Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- બીજા તબક્કાના મતદાન પહેલા મતદારો માટે જરૂરી સ્પષ્ટતા, મતદાન મથકમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ

Webdunia
સોમવાર, 5 ડિસેમ્બર 2022 (08:58 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં 14 જિલ્લામાં 93 વિધાનસભા મતવિસ્તારોમાં તા. 5 મી ડિસેમ્બરે, સોમવારે મતદાન યોજાશે. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મતદારોને ખાસ અપીલ કરતાં જણાવ્યું હતું કે, મતદાનનો સમય સવારે 8:00 વાગ્યાથી સાંજના 5:00 વાગ્યા સુધીનો છે. કોઈપણ મતદાર મતદાન બુથમાં મોબાઇલ ફોન સાથે લઈ જઈ શકશે નહીં. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ એટલે કે મતદાર કાપલી માત્ર મતદાન બુથની જાણકારી માટે છે, એ કાપલી મતદાન કરવા માટેના ઓળખ દસ્તાવેજ તરીકે માન્ય રહેશે નહીં.
 
મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ મતદારોને વિશેષ જાગૃત કરતાં જણાવ્યું હતું કે, તા. 5 મી ડિસેમ્બરે પણ મતદાનનો સમય સવારે 8:00 વાગ્યા થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે. પ્રથમ તબક્કાના મતદાન વખતે કેટલાક વિસ્તારોમાં મતદાન માટેના સમયગાળા બાબતે મતદારોમાં દ્વિધા હતી. આવું ન થાય અને દરેક જાગૃત નાગરિક સમયસર મતદાન કરી શકે એ માટે સૌએ ખાસ નોંધ લેવાની આવશ્યકતા છે કે, મતદાનનો સમયગાળો સવારે 8:00 થી સાંજે 5:00 વાગ્યા સુધીનો છે.
 
પી. ભારતીએ સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, મતદાન મથકની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે, એટલે મોબાઈલ ફોનમાં સાચવેલા ઓળખ દસ્તાવેજો મતદાન મથકમાં ફરજ પર રહેલા અધિકારીઓ-કર્મચારીઓને દર્શાવવા સંભવ બની શકશે નહીં. મતદારોએ આ માટે જરૂરી ઓળખ પુરાવા પોતાની સાથે લઈને જવા તેમણે અપીલ કરી હતી.
 
પ્રથમ તબક્કા દરમિયાન ચૂંટણી તંત્રના જાણમાં આવ્યું છે કે, કેટલાક મતદારો પોતાને મળેલી વોટર ઇન્ફોર્મેશન સ્લીપ ઓળખ દસ્તાવેજ તરીકે સાથે લઈને મતદાન કરવા ગયા હતા. વોટર ઇન્ફોર્મેશન સ્લીપ મતદારોના બુથની જાણકારી માટે છે. તે ઓળખ દસ્તાવેજ નથી. મુખ્ય નિર્વાચન અધિકારી પી. ભારતીએ તમામ મતદારોને અપીલ કરતાં કહ્યું હતું કે, દરેક મતદારો પોતાની સાથે મતદાર ફોટો ઓળખપત્ર, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ, ઇન્ડિયન પાસપોર્ટં કે અન્ય 12 પ્રકારના માન્ય ઓળખ દસ્તાવેજમાંથી કોઈપણ એક ઓળખ દસ્તાવેજ પોતાની સાથે રાખીને સરળતાથી મતદાન કરી શકે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IPL 2025 Mega Auction- ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી, ઋષભ પંત IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો

LIVE IPL 2025: ઋષભ પંત ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે

IPL 2025 Auction - શ્રેયસ અય્યર 26.75 કરોડમાં વેચાયો

IPL 2025 પહેલા બિઝનેસમેનનો દાવો, શાહરૂખ ખાન KKR નહીં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ખરીદવા માંગતો હતો

IND vs AUS 1st Test Day 3: : પર્થમાં યશસ્વી જાયસવાલે સદી ફટકારી, ભારત મજબૂત પરિસ્થિતિમાં આવ્યું

આગળનો લેખ
Show comments