Webdunia - Bharat's app for daily news and videos

Install App

નોલેજ - 21 ડિસેમ્બરે સૌથી લાંબી રાત્રી અને દિવસ ટૂંકો રહેશે કેમ જાણો ?

Webdunia
શનિવાર, 20 ડિસેમ્બર 2014 (15:54 IST)
પૃથ્વી પરના કાલ્પનિક પરા કર્કવૃત્ત અને મકરવૃત્તિ વચ્ચેની સૂર્યની ગતિને કારણે ઉત્તરાયણ અને દક્ષિણાયન સંભવે છે. તા. ૨૧મી ડિસેમ્બરે સૂર્યની આ ગતિને કારણે સૌથી લાંબી રાત્રી રહેશે અને દિવસ ટૂંકો રહેશે. દર છ મહિને સૂર્ય ૨૩.૫ ઉત્તર અને ૨૩.૫ અંશ દક્ષિણે પહોંચીને પરત ફરે છે. આ બંને બિંદુને કર્કવૃત્ત અને મકરવૃત્ત કહે છે. સૂર્ય જે બિંદુ પર હોય ત્યાં સૌથી લાંબો દિવસ રહે છે.

૨૧મી ડિસેમ્બરે સૂર્ય ૨૩ પં.અંશ દક્ષિણના બિંદુ પર હશે ભારત પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં હોઇ સૂર્ય ભાવીથી અત્યંત દુર હશે તેને કારણે ભારતમાં સૌથી લાંબી રાત્રિ અને સૌથી ટૂંકો દિવસ રહેશે. ખગોળવેત્તા દિવ્ય દર્શન પૂરોહિતના જણાવ્યા મુજબ વડોદરામાં ૧૩ કલાક ૧૪ મિનિટની રાત્રિ રહેશેઅને ૧૦ કલાક ૪૬ મિનિટનો દિવસ રહેશે.

કર્કવૃત્ત અને મકરવૃત્ત પરથી સૂર્યના પરત ફરવાની ક્રિયાને અયન કહે છે. અયન એટલે પ્રસ્થાન કરવું તે ૨૧ ડિસેમ્બરે સૂર્ય ઉત્તર તરફ પ્રસ્થાન કરશે તેથી તેનું ઉત્તરાયન થશે. હકીકતમાં આ દિવસે ઉત્તરાયણ ગણાય. મહાભારતમાં ભીષ્મ પિતામહે પોતાના મૃત્યુ માટે આ દિવસ પસંદ કર્યો હતો.

વાંચકો નિરિક્ષણ કરી શકશે કે આગામી ૧૪-૧૫ જાન્યુઆરી સુધી સૂર્ય મોડો ઉગશેઅને મોટા આથમશે. દિવસ ધીમે ધીમે લાંબો અને રાત્રી ટુંકી થશે. આપણા ઘરોમાં દક્ષિણ તરફથી આવતો તડકો ધીમેધીમે ઉત્તર તરફથી ચાલશે. આ સમયે સૂર્ય ધન રાશિમાં હોવાથી આ દિવસો માટે ધનારક એવો શબ્દ વપરાય છે.

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

Show comments