Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતની 7 બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્‍ચે જોરદારની ટક્કર

Webdunia
શનિવાર, 26 એપ્રિલ 2014 (14:22 IST)
ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકોની ચૂંટણીમાં સાત બેઠકો એવી છે કે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે બરાબરનો મુકાબલો છે, જયારે સર્વેના આધારે કહીએ તો ભાજપને ફાળે ૨૬માંથી ૧૯-૨૦ બેઠકો મળી શકે છે, જયારે કોંગ્રેસને ૬-૭ બેઠકોનો ફાયદો દેખાઇ રહ્યો છે. રાજયની તમામ બેઠકોમાં ૩૦મી એપ્રિલે મતદાન થવાનું છે.
 
   ભાજપના વડાપ્રધાનના ઉમેદવાર નરેન્‍દ્ર મોદી છેલ્લા સપ્તાહમાં જો ગુજરાતમાં જાહેરસભાઓ કરશે તો ચૂંટણી પરિણામોમાં ફરક પડી શકે તેમ છે તેવું ભાજપના પ્રદેશ એકમના નેતાઓનું માનવું છે. ઉત્તર ગુજરાતની ચારેય બેઠકો જીતવી મુશ્‍કેલ હોવાથી ભાજપે ઙ્કનરેન્‍દ્ર મોદી ઉત્તર ગુજરાતના પુત્ર છે અને તેઓ વડાપ્રધાન બનવાના છેઙ્ઘ તેવું સૂત્ર વહેતુ કર્યું છે. કોંગ