Biodata Maker

થોડી સાવધાની, વધુ સલામતી’: ચોમાસાની ઋતુમાં વીજળીથી બચવા આટલું કરો

Webdunia
શુક્રવાર, 1 જુલાઈ 2022 (09:55 IST)
હાલમાં ચોમાસાની ઋતુમાં વીજળી પડવાને કારણે માનવ-પશુ મૃત્યુની ઘટનાઓ સામે આવી છે, ત્યારે તકેદારીના ભાગરૂપે આકાશીય વીજળીથી સુરક્ષિત રહેવાના પગલાઓ લેવા જરૂરી છે. વીજળીથી બચવા માટે વિવધ પગલાં લેવા જિલ્લા વહીવટીતંત્રની માર્ગદર્શિકા મુજબ જ્યારે ઘરની અંદર હોવ ત્યારે વીજળીથી ચાલતા ઉપકરણોથી દૂર રહેવું, તારથી ચાલતા ફોનનો ઉપયોગ ન કરવો, બારી-બારણા અને છતથી દૂર રહેવું, વીજળીના વાહક બને તેવી કોઈપણ ચીજવસ્તુથી, ધાતુથી બનેલા પાઈપ, નળ, ફુવારો, વોશબેસીન વગેરેના સંપર્કથી દૂર રહેવું. ઊંચા વૃક્ષો વીજળીને આકર્ષે છે. 
 
જેથી આકાશીય વીજળી સમયે જો ઘરની બહાર હોવ ત્યારે જેથી તેનો આશરો લેવાનું તથા પશુઓને ઊંચા વૃક્ષો નીચે બાંધવાનું ટાળવું. આસપાસની ઊંચી બિલ્ડીંગો નીચે આશરો લેવાનું ટાળવું. ટોળામાં રહેવાને બદલે છૂટાછવાયા વિખરાઈ જવું, મકાનો આશ્રય માટે ઉત્તમ ગણાય, આથી મજબૂત છતવાળા મકાનમાં આશ્રય મેળવવો. મુસાફરી કરતા હોવ તો વાહનમાં જ રહેવું. મજબૂત છતવાળા વાહનમાં રહેવું. પાણી વીજળીને આકર્ષે છે, તેથી પુલ, તળાવો અને જળાશયોથી દૂર રહેવું, પાણીમાં હોવ તો બહાર આવવું. ધાતુની વસ્તુઓ જેવી કે બાઈક, ઈલેક્ટ્રીક કે ટેલિફોનના થાંભલા, તારની વાડ, મશીનરી વગેરેથી દૂર રહેવું. 
 
વિજળી પડવાની શકયતા હોય ત્યારે માથાના વાળ ઉભા થઈ જાય, ચામડીમાં ઝણઝણાટ થાય ત્યારે તાત્કાલિક નીચા નમીને કાન ઢાંકવા, કારણ કે આસપાસ વીજળી ત્રાટકવા ઉપર છે તેમ સમજવું અને જમીન પર સૂવું નહીં અથવા જમીન પર હાથ ટેકવવા નહીં. આકાશી વિજળી થતી હોય ત્યારે વીજળીની સલામતી માર્ગદર્શિકા એ ૩૦-૩૦નો નિયમ છે, વીજળી જોયા પછી ૩૦ની ગણતરી શરૂ કરવી, ૩૦ની પહોંચતા પહેલા ગાજવીજ સંભળાય તો ઘરની અંદર જવું, ગર્જનાના છેલ્લા તાળા પછી ઓછામાં ઓછા ૩૦ મિનિટ પ્રવૃત્તિઓ સ્થગિત કરવી, ઈલેક્ટ્રીક વીજ ઉપકરણોને નુકસાન ન થાય તે માટે હંમેશા કામની સ્થિતિમાં અર્થિંગ રાખવું, વણવપરાતા પ્લગ પ્લાસ્ટીક કવરથી ઢાંકી દેવા, ઈલેકટ્રીકના ઉપકરણોને પાણીની લાઈન તથા ભેજથી દૂર રાખવા, વિજળીના વાહકો વડે ઘરને આકાશી વિજળીથી સુરક્ષિત બનાવવું, તંત્રની સૂચના મુજબ સુરક્ષિત સ્થળે જતા રહેવું, ઈલેકટ્રીક કામના જાણકાર પાસે જ ઈલેકટ્રીક કામ કરાવવું, ઈલેકટ્રીક કામ કરતી વખતે વિજળીના અવાહક વસ્તુ ઉપર ઉભા રહેવું, ભયાનક આકાશી વિજળી થતી હોય ત્યારે સુરક્ષિત મકાનમાં જતા રહેવું, ભયાનક વિજળીના સંજોગોમાં ઝાડ નીચે ઉભા ન રહેવું,તમામ ઈલેકટ્રીક ઉપકરણોના પ્લગ કાઢી લેવા. ફિશીંગ રોડ કે છત્રીને પકડવાનું ટાળવું, ઈલેકટ્રીક થાંભલા/ટેલિફોન થાંભલાને અડકવું નહી. 
 
આ ઉપરાંત વીજળી/ઈલેકટ્રીકથી શોક લાગ્યા પછી લાકડા જેવી અવાહક વસ્તુ વડે શોક લાગનાર વ્યકિતને વીજપ્રવાહથી દૂર ખસેડવો. મેઈન સ્વીચ બંધ કરીને વીજપ્રવાહ બંધ કરવો, કરંટ લાગનાર વ્યક્તિ દાઝી જાય તો ઠંડું પાણી રેડવું, દાઝેલા ભાગ ઉપર ચોંટી ગયેલ કપડાંને ઉખેડવા નહી. વ્યક્તિના શ્વાસોચ્છવાસ તપાસી સીધા ડોકટરને જાણ કરવી, આકાશીય વીજળીનો ઝટકો લાગે ત્યારે વ્યક્તિને જરૂર જણાય તો સીપીઆર એટલે કે કૃત્રિમ શ્વાસોચ્છવાસ અથવા તાત્કાલિક પ્રાથમિક તબીબી સારવાર આપવી હિતાવહ છે. ત્યારે આ અંગે લોકોમાં જાગૃતિ પ્રસરે અને લોકોનું જીવન સુરક્ષિત બને તે માટે ઉપરોક્ત તકેદારીના પગલાને અનુસરવા જરૂરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મેં આ પ્રકારની રમત 2-3 વર્ષથી રમી નથી.'- પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યા બાદ વિરાટ કોહલીનું મોટું નિવેદન

IND vs SA: ભારતની જીતના 5 મોટા કારણો, એક બાજુ કુલદીપ-કૃષ્ણા તો બીજી બાજુ યશસ્વી-રોહિત-વિરાટ

ત્રીજી વનડેમાં જયસ્વાલ-રોહિત-વિરાટ ની તોફાની બેટિંગ, ભારતે 2-1 થી જીતી સિરીઝ

IND vs SA 3rd ODI Live: સાઉથ આફ્રિકાએ ભારતને આપ્યો 271 રનનો ટાર્ગેટ

Babri Masjid Event Updates: ''મસ્જિદ તો કોઈપણ બનાવી શકે છે પણ.. બોલી TMC સાંસદ સાયોની ઘોષ

વધુ જુઓ..

ધર્મ

શનિ ચાલીસા - shani chalisa gujarati

Marriage Remedies: કુંવારી કન્યાઓ શુક્રવારે કરે આ ઉપાય, મળશે મનપસંદ વર

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

આગળનો લેખ
Show comments