૃષ્ણ ભગવાને જ્યારે ભક્ત નરસિંહ મહેતાના પુત્ર શામળના વિવાહમાં આવ્યા ત્યારે કરી હતી.

એવું કહેવાય છે કે અકબર રાજાના સમયમાં મહાન ગાયક કલાકાર તાનસેને દીપક રાગ ગાયો હતો અને તેના આખા શરીરની અંદર બળતરા શરૂ થઈ ગઈ હતી. તેની અંદરની આ જ્વાળાને શાંત કરવા માટે વડનગરની અંદર રહેતી તાના-રીરી નામની બે બહેનોએ મેઘ-મલ્હાર રાગ ગાઈને તેની અંદરની બળતારાને શાંત કરી હતી. આજે પણ તેમની સ્મારક એવી તેમની સમાધિ ત્યાં છે જ્યાં દર વર્ષે સરકાર તરફથી એક મેળાનું આયોજન થાય છે અને આ મેળાની અંદર શાસ્ત્રીય સંગીતકારો ભાગ લઈને તાના અને રીરીને સંગીતાજલિ આપે છે.

આ ઉપરાંત ત્યાં અર્જુન બારી નામનો એક દરવાજો પણ છે જેની પર વડનગરની ભવ્યતાનો ઉલ્લેખ છે. વડનગરના મોટા ભાગના સ્મારકો તો હવે લગભગ નષ્ટ થઈ ગયાં છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Shukra Gochar 2024: આ રાશિઓનું બદલાશે ભાગ્ય, શુક્રનું ગોચર ધન અને કીર્તિનો અપાવશે લાભ

વધુ જુઓ..

નવીનતમ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments