Webdunia - Bharat's app for daily news and videos

Install App

તસ્‍વીરકળાની શરૂઆત પ્‍લેટ કેમેરાથી થઇ હતી

Webdunia
ગુરુવાર, 16 નવેમ્બર 2017 (19:22 IST)
ઓગસ્‍ટ એટલે વિશ્વ ફોટોગ્રાફી દિવસ તસ્‍વીરકળાની શરૂઆત પ્‍લેટ કેમેરાથી થઇ હતી બાદમાં તેનું સ્‍થાન પિનહોલ કેમેરાએ લીધું હતું પણ તેની પ્રોસેસ લાંબી લચકનેકઠીન હતી તેમાંય આમુલ્‍ય પરિવર્તન આવતા પહેલા બોકસ કેમેરા વિશે થોડુ જ્ઞાન પ્રાપ્ત કરીએ

આ કેમેરામાં ૧ર૦નો રોલ ચઢતો જે બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ હતો તેમાં ૧ર ફોટા જ પડતા સ્‍ટુડીયોવાળાને રોલ ડેવલોપિંગની કળાકુટ બહુજ વસમી લાગતી ડાર્કરૂમમાં અંધારપટમાં ડીસમાં દવાને હાઇપોની બેડીસમાં સમયાંતરે પ્રોસેસ બાદ પાણીમાં ફિલ્‍મ ધોવાય તેમાં ટચીંગ થયા બાદ એન્‍લાર્જરમાં ફિલ્‍મ ચડાવી ફોકસ કરી પ્રકાશ આપી કાગળને ધોતા ફિલ્‍મ છપાતી પોસ્‍ટકાર્ડ, કેબીનેટ, ફુલસાઇઝની પ્રિન્‍ટો કાઢતા લગ્નના આલ્‍બમ બનાવા કાળા કાગળ ઉપર ફોટાને ચોટાડતા બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ (શ્વેત શ્‍યામ) ના યુગે તો કેમેરામેનને હંફાવી દીધા તે પછી એસ.એલ.આર.કેમેરાનો જન્‍મ થતા ક્રાંતીનો સુરજ ઉગ્‍યો તેમાં ૧૩નો રોલ ચઢેને ૩૬ ફોટા પડતા ને તે કલર આ કેમેરામાં સ્‍પીડ ડાયાફોર્મ સટર, ફોકસને રોલ ચઢાવો આ બધી કલાનો જાણકાર ફોટો પાડી શકે પ્રકાશનું જ્ઞાન મુખ્‍ય ભૂમિકા  ભજવે છે. રોગ લાઇટ, કટલાઇટ, બેક, લાઇટ,માં ફોટો પાડી શકાય કેમેરામાં લેન્‍સ વાઇડ, ટેલી.માઇક્રો, જુમ લેન્‍સ ચઢાવાય કચકડાની કલા યુવાન થવા લાગી બધાજ રંગીન તસ્‍વીરનો ‘લુત્‍ફ' માણવા લાગ્‍યા રોલ ડેવલોપીંગ અને પ્રિન્‍ટીંગ મશીનો આડે વગડે આવી ગયા જિલ્લા કક્ષાએ રંગીન પ્રીન્‍ટો છપાવા લાગી સ્‍ટુડીયો-કે કેમેરામેન ડાર્ક રૂમની કળાકુટમાંથી મુકત થઇ ગયો થોડા દશકા પુરબહારમાં આ કલા ખીલ્લીને ઓચીંતુ ગીયર બદલાયુને ડિજિટલ યુગના અંકુર ફુટયા પ્રથમ બે મેગા પિકસલના કેમેરાએ એન્‍ટ્રી કરીને મેમરીકાર્ડએ કચકડાનું સ્‍થાન ખુંચવી લીધું

જોસેફ નિસ્‍ફોર નિપ્‍સે અને લુઇસ દેગ્‍વેરે દ્વારા વિકસાવાયેલી ફોટોગ્રાફીક પ્રોસેસ દેગ્‍વેરીટાઇપની શોધને કારણે ‘વર્લ્‍ડ ફોટોગ્રાફી ડે'ના મુળિયા નખાયા હતા અને ૧૯મી ઓગસ્‍ટ ૧૮૩૯ ના રોજ ફ્રાન્‍સની સરકારે ફોટોગ્રાફીને શોધને આવકારી પછીની પધ્‍ધતી વિલિયમ ફોકસ ટાલ્‍બોટ દ્વારા કાલોટાઇપની જાહેરાત ૧૯૪૧ માં થઇ એવી રીતે દેગ્‍વેરીટાઇપ અને કાલોટાઇપ બંને સંશોધન તસ્‍વીરકલાની જનક હતી આ ક્ષેત્રનું જમા પાસુ કેમેરો નિરંતર બદલાતો જાય છે તેની ટેકિનક હનુમાન કુદકો મારી દે છે ફોટોકલાનો સદ્દઉપયોગ અત્‍યંત જરૂરી છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Shani Pradosh Vrat 2025: આજે આ શુભ યોગમાં શનિ પ્રદોષ વ્રત રાખવામાં આવશે, જાણો પૂજાનો શુભ મુહૂર્ત અને મંત્ર

Kite Flyying Festival saferty Tips- પતંગનો ઉત્સવ તો ઉજવાશે પણ ધ્યાન રાખજો - ગળું ન કપાઈ જાય - આટલી કાળજી લેવી-

તલના લાડુ બનાવવાની રીત

Maha Kumbh 2025 Prayagraj: મહાકુંભ માટે પ્રયાગરાજ કેવી રીતે પહોંચવું? અહીં વિગતવાર જાણો

Mahakubh Food- જો તમે શાકાહારી ભોજનના શોખીન છો તો કુંભ મેળામાં આ ખાદ્યપદાર્થોનો ચોક્કસ સ્વાદ લો.

આગળનો લેખ
Show comments