Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022- ટિકીટ વહેંચણીમાં ભાજપે બધા સમાજને સાચવ્યા, માલધારીને મીંડું

હેતલ કર્નલ
શુક્રવાર, 11 નવેમ્બર 2022 (09:39 IST)
gujarat assembly election 2022- ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ જોરશોરમાં ચાલી રહી છે. કોંગ્રેસ ભાજપ અને આપે પોતાના મોટાભાગના ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. તો બીજી તરફ ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં ઘણા એવા ઉમેદવારો છે જે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે તેમને ટિકીટ મળી છે, જ્યારે કેટલાક ચાલુ ધારાસભ્યોના પત્તા કપાઇ ગયા છે. 
 
ગુજરાતની ચૂંટણીમાં રાજકીય અને જાતિગત સમીકરણો પણ જોવા મળ્યા છે. 69 ધારાસભ્યોને રિપીટ કર્યા છે જ્યારે 38 ધારાસભ્યોના પત્તા કપાયા છે. ભાજપે વિવિધ જ્ઞાતિ, પંથ, વય તેમજ વિશષ્ટ વ્યક્તિઓ મળીને વિવિધ સમાજને પ્રતિનિધિત્વ આપ્યું છે.
 
જેમાં ઓબીસી 49, પાટીદાર 41, બ્રાહ્મણ 12, ક્ષત્રિય 14, 13 એસસી, 24 એસટી ઉમેદવાર, જૈન અને લોહાણા 5, સિંધી સમાજ 1 મરાઠી-પાટીલ 2 સહિત 14 મહિલાઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે આ વખતે માલધારી સમાજને એકપણ બેઠક મળી નથી. જેને લઇને માલધારી સમાજમાં રોષ જોવા મળ્યો છે. શક્યતા છે બીજી યાદીમાં માલધારી સમાજને સ્થાન મળી શકે છે. 
 
શિક્ષિત ઉમેદવારોની વાત કરીએ તો 4 ડોક્ટર અને 4 PhD ની ડીગ્રીવાળા ઉમેદવાર છે. ઘાટલોડિયાથી લડશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, હાર્દિક પટેલ વિરમગામથી લડશે ચૂંટણી, વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદણથી કુંવરજી બાવળિયા લડશે, હર્ષ સંઘવી મજૂરાથી લડશે ચૂંટણી, કતારગામથી વિનુ મોરડિયા લડશે, માણાવદરથી જવાહર ચાવડા લડશે,ગઢડામાં શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે.
 
તો બીજી તરફ ભાજપની પહેલી યાદીમાં થરાદ, મોડાસા, જમાલપુર-ખાડિયા, ધંધુકા, માંગરોળ, તળાજા, આણંદ, સોજીત્રા, બાલાસિનોર અને દાહોદ બેઠકો પરથી ઉમેદવારો હારી ગયા હતા. ત્યારે ભાજપે ફરીથી તેમની પર  વિશ્વાસ મુક્યો છે. આ તરફ આ બેઠકોમાં ભાવનગર પૂર્વ, ધોરાજી, કુતિયાણા, ખંભાળિયા, ચોર્યાસી, ડેડિયાપાડા બેઠકના ઉમેદવારનાં નામ જાહેર કરવાના હજુ બાકી છે. 
 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ને લઈને ચૂંટણી પંચે મતદાર સુધારણા કાર્યક્રમ બાદ મતદારોની અંતિમ યાદી જાહેર કરી હતી. પંચ તરફથી જાહેર કરવામાં આવેલી યાદીમાં, રાજ્યમાં કુલ 4,90,89,765 મતદારો નોંધાયા છે. આ સાથે જ, રાજ્યમાં 11,62,528 નવા મતદારો નોંધાયા છે. કુલ મતદારોમાં 2,53,36,610 પુરૂષ અને 2,37,51,738 મહિલા મતદારો સામે આવ્યા છે. જેમાં, 4 લાખથી વધુ વિકલાંગ મતદારો પણ નોંધાયા છે. કુલ મતદારોમાં 1,417 જેટલા ટ્રાન્સજેન્ડર મતદારોનો પણ સમાવેશ છે.

સંબંધિત સમાચાર

ઉનાડા માટે બેસ્ટ છે દૂધથી બનેલા આ 4 ફેસપેક

Heart ને લગતી બિમારીઓથી બચવું છે તો રોજ સવારે ઉઠીને કરો આ કામ

Tanning Home Remedy: આગ ઓકતા તાપથી કાળી પડી ગઈ છે તમારી ત્વચા, ટૈનિંગને તરત હટાવવા માટે કરો આ ઉપાય

Tanning Solution- ટેનિંગની સમસ્યા થઈ જાય તો અજમાવો આ ઘરેલૂ ઉપાય

National Dengue Day 2024: સતત ઉલ્ટી અને હાથ પગ પર દાણા, આ ડેંગુના લક્ષણ હોઈ શકે.. જાણો શુ કરવુ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

કદી ચંદ્રમુખી તો કદી મોહિની બની માઘુરી દિક્ષિતે ઈંડસ્ટ્રી પર કર્યુ રાજ, જુઓ તેમના ફેમસ પાત્રની એક ઝલક

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

આગળનો લેખ
Show comments