Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરા લોકસભા બેઠકની ચુંટણીમાં કદી ૭૦ ટકાથી વધારે મતદાન થયુ નથી

Webdunia
સોમવાર, 7 એપ્રિલ 2014 (14:27 IST)
W.D
વડોદરા લોકસભા બેઠકની ચુંટણી દરમિયાન અત્યાર સુધી કદી ૭૦ ટકાથી વધારે મતદાન થયુ નથી. હાલમાં મેક્સીમમ મતદાનની ઝુંબેશ ચાલી રહી છે અને તેમાં જો તંત્ર સફળ રહ્યુ તો આ વખતની લોકસભા ચુંટણીમાં મતદાનનો રેકોર્ડ નોધાશે. મતદાન વધારવા માટે દરેક પક્ષ દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જો કે મતદાન વધારે થાય તો કોણે કેટલો ફાયદો થાય અને કોણે નુકસાન થાય તે અંગે પણ ગણતરીઓ થતી હોય છે.

ઉલ્લેખનીય છે કે વડોદરા લોકસભા બેઠક પર સૌથી વધારે મતદાન વર્ષ-૧૯૭૭માં યોજાયેલી લોકસભા ચુંટણીમાં નોંધાયુ હતું. આ ચુંટણીમાં ૬૯.૧૪ ટકા મતદાન થયુ હતુ આ ચુંટણીમાં કુલ ૫૯૫૭૨૪ મતદારો હતા જે પૈકી ૪૧૧૮૫૭ મતદારોએ મતદાન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે આ ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ફતેસીંહરાવ ગાયકવાડને ૫૪.૧૮ ટકા મતો મળતા તેઓ વિજયી બન્યા હતા જ્યારે તેમના પ્રતિસ્પર્ધી મનુભાઇ પટેલને ૪૪.૦૬ ટકા મતો મળ્યા હતાં.
વડોદરા લોકસભા બેઠકની અત્યાસ સુધી ૧૫ વખત ચુંટણી યોજાઇ છે જેમાં સૌથી ઓછુ મતદાન વર્ષ-૧૯૯૬ની ચુંટણીમાં નોંધાયુ હતું. આ વખતની ચુંટણી ખુબજ રસાકસીભરી રહી હતી. આ ચુંટમીમાં સૌથી વધુ ઉમેદવારોનો રેકોર્ડ પણ નોંધાયેલો છે જ્યારે સૌથી ઓછા મતદાનનો રેકોર્ડ પણ આ વર્ષની ચુંટણીમાંજ છે. વર્ષ-૧૯૯૬માં યોજાયેલી ચુંટણીમાં માત્ર ૩૧.૩૧ ટકા મતદાન થયુ હતું. વડોદરા બેઠક પર કુલ ૧ ૩, ૯ ૬, ૨૫૭ મતદારો પૈકી માત્ર ૪, ૩ ૭, ૨૩૬ મતદારોએ મતદાન કર્યુ હતું. ઉલ્લેખનીય છે કે આ રસાકરીભરી ચુંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સત્યજીતસિંહ ગાયકવાડનો માત્ર ૧૭ મતે વિજય થયો હતો તેમને ૧, ૩ ૧, ૨૪૮ જ્યારે તેમના પ્રતિસ્પર્ધી ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સુખડીયાને ૧, ૩ ૧, ૨૩૧ મતો મળ્યા હતાં.
ઉલ્લેખનીય છ ે કે આ વખતની ચુંટણીમાં તંત્ર દ્વારા અગાઉ ૯૦ ટકા મતદાનના ટાર્ગેટ સાથે કામ કરવામાં આવતુ હતુ ત્યારબાદ હવે મેક્સીમમ મતદાનના ટાર્ગેટ સાથે કામ કરવામાં આવી રહ્યુ છે. આ વખતની ચુંટણીમાં જો ૭૦ ટકા કરતા પણ વધુ મતદાન નોંધાયુ તો વડોદરા લોકસભા બેઠક માટે આ ચુંટણી મતદાનનો એક રેકોર્ડ બનશે. વર્ષ-૨૦૦૯માં યોજાયેલી ગત ચુંટણીમાં પણ ઓછુ એટલેકે માત્ર ૪૯.૦૨ ટકા મતદાન નોંધાયુ હતું. આમ અડધાથી પણ ઓછા મતદારોએ વડોદરાના પ્રતિનિધિ નક્કી કર્યા હતાં. અત્યાર સુધી યોજાયેલી પાંચ ચુંટણીમાં ૫૦ ટકા કરતા પણ ઓછુ મતદાન નોંધાયુ છે.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments