Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gujarat Election - પ્રથમ ચરણનું મતદાન પુરૂ.. 65 ટકા મતદાન... 977 ઉમેદવારોનુ ભાવિ થયુ સીલ

Webdunia
શનિવાર, 9 ડિસેમ્બર 2017 (16:30 IST)
પાંચ વાગ્યાના ટકોરે ગુજરાતમાં પહેલા ચરણનું મતદાન પૂરુ થઈ ગયું છે. સરેરાશ 60થી 65 ટકા જેટલું મતદાન નોંધાયું હોવાની શક્યતા છે. આ સાથે જ ચૂંટણીમાં ઉભા રહેલા 977 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. જેનુ રિઝલ્ટ 18મીએ આવશે. મતદાનનો સમય તો પૂરો થઈ ગયો છે, પણ મતદાન બૂથ પર હાજર લોકો હજી પણ મતદાન કરી શકે છે. નવસારીમાં સૌથી વધુ મતદાન તો સૌથી ઓછું ડાંગ જિલ્લાનું મતદાન નોંધાયું છે.
-  વલસાડ 65%  -  કચ્છમાં 49%- - સુરેન્દ્રનગર - 50%, રાજકોટમાં - 48%, નવસારીમાં -57%, ડાંગમાં 56%
   દ્ગારકામાં  46%, પોરબંદરમાં 45%, મોરબીમાં સરેરાશ 55%, જામનગરમાં 55%, જૂનાગઢમાં સરેરાશ 51%,
   ગીર સોમનાથમાં 53 %, અમરેલીમા 51%, ભાવનગરમાં 51%, બોટાદમાં 52 %, નર્મદામાં 49%. ભરૂચમાં 56%    સુરતમાં 54%, તાપીમાં 61% 
- કચ્છમાં કેટલીક જગ્યાએ યાંત્રિક ખામીનાં કારણે EVM, VVPAT બદલાયા
- અબડાસામાં 16 બુથ પર EVM બદલવામાં આવ્યાં
- મુંદ્રામાં 9 જગ્યાએ EVM, 24 સ્થળે VVPAT બદલવામાં આવ્યાં
- અંજારમાં 1 EVM અને 8 VVPAT રિપ્લેશ કરાયા
- ભૂજમાં સુખપર, હાજીપુરમાં EVM બદલવામાં આવ્યાં
- ભૂજ શહેરમાં 222, 224 બૂથ નંબરમાં VVPAT બદલવામાં આવ્યાં

- ગાંધીધામમાં 7 જગ્યાએ VVPAT અને 2 સ્થળે EVM બદલવામાં આવ્યાં

--  મુંદ્રામાં 9 જગ્યાએ EVM, 24 સ્થળે VVPAT બદલવામાં આવ્યાં
- અંજારમાં 1 EVM અને 8 VVPAT રિપ્લેશ કરાયા
- ભૂજમાં સુખપર, હાજીપુરમાં EVM બદલવામાં આવ્યાં
-  ભૂજ શહેરમાં 222, 224 બૂથ નંબરમાં VVPAT બદલવામાં આવ્યાં
-  ગાંધીધામમાં 7 જગ્યાએ VVPAT અને 2 સ્થળે EVM બદલવામાં આવ્યાં
-  ત્રણ વાગ્યા સુધી સરેરાશ 42% મતદાન
- નવસારીમાં સરેરાશ 36%, ડાંગમાં 35%,  વલસાડમાં સરેરાશ 37%, કચ્છમાં 39% -  સુરેન્દ્રનગર સરેરાશ 38% -  રાજકોટમાં 43% - દ્ગારકામાં સરેરાશ 39%-  પોરબંદરમાં 38%-  મોરબીમાં સરેરાશ 43%,- જામનગરમાં 42%-  જૂનાગઢમાં સરેરાશ 38%,- ગીર સોમનાથમાં 39%અમરેલીમાં સરેરાશ 40%,
ભાવનગરમાં 42%બોટાદમાં સરેરાશ 39%,નર્મદામાં 38%ભરૂચમાં સરેરાશ 35% સુરતમાં 45%તાપીમાં 35%
 
