Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં સાત બેઠકો પર મહિલા કોંગ્રેસે ટિકીટ માંગી

અમદાવાદમાં સાત બેઠકો પર મહિલા કોંગ્રેસે ટિકીટ માંગી
Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2017 (14:21 IST)
કોંગ્રેસના સ્ક્રીનિંગ કમિટીના અધ્યક્ષ બાળાસાહેબ થોરાટની અધ્યક્ષતામાં દિલ્હી બાદ ફરીથી અમદાવાદમાં આગામી શુક્રવારથી પક્ષના ઉમેદવારોને નિશ્ચિત કરવા સ્ક્રીનિંગ કમિટીની ત્રણ દિવસીય બેઠક યોજાશે.  ત્યારે  મહિલા કોંગ્રેસ દ્વારા શહેરની બાપુનગર, નિકોલ, અમરાઇવાડી સહિત સાત બેઠકની માગણી કરાઇ છે.  છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં ભાજપને સોળ બેઠક પૈકી ૧૪ બેઠક મળી હોઇ પક્ષના હાલના બન્ને સિટિંગ ધારાસભ્ય શૈલેશ પરમાર અને ગ્યાસુદ્દીન શેખને પુનઃ ટિકિટ મળશે જ્યારે બાકીની બેઠક પૈકી અડધોઅડધ એટલે કે સાત બેઠક માટે મહિલા કોંગ્રેસ દ્વારા પક્ષ હાઇકમાન્ડ સમક્ષ વટવા, નિકોલ, ચાંદલોડિયા, બાપુનગર, સાબરમતી, અમરાઇવાડી અને નરોડા બેઠક પર મહિલા ઉમેદવારને ટિકીટ ફાળવવાની માગણી કરાઇ છે

અલબત્ત છેલ્લી ર૦૧રની ચૂંટણીમાં ઠક્કરબાપાનગરથી એકમાત્ર મહિલા ઉમેદવારને ટિકિટ અપાઇ હતી. આ અંગે પૂછતાં ગુજરાત મહિલા કોંગ્રેસના પ્રમુખ સોનલબહેન પટેલ વધુમાં કહે છે વિધાનસભાની ચૂંટણીમાં અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જેમ મહિલા અનામત ન હોઇ પક્ષ હાઇકમાન્ડ કોઇ મહિલા લોકપ્રિય હોવા છતાં તેને ટિકિટ ફાળવવામાં ખચકાટ અનુભવે છે. જે તે મહિલા ઉમેદવાર પોતાની બેઠક પર સ્વપક્ષના પુરુષ અગ્રણીઓનો સંગઠન પરનો દબદબો તેમજ આર્થિક સદ્ધરતા વગેરે બાબતોથી ટિકિટ મેળવવામાં મુશ્કેલી અનુભવે છે. હરિફ પક્ષનો ઉમેદવાર પણ પુરુષ હોય તો મહિલા ઉમેદવારને સમાન તક મળતી નથી. પરિણામે દિ‌લ્હીના કેન્દ્રીય નેતૃત્વની ઇચ્છા હોવા છતાં મહિલા ઉમેદવારોની ટિકિટના મામલે મહંદશે બાદબાકી કરાય છે જેના કારણે વિધાનસભાની ચૂંટણીમાં મહિલા અનામત હોવું ખાસ જરૂરી છે તેમ પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

ગુજરાતનું આ અદ્ભુત સ્થળ બની રહ્યું છે પ્રવાસીઓની પહેલી પસંદ, ઝડપથી તમારી ટ્રીપ પ્લાન કરો

આગળનો લેખ
Show comments