Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ હવનમાં હાડકાં નાંખવાનું કામ કરે છે હું તેને સફળ નહીં થવા દઉ - મોદી

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2017 (14:37 IST)
ગુજરાત આવેલા પીએમ મોદીએ પ્રાંચીમાં સંબોધી હતી. OBC અનામત માટે અમે વર્ષોથી લડી રહ્યાં હતા જેમ જણાવ્યું હતું. મોદીએ કોંગ્રેસ પર આરોપ લગાવતા જણાવ્યું કે અનામત આપવામાં કોંગ્રેસે હવનમાં હાડકાં નાખવાનું કામ કર્યું છે.  તેઓએ કહ્યું કે કોંગ્રેસ આજે OBC લોકોને ભડકાવવાનું કામ કરે છે, પરંતુ સંસદમાં કોંગ્રેસે જ OBCને અનામત મળવામાં અડચણ ઉભી કરી છે. ભાજપે અનેક વખત આ બાબતે બીલ પાસ કરવાના પ્રયાસો કર્યા પરંતુ દરેક વખતે કોંગ્રેસ તેમાં હવનમાં હાડકાં નાખવાનું કામ કરતી.  હું તમે ચોક્કસપણે કહી શકું કે, કોંગ્રેસ રોડા નાખવાનો પ્રયાસ કરશે. અને હું તેમના પ્રયાસ સફળ ન થાય તેના માટે કટિબદ્ધ છું.

   મોદીએ કહ્યું કે, ચૂંટણી પ્રચારનો આ મારો બીજો દિવસ છે. મેં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કર્યો અને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીં અનેક મહિલાઓ અમને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહી છે.  મોદીએ ગાંધી નહેરુ પરિવાર પર નિશાન સાધતા કહ્યું કે, તમારા આપણા પહેલા વડાપ્રધાન નહોતા ઈચ્છતા કે મંદિરનું અહીં નિર્માણ થાય. જ્યારે ડો. રાજેન્દ્ર પ્રસાદ મંદિરના ઉદ્ઘાટન માટે અહીં આવ્યા તો પંડિત નહેરુએ નારાજગી વ્યક્ત કરી હતી. સરદારે નર્મદાનું સપનું જોયું હતું પરંતુ તમારા પરિવારે તે પરિપૂર્ણ ન થાય તેવા પ્રયાસ કર્યા હતા. હું કોંગ્રેસને પૂછવા માંગું છું. તમે દેશની આર્મીના કેમ વિરોધી છો? OROPની માગણી છેલ્લા 40 વર્ષથી પેન્ડિંગ હતી. કોંગ્રેસ લાંબા સમયથી સત્તામાં હતી તેમ છતાંય કેમ કંઈ કર્યું નહીં?

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

IND Vs AUS 1st Test Day 4- પર્થ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની મોટી જીત, ઓસ્ટ્રેલિયાને 295 રનથી હરાવ્યું

ગુજરાત: આઈએએસ અધિકારી તરીકે ઓળખ આપી ઠગાઈ કરનારા આરોપીની ધરપકડ

LIVE- GujaratI News Todays - રાજકોટમાં પણ 11 વર્ષનાં બાળકનું હ્રદય રોગનાં હુમલાથી મૃત્યું થયું હતું.

જો આ સ્ટીકર કારની વિન્ડશિલ્ડ પર નહીં લગાવવામાં આવે તો તમારે 10000 રૂપિયા ચૂકવવા પડશે.

સંભલ હિંસામાં 5ના મોત બાદ શાળા-ઈન્ટરનેટ બંધ, 'બહારના લોકો' પ્રવેશ પર પ્રતિબંધ, 4ના મોત

આગળનો લેખ
Show comments