Dharma Sangrah

વર્ષમાં માત્ર આજે 20 માર્ચે દિવસ અને રાત બંને સરખા હોય છે

Webdunia
શુક્રવાર, 20 માર્ચ 2015 (12:42 IST)
વર્ષ દરમિયાન સામાન્ય રીતે દિવસ અને રાત વચ્ચે ભારે સમય તફાવત જોવા મળતો હોય છે. પરંતુ આ પૈકી કેટલાક દિવસ એવા અપવાદ સમાન હોય છે જેમાં દિવસ અને રાત બંને લગભગ સરખા હોય છે. વર્ષ દરમિયાન જોવા મળતા આવા જૂજ દિવસોમાં ૨૦ માર્ચનો સમાવેશ થાય છે. ૨૦ માર્ચે દિવસ ૧૨ કલાક-૪ મિનિટ અને રાત્રી ૧૧ કલાક-૫૬ મિનિટની રહેશે.

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. ૨૦ માર્ચે દિવસ-રાત સરખા જોવા મળશે. ૨૧ માર્ચથી દિવસ લંબાતો જશે અને ૨૧ જૂને લાંબામાં લાંબા દિવસનો અનુભવ થશે. ભારત જન વિજ્ઞાાન જાથાએ આ વિષે જણાવ્યું હતું કે 'મુંબઇ પ્રમાણે ૨૦ માર્ચે દિવસ ૧૨ કલાક-૧ મિનિટ અને રાત્રી ૧૧ કલાક-૫૯ મિનિટ રહેશે. સૂર્યોદય સવારે ૬ઃ૪૫ કલાકે અને સૂર્યાસ્ત ૬ઃ૪૭ કલાકના થશે. ૨૦ માર્ચ પછી ઉતરોતર દિવસ લાંબો થતો જશે. સરખા દિવસ માટે પાંચથી સાત મિનિટનો તફાવત રહે છે. આ દિવસ પછી સૂર્ય ઉતર તરફ ખસતો જતા ઉતર ગોળાર્ધની દિવસની લંબાઇ વધતી જાય છે અને રાત ટૂંકી થાય છે.' ૨૦ માર્ચને વસંત સંપાત દિવસ તરીકે ઓળખવામાં આવે છે. વસંત સંપાત દિવસ પછી ગરમી શરૃ થતી હોય છે કેમકે પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ને ખૂણે નમેલી હોય છે. હવે પૃથ્વીનું ઉતર તરફનું માથું સૂર્ય તરફનું માથું સૂર્ય તરફ તેટલા ખૂણે જોવા મળશે. આપણે ઉતર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાથી સૂર્યના સીધા કિરણો આપણા વિસ્તારમાં આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

બદ્રીનાથ મંદિરમાં મોબાઇલ ફોન પર પ્રતિબંધ

7 વર્ષની બાળકી પર ક્રૂર બળાત્કાર કરવામાં આવ્યો, તેના ગુપ્તાંગમાં ૫ ઇંચનો લોખંડનો સળિયો નાખવામાં આવ્યો; કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી.

પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ, 4 અમૃત ભારત ટ્રેન પણ શરૂ, આ 7 રાજ્યોને ફાયદો - પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી

"SC-ST છોકરીઓ સાથે સંબંધ રાખવાથી તીર્થયાત્રાનું પુણ્ય મળે છે"...કોંગ્રેસ નેતાના નિવેદનથી હોબાળો મચી ગયો

ઉદ્ધવ ઠાકરે એક મોટી ભૂલને કારણે BMC ચૂંટણી હારી ગયા, જેનો સીધો ફાયદો ભાજપને થયો

વધુ જુઓ..

ધર્મ

ભજન એક સત્ય નામનું કરીએ lyrics

વસંત પંચમી પર માતા સરસ્વતીને શું ચઢાવવું?

Mauni Amavasya 2026: વર્ષના પ્રથમ અમાસના દિવસે, 'મૌની' પર આ વસ્તુઓનું દાન ન કરો

Shukra Pradosh Vrat: જો તમે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો, તો આ દિવસે ભગવાન શિવની પૂજા કરો, રાતોરાત ચમકશે તમારું ભાગ્ય

Bhajan- જેના મુખમાં રામનું નામ નથી ભજન

Show comments