Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Budget for Women and Child - મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ રૂપિયા ૬૦૬૪ કરોડની જોગવાઇ

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2023 (15:18 IST)
“સશક્ત સમાજના નિર્માણ માટે સશકત મહિલા”ના મંત્રને વરેલી અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ ૨૦૦૧માં ૮૦૨ હતો જે વર્ષ ૨૦૨૦માં વધીને ૯૬૫ નોંધાયો છે. બાળકોના  આરોગ્ય, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કાળજી લઇ ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતનો સંકલ્પ અમારી સરકારે કર્યો છે. 
વિધવા બહેનોને આર્થિક રીતે મદદ કરી તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કોઇપણ પાત્રતા ધરાવતી બહેન સહાયથી વંચિત ન રહે તે માટે સેચ્યુરેશન એપ્રોચથી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. આ યોજના માટે `૧૮૯૭ કરોડની જોગવાઈ.
પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે  `૧૪૫૨ કરોડની જોગવાઈ. 
માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે `૭૫૪ કરોડની જોગવાઇ.
૧૫ થી ૧૮ વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર પુરો પાડવા માટે `૩૯૯ કરોડની જોગવાઇ.
આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અંદાજિત ૧૩ લાખ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પેશ્ચ્યુરાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવા માટે `૧૨૬ કરોડની જોગવાઇ. 
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) હેઠળ સગર્ભામાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી ૨ કિલો ચણા, ૧ કિલો તુવેરદાળ અને ૧ લિટર સીંગતેલ આપવામાં આવે છે. જેના માટે `૨૧૪ કરોડની જોગવાઇ.
આદિજાતિ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના અમલી કરી છે. જે માટે `૧૩૩ કરોડની જોગવાઇ.
આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે `૨૬૮ કરોડની જોગવાઇ.
વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે `૧૫૦ કરોડની જોગવાઈ.
બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ડિજિટલ લર્નિંગ મટિરીયલ પૂરું પાડવા `૪ કરોડની જોગવાઇ. 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments