rashifal-2026

લુણાવાડાના અપક્ષ ઉમેદવારના ટેકાથી ભાજપ હવે ડબલ ડિઝિટમાંથી ત્રિપલ ડિઝિટમાં

Webdunia
શુક્રવાર, 22 ડિસેમ્બર 2017 (13:42 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે દલિત નેતા જીજ્ઞેશ મેવાણી સહિત ત્રણ અપક્ષ ઉમેદવાર ચૂંટણી જીત્યા છે. મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડા વિધાનસભા બેઠક પરથી રતનસિંહ રાઠોડ અપક્ષ તરીકે ચૂંટણી જીત્યા હતા. રતનસિંહે હવે ભાજપને ટેકો જાહેર કર્યો છે. તેની સાથે ભાજપ 99માંથી 100 બેઠક પર પહોંચી છે.  ભાજપને આ ચૂંટણીમાં 99 બેઠક મળી હતી. જ્યારે કોંગ્રેસનો 77 બેઠક પર વિજય થયો હતો. ત્રણ ઉમેદવાર અપક્ષ તરીકે ચૂંટાઈને આવ્યા હતા. મહિસાગર જિલ્લા પંચાયત કોંગ્રેસના શિક્ષણ સમિતિના ચેરમેને વિધાનસભા બેઠક માટે કોંગ્રેસ પક્ષમાંથી ટિકિટની માંગણી કરી હતી. પરંતુ કોંગ્રેસે ટિકિટ ન આપતા તેમણે અપક્ષમાંથી ઉમેદવારી કરી હતી અને તેમનો 4,141 મતથી વિજય થયો હતો. ગુરુવારે તેમણે રાજ્યપાલને ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કરતો પત્ર લખ્યો હતો. આજે વિધાનસભાના ઉમેદવારોની એક મહત્વની બેઠક ગાંધીનગર ખાતે મળવાની છે તે પૂર્વે જ આ અપક્ષ ધારાસભ્ય રતનસિંહ મગનસિંહ રાઠોડે ભારતીય જનતા પાર્ટીને ટેકો જાહેર કર્યો છે. રતનસિંહે ભાજપને ટેકો જાહેર કરતા મહિસાગર જિલ્લામાં રાજકીય સમિકરણો સાથે અનેક પ્રકારની ચર્ચાઓએ જોર પકડ્યું છે.
--
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે

Vansat Panchmi Prasad- વસંત પંચમીના ખાસ પ્રસંગે બનાવો કેસરિયા ભાત

પેશાબમાં ફીણ કેમ આવે છે? શું આ ડાયાબિટીસની નિશાની છે?

Gujarati Recipe - રાઈસ પેપર રોલ્સ

Vasant panchami speech in gujarati- વસંત પંચમી વિશે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - 4 દિવસ માટે ગાયબ

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

Akshay Kumar Car Accident: અક્ષય કુમારની કાર સાથે અથડાયા પછી રિક્ષામાં જ ફસાય ગયો ચાલક, વિડીયો આવ્યો સામે

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

Armaan Malik hospitalised: આ પ્રખ્યાત ગાયકની તબિયત લથડી, હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments