Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાણો કેટલુ ભણ્યા છે રાહુલ.. અનેકવાર વચ્ચે જ છોડ્યો અભ્યાસ..

Webdunia
શનિવાર, 16 ડિસેમ્બર 2017 (14:37 IST)
દેશની સૌથી જૂની રાજનીતિક પાર્ટી કોંગ્રેસના અધ્યક્ષ પદ પર રાહુલ ગાંધીની તાજપોશી થવા જઈ રહી છે. 47 વર્ષના રાહુલ 132 વર્ષ જૂની કોંગ્રેસ પાર્ટીના 49મા અધ્યક્ષ થશે. પોતાના રાહુલ ગાંધીના રાજનીતિક કેરિયર વિશે તો ખૂબ વાંચ્યુ હશે.. પણ શુ તમે તેમના ગ્રેજ્યુએશન વિશે જાણો છો.  
 
રાહુલ ગાંધીને અનેકવાર પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડવો પડ્યો છે અને તે પોતાના અભ્યાસ માટે પોતાનુ નામ પણ બદલવુ પડ્યુ. 
 
રાહુલ ગાંધીનો જન્મ 19 જૂન 1970ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. તેઓ નેહરુ-ગાંધી પરિવારની ચોથી પેઢી છે. 
 
તેમના ગ્રેજ્યુએશનની વાત કરવામાં આવે તો તેમને શરૂઆતનો અભ્યાસ દિલ્હીના મોર્ડન શાળામાંથી કર્યો છે. 
 
ત્યારબાદ રાહુલ ગાંધી અભ્યાસ માટે દેહરાદૂનના 'Doon School' શાળામાં જતા રહ્યા. ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીના પિતા રાજીવ ગાંધી પણ આ જ શાળામાં અભ્યાસ કરી ચુક્યા છે. 
 
વર્ષ 1984માં ઈદિરા ગાંધીની હત્યા પછી સુરક્ષાના કારણોસર તેમને પોતાનો અભ્યાસ ઘરેથી જ કરવો પડ્યો. 
 
વર્ષ 1989માં રાહુલ ગાંધીએ દિલ્હીના saint stephen collegeમાં એડમિશન લીધુ. પણ અહી પણ સુરક્ષાના કારણોસર તેમને અહી અભ્યાસ છોડવો પડ્યો અને તેઓ આગળના અભ્યાસ માટે અમેરિકા જતા રહ્યા. 
 
રાહુલ ગાંધીએ વર્ષ 1990માં  Harvard Universityમાં એડમિશન લીધુ. પણ તેના એક વર્ષ પછી 1991માં રાજીવ ગાંધીની હત્યા પછી સિક્યોરિટીના કારણે તેમને અભ્યાસ છોડવો પડ્યો. 
 
હાર્વર્ડથી અભ્યાસ છોડ્યા પછી 1991થી 1984 સુધી રોલિંસ કોલેજમાં અભ્યાસ કર્યો અને આર્ટસમાંથી ગ્રેજ્યુએશન કર્યુ. વર્ષ 1985માં 
 University of Cambridge ના Trinity Collegમાંથી એમફિલની ડિગ્રી મેળવી. 
 
ઉલ્લેખનીય છે કે ગ્રેજ્યુએશન પછી રાહુલે 3 વર્ષ સુધી લંડનના મૉનિટર ગ્રુપ માટે પણ કામ કર્યુ. આ કંપની મેનેજમેંટ ગુરૂ માઈકલ પોર્ટરની જ સલાહકાર સંસ્થા હતી.  બીજી બાજુ આ દરમિયાન પણ સુરક્ષાના કારણોસર તેમની ઓળખ કોઈને ખબર નહોતી અને તેઓ Raul Vinci ના નામથી કામ કરતા હતા. 
 
મીડિયા રિપોર્ટ મુજબ તેમણે નામ બદલીને પણ અભ્યાસ કર્યો છે. રાહુલે માર્ચ 2004માં પોલિટિક્સમાં એંટ્રી લીધી અને મે 2004માં પોતાના પિતા રાજીવ ગાંધીના સંસદીય ક્ષેત્ર અમેઠીથી લોકસભા ચૂંટણી લડી અને જીત્યા. 
 

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments