Biodata Maker

૨૦ નવેમ્બર સુધી આકાશમાં રોશનીની રંગોળી સર્જાશે

Webdunia
શુક્રવાર, 14 નવેમ્બર 2014 (16:32 IST)
૧૪મી નવેમ્બરથી ૨૦મી નવેમ્બર સુધી આકાશી દિવાળીનો આરંભ થશે. વિશ્ર્વના તમામ ખૂણે ખગોળશાસ્ત્રીઓ આ દિવસોની ખાસ તૈયારીઓ કરી અવકાશી આતશબાજીનો અદભુત નજારો નિહાળવા ચાતક નજરે રાહ જોઈ રહ્યા છે. આ ખગોળીય ઘટનાની તમામ વિશ્વ આતુરતા પૂર્વક રાહ જોતું હોય છે. આ દિવસોમાં ખાસ ઉલ્કાવર્ષા થવાને લીધે આકાશમાં રોશનીની રંગોળી સર્જાશે.

આ અંગે ગુજરાત વિજ્ઞાન જાથાના ચેરમેન પંડ્યાએ જણાવ્યું હતું કે, દુનિયાભરમાં દર વર્ષે નવેમ્બર મહિનામાં ૧૪મીથી ૨૦મી નવેમ્બર દરમિયાન લીઓનીડસ ઉલ્કાવર્ષા થાય છે. કલાકમાં ૧૫થી ૫૦ અને વધુમાં વધુ ૧૦૦ ઉલ્કાવર્ષા થતી હોવાને લીધે પ્રકાશપુંજ વેરાતો હોય તેમ રોશનીના લીસોટાઓથી આકાશી આતશબાજી જેવું દૃશ્ય સર્જાય છે. ઘણા લોકો આકાશમાં અગ્નિવર્ષા જોઈને અચંબો પામતા હોય છે તો કુદરતી હોનારતો સર્જાવાનો ભય પણ પામતા હોય છે પણ વાસ્તવમાં એ ઉલ્કાવર્ષા હોય છે.

આ આતશબાજી જોવાનો ઉત્તમ સમય રાતે ૧ પછી છેક વહેલી પરોઢ સુધી તેજના લીસોટાના અવનવાં દૃશ્યોના નયનરમ્ય નજારાઓની જોવા મળે છે.

ઉલ્કાવર્ષા થવાનું કારણ જણાવતા તેમણે કહ્યું હતું કે, વર્ષમાં ૧૦થી ૧૨ વખત અને વધુમાં વધુ ૧૫ વખત ઉલ્કાવર્ષા થતી હોય છે. આ માટે ધૂમકેતુઓ કારણભૂત છે. સૂર્યમંડળમાં સૂર્યની આસપાસ ભ્રમણ કરતા ધૂમકેતુ પૃથ્વીની ભ્રમણ કક્ષાને કાપે છે. આ ધૂમકેતુ ઓ સતત વિસર્જિત થતા હોવાને લીધે તેમની પાછળ આખી વિસર્જિત પદાર્થની પેનલ બનાવે છે. આ પેનલ પૃથ્વી પાસેથી પસાર થતી વખતે જેવી વાતાવરણના વાયુઓ સાથે સંપર્કમાં આવે કે સળગી ઊઠે છે આ ઉલ્કાઓનો વેગ સેક્ધડે ૩૦ કિમીથી વધુ હોવાનું માનવામાં આવે છે. વાતાવરણમાં પ્રવેશતાજ આ પદાર્થો સળગી ઊઠે છે અને તેજપૂંજ લીસોટા, અગન ગોળા જેવાં દૃશ્યો રચાય છે. જેને ફાયરબોલ, અગનગોળા કે ઉલ્કાવર્ષા કહે છે. ઈન્ટરનેશનલ મેટીયોર ઓર્ગોનાઈઝેશન આ અંગેની નોંધ રાખે છે. આ વખતે વિજ્ઞાન જાથાએ પણ ઉલ્કા વરસાદને નજરકેદ કરવા માટે ૧૦ બાય ૫૦નું મેગ્નિફીકેશન ધરાવતું દુરબીન ગોઠવ્યું છે. સાથે સાથે ફાયરબોલ ફોટોગ્રાફી, ઈન્ટરનેટ મિત્રોના સહયોગથી ડિજીટલ વિડિયોગ્રાફી કેમેરામાં કેદ કરવાનું આયોજન કર્યું છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

સ્મૃતિ મંધાના એન્ડ કંપની બીજી વખત બની ચેમ્પિયન, RCB એક જ સમય પર IPL અને WPL ચેમ્પિયન બનનારી પ્રથમ ફ્રેન્ચાઇઝી

મેઘાલયમાં કોલસાની ખાણમાં મોટો બ્લાસ્ટ, અનેક મજૂરોના મોત

Honeymoon Murder 2.O: અંજૂ-સંજૂના પ્રેમમાં આશીષની ચઢી બલિ, લગ્નના 3 મહિના પછી હત્યારી દુલ્હને રચ્યુ ખતરનાક ષડયંત્ર

પીએમ મોદીની સાથે અપ્રિય ઘટના બની શકતી હતી, સ્પીકર ઓમ બિરલાનો સનસનીખેજ ખુલાસો - 'મારા કહેવાથી જ પીએમ સદનમાં આવ્યા નહી'

Bharat Taxi launch - અમિત શાહનો માસ્ટર સ્ટ્રોક છે ભારત ટેક્સી, કેવી રીતે ખતમ થશે ઓલા-ઉબરનો ઝગડો ? 4.5 કરોડ લોકોને મળશે નોકરી

વધુ જુઓ..

ધર્મ

Ganesh atharvashirsha- ગણેશ અથર્વશીર્ષ

Sankashti Chaturthi 2026 Moonrise time: આજે દ્વિજપ્રિય સંકષ્ટી ચતુર્થીનુ વ્રત, જાણો ચંદ્રોદયનો સમય

શ્રી ગણેશ સંકટનાશમ સ્તોત્ર - પ્રણમ્ય શિરસા દેવં ગૌરીપુત્રં વિનાયકમ્ (સાંભળો વીડિયો) -

Sankashti Chaturthi Vrat Katha 2026: સંકષ્ટી ચતુર્થી પર વાંચો આ વ્રત કથા, ગણપતિ બાપ્પા દૂર કરશે સંકટ

Ganesh Chalisa - ગણેશ ચાલીસા

Show comments