- ઉના વિધાનસભા બેઠક માટે ગીર સોમનાથના બાનેજ શિવમંદિરના મહંત ભરતદાસ બાપુએ કર્યું મતદાન
-દસાડાનાં ખેરવા ગામે બ્લૂટૂથ કનેક્ટિવીટી આવતાં મતદાન બંધ
- EVM સાથે બ્લૂટૂથ કનેક્ટીવીટી અંગે ફરિયાદ
- બ્લૂટૂથ ECO 105 કનેક્ટિવીટી આવતા મતદાન બંધ
- 40 મિનીટથી મતદાન બંધ કરવામાં આવ્યું
- બ્લૂટૂથ કનેક્ટિવીટી અંગે તંત્રને કરાઈ જાણ
- સુરતમાં ફેની પારેખ નામની દુલ્હન હલ્દી લગાડેલી સ્થિતિમાં મતદાન કરવા પહોંચ
 - 12.30 વાગ્યા સુધી સરેરાશ 31% જેટલું મતદાન
- નવસારીમાં 28% ડાંગમાં 25%, વલસાડમાં સરેરાશ 29%. કચ્છમાં 29%
   સુરેન્દ્રનગર 28%, રાજકોટમાં 35%, દ્ગારકામાં સરેરાશ 27%. પોરબંદરમાં 28%
   મોરબીમાં સરેરાશ 33%. જામનગરમાં 32%, જૂનાગઢમાં સરેરાશ 29%. ગીર              સોમનાથમાં 30%. અમરેલીમાં સરેરાશ 32%, ભાવનગરમાં 33%, બોટાદમાં સરેરાશ    30%, નર્મદામાં 28%. ભરૂચમાં સરેરાશ 29%, સુરતમાં 36%, તાપીમાં 26%
-   પોરબંદરમાં તમામ મતદાન મથકોમાં બ્લૂટૂથ અંગેની ફરિયાદ
- તમામ મતદાન મથકો પર ECO 105નું બ્લૂટૂથ કનેક્ટની ફરિયાદ
- કોંગ્રેસ દ્વારા બ્લૂટૂથ કનેક્ટ થવા અંગે કરાઈ ફરિયાદ
- ઠક્કર પ્લોટ બૂથ પર મતદાન રોકવામા આવ્યું
- જિલ્લા કલેક્ટર, ચૂંટણી અધિકારી સહિતો કાફલો ઘટના સ્થળે

ગુજરાતમાં પ્રથમ તબક્કામાં સવારે 11 વાગ્યા સુધી 18 ટકા જેટલુ મતદાન નોંધાયુ છે.. 
સુરેન્દ્રનગરમાં સરેરાશ 11.32% મતદાન, 
કચ્છમાં સરેરાશ 5.29%, 
રાજકોટમાં 12.51% મતદાન,
ડાંગમાં 5.56%, 
નવસારીમાં 11.94% મતદાન 
વલસાડમાં 11.99%, 
તાપીમાં 12.53% મતદાન, 
મોરબીમાં 14.2%, 
દ્વારકામાં 9.07% મતદાન 
ગીર સોમનાથમાં 6.82%, 
બોટાદમાં 12.55% મતદાન,
નવસારી જિલ્લામાં ૧૬ % મતદાન નોંધાયું છે.
 





 ગુજરાત વિધાનસભા માટે પ્રથમ ચરણમાં દક્ષિણ અને સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રની 89 સીટો પર વોટિંગ શરૂ થઈ ગયુ છે. આ સીટો પર કુલ 977 ઉમેદવાર પોતાનુ ચૂંટણી નસીબ અજમાવી રહ્યા છે. 
Live Update 
 
- કચ્છ, દ.ગુજરાત અને સૌરાષ્ટ્રના મતદાનની હાઇલાઇટ્સ
- પાણીની સમસ્યા ન ઉકેલાતા જામજોધપુરના કલ્યાણપુર ગામે કર્યો ચુંટણીનો બહિષ્કાર
-  ભરૂચમાં પિરામણ ગામમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલે કર્યું મતદાન, લોકોને પણ મત આપવા કરી અપિલ
- સુરેન્દ્રનગરમાં ઇવીએમ બદલી અંતે મતદાન શરૂ કરાયું
- ઈન્દ્રદીલ ગુજરાત પહોંચ્યા મતદાન કરવા 
- કોંગ્રેસના અહેમદ પહેલે કર્યુ વોટિંગ 
- અહેમદ પટેલ બોલ્યા.. બીજેપીએ 22 વર્ષમાં ગુજરાતમાં પણ કશુ નથી કર્યુ અને 3 વર્ષમાં કેન્દ્રમાં પણ કશુ નથી કર્યુ 
- સવારે 10 વાગ્યા સુધી 16 ટકા મતદાન નોંધાયુ 
- 89 બેઠક પર ખરાખરીનો જંગ દિગ્ગજોના કિસ્મતની કસોટી 
- 977 ઉમેદવારોના કિસ્મત થશે ઈવીએમમાં સીલ 
- ક્રિકેટર ચેતેશ્વર પૂજારાએ રાજકોટમાં પોતાના મતદાન અધિકારનો કર્યો ઉપયોગ
- પીએમે ટ્વીટ કરીને કહ્યુ કે પ્રથમ ચરણનું મતદાન શરૂ થઈ ગયુ છે. મતદાતાઓને અપીલ છે કે તેઓ મોટી સંખ્યામાં ઘરમાંથી નીકળે અને રેકોર્ડ મતદાન કરે. ખાસ કરીને યુવાઓને અપીલ કરુ છુ કે તેઓ પોતાના મતાધિકારનો પ્રયોગ જરૂર કરે.. 
<

આજે ગુજરાતમાં પ્રથમ તબક્કાનું મતદાન છે. સર્વે મતદારોને લોકશાહીના ઉત્સવમાં ભાગ લેવા અને વિશાળ સંખ્યામાં મતદાન કરવા અપીલ કરું છું.

