Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી બારડોલીથી લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે

Webdunia
શુક્રવાર, 7 ફેબ્રુઆરી 2014 (13:23 IST)
P.R
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી શનિવારે ગુજરાત ખાતે આવી રહ્યાં છે. સુરત શહેરથી 35 કિલોમીટરના અંતરે આવેલા બારડોલીમાં મુરારી બાપુ ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધશે. રાહુલ ગાંધી તે દિવસે સ્વરાજ આશ્રમની પણ મુલાકાત લેશે અને બપોર દરમ્યાન જનસભાને સંબોધશે.

ઉલ્લેખનીય છેકે ગુજરાત યુથ કોંગ્રેસ દ્રારા આયોજીત વિકાસ ખોજ પદયાત્રા 8મી ફેબ્રુઆરી, શનિવારે બારડોલી ખાતે પહોંચવાની છે. જ્યાં બપોરે બાર વાગ્યે યોજાયેલી જાહેરસભામાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી જનસભાને સંબોધશે.

18 મી જાન્યુઆરીએ અમદાવાદ સત્યાગ્રહ આશ્રમથી શરૂ થયેલી પદયાત્રાને કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ સંબોધી હતી. ભરૂચ ખાતે રાષ્ટ્રીય મહામંત્રી અને સોનિયા ગાંધીના રાજકીય સચિવ અહેમદ પટેલે માર્ગદર્શન આપ્યું હતું. અને તે સાથે આ પદયાત્રામાં તેઓ જોડાયા હતા.

નોંધનીય છેકે 23 દિવસની આ પદયાત્રા 9 લોકસભા બેઠકમાં ફરશે. અને 8 ફેબ્રુઆરીએ બારડોલી પહોચશે. જ્યાં રાહુલ ગાંધી જનસભાને સંબોધિત કરશે. અને 9મી ફેબ્રુઆરીએ સ્વરાજ આશ્રમ ખાતે પદયાત્રાનું સમાપન થશે.

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

Show comments