Biodata Maker

સમગ્ર ગુજરાતમાં વ્‍યંઢળોની વસતી દોઢ લાખની

Webdunia
શુક્રવાર, 18 એપ્રિલ 2014 (13:33 IST)
આવ્‍યોશુભ પ્રસંગોએ તાબોટા પાડીને દક્ષિણા ઉઘરાવતા વ્‍યંઢળોની અલગ ઓળખ આપવાના સર્વોચ્‍ચ અદાલતના શકવર્તી ચુકાદાને પગલે ગુજરાતના કિન્નર સમાજમાં ખુશીનું મોજું ફરી વળ્‍યું છે. બરાબર લોકસભાની ચૂંટણી ટાણે જ આવેલા ચુકાદાથી આ સમાજ પુનઃરાજકીય ચર્ચામાં  છે.
 
   વ્‍યંઢળોનું મુખ્‍ય ધર્મસ્‍થાન ગણાતું બહુચરાજી ગુજરાતમાં આવેલું હોવાથી દેશના જુદા જુદા ભાગોમાં વસતા વ્‍યંઢળો અવારનવાર અહીંયા આવતા હોય છે. સાથે સાથે ગુજરાતમાં પણ તેમની મોટી વસતી છે, પરંતુ તેમાંથી મતદારો ખૂબ નજીવા છે.
 
   અગાઉની ચૂંટણીઓમાં અનેક ઉમેદવારો નસીબ ઝળકાવી ચૂક્‍યા હતા. વર્ષ ૨૦૦૪ અને ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીમાં સોનિયા દે નામના કિન્નરે ગાંધીનગર બેઠક પર લાલકૃષ્‍ણ અડવાણી સામે ઝૂકાવ્‍યું હતું. થોડા વખત પહેલા સોનિયાની હત્‍યા થઈ હતી.
 
   અમદાવાદમાં ૧૫ હજારથી વધુ હિજડા વસે છે. સમગ્ર ગુજરાતમાં તેમની વસતી દોઢ લાખની હોવાનું કહેવાય છે. જોકે, આヘર્યની વાત એ છે કે તેમની વસતી વધુ હોવા છતાં મતદારોની સંખ્‍યા સાવ નજીવી એટલે કે માત્ર ૨૮૫ છે.
 
   ડિસેમ્‍બર-૨૦૧૨માં યોજાયેલી વિધાનસભાની સામાન્‍ય ચૂંટણીમાં નોંધાયેલા મતદારો ૧૮૯ હતા. જેમાંથી માત્ર ૪૮ વ્‍યંઢળોએ મતદાન કર્યું હતું. આમ તેમના સમાજમાં મતદાન પ્રત્‍યે જાગૃતિ ઓછી હોવાનું મનાય છે.
 
   ચૂંટણી ટાણે સુપ્રીમ કોર્ટના મહત્ત્વના આદેશના પગલે કિન્નરોમાં આનંદની લહેરખી ફરી વળી છે. આ સંજોગોમાં મતદાનની ટકાવારી વધવાની આશા છે. અમદાવાદમાં વસતા કિન્નર આગેવાનોએ ચુકાદાને આવકાર્યો હતો. 



   
   વ્‍યંઢળ મતદારોની જિલ્લાવાર સંખ્‍યા
   
   અમદાવાદ
   
   ૨૧
   
   ખેડા
   
   ૧૭
   
   સુરત
   
   ૬૨
   
   ગાંધીનગર
   
   ૧૪
   
   વડોદરા
   
   ૩૪
   
   રાજકોટ
   
   ૧૪
   
   મહેસાણા
   
   ૨૩
   
   દ્વારકા
   
   
   
   ભાવનગર
   
   ૨૧
   
   જામનગર
   
   
   
   ભરૂચ
   
   ૨૦
   
   આણંદ
   
   
   
   દાહોદ
   
   
   
   બોટાદ
   
   
   
   પંચમહાલ
   
   
   
   જૂનાગઢ
   
   
   
   અરવલ્લી
   
   
   
   સુરેન્‍દ્રનગર
   
   
   
   છોટાઉદેપુર
   
   
   
    
   
    
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Show comments