— Narendra Modi (@narendramodi) December 9, 2017 >
- - લાઠી કોંગ્રેસનાં ઉમેદવાર વિરજી ઠુમ્મરે કર્યુ મતદાન
- સોમનાથ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર જશા બારડે કર્યુ મતદાન
- ખોડલધામનાં ચેરમેન નરેશ પટેલે કર્યુ મતદાન
- સુરતમાં વરરાજાએ અને દુલ્હને હલ્દી લગાવેલા  હાથે કર્યું મતદાન
- વાગરાનાં ઓચ્છણમાં 2 બૂથમાં EVM, VVPATમાં ખામી સર્જાઈ
- EVMમાં ખામી સર્જાતા પોરબંદરમાં એક કલાક મોડું શરૂ થયું મતદાન
- રાજકોટમાં ઇન્દ્રનિલ રાજ્યગુરુ મતદાન કરવા પહોંચ્યા
- જસદણમાં 143, 130 નંબરનાં બૂથ પર VVPATમાં ખામી
- વિંછીયા, ઉગમણી બારી ખાતે EVM, VVPATમાં ખામી સર્જાઈ
- EVM, VVPATમાં ખામી સર્જાતા ટે્કનિકલ ટીમની મદદ લેવાઈ
- ઇવિએમમાં છેડછાડ કર્યા હોવાના અર્જૂન મોઢવાડિયાના આરોપ
- સૌરાષ્ટ્ર સહિત અનેક જગ્યાએ 33 ઇવીએમ મશિન ખોટકાયા, તંત્રમાં દોડધામ
- સુરતમાં હર્ષ સંઘવીએ પરિવાર સાથે કર્યું મતદાન
- પીએમ મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે લોકોને આગળ રહીને મતદાન કરવાની કરી અપીલ 
-બીજેપી એમએલએ હર્ષ આંઘવીએ પણ જનતા વચ્ચે જઈને કર્યુ મતદાન 
- મતદાન કેન્દ્ર પર લાંબી લાઈન.. લોકો આગળ રહીને મતદાન કરી રહ્યા છે 
- રાજકોટ પશ્ચિમ વિધાનસભા સીટ પરથી ગુજરાતના સીએમ વિજય રૂપાણીએ નાખ્યો વોટ 
- અમને પૂરો વિશ્વાસ છે કે તેના પર કોઈ શક નથી કે અમે જીતી રહ્યા છીએ - રૂપાણી 
- રૂપાણીએ લોકોને અપીલ કરી કે તેઓ વધુમાં વધુ સંખ્યામાં વોટિંગ કરે 
- થોડી વારમાં શરૂ થશે પ્રથમ ચરણનું મતદાન 
- ગુજરાતમાં સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ 
- અગાઉની ચૂંટણીમાં પ્રથમ ચરણોની સીટોમાંથી ભાજપાએ 63 કોંગ્રેસને 22 સીટો મળી હતી. 
આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાપહેલા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પહેલા તબક્કાના મતદાનમાં રાજકોટની પશ્ચિમ બેઠક પરથી મુખ્યમંત્રી વિજય રૂપાણી લડી રહ્યા છે. તો તેમની સામે કોંગ્રેસના સૌથી અમીર ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ લડી રહ્યા છે. આ વખતની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહી છે. તો કોંગ્રેસ આ વખતે બરાબરની ટક્કર આપી રહી હોય તેવું ભાજપના 22 વર્ષના શાસનમાં પહેલીવાર જોવા મળી રહ્યું છે. કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાની 89 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છેકચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લાના 2.12 કરોડ મતદાતા શનિવારે પોતાની આંગળીની તાકાત બતાવશે. 89 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે. જેમાં અમરેલી કોંગ્રેસના પરેશ ધાનાણી સામે ભાજપથી દિલીપ સંઘાણી, ભાવનગર પશ્ચિમ પર ભાજપના જીતુ વાઘાણી સામે કોંગ્રેસથી દાનસંગ મોરી, રાજકોટ પશ્ચિમ ભાજપ પર વિજય રૂપાણી સામે કોંગ્રેસના ઈન્દ્રનીલ રાજ્યગુરુ તો પોરબંદરની સીટ પર કેબિનેટમંત્રી બાબુ બોખિરિયા સામે કોંગ્રેસના માજી પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા ચૂંટણી લડી રહ્યા છે.
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Maharashtra Election Results LIVE: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામ 2024 - પક્ષવાર સ્થિતિ

Maharashtra, Jharkhand Election Results 2024 LIVE Commentary: મહારાષ્ટ્ર-ઝારખંડ વિધાનસભા ચૂંટણી પરિણામ 2024ની લાઈવ કોમેન્ટ્રી

કોણ સંભાળશે મહારાષ્ટ્રની ગાદી ? આજે આવશે ચૂંટણીના પરિણામ, મહાયુતિ અને MVA વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ

Gautam Adani વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ! શુ હવે થશે ધરપકડ? WhiteHouse બોલ્યુ - ભારતને જોઈ લઈશુ

IND vs AUS: પોતાના જ ઘરઆંગણે ઓસ્ટ્રેલિયાઈ ટીમનુ ખરાબ પ્રદર્શન, ભારતે 8 વર્ષ પછી કર્યો કમાલ

આગળનો લેખ
Show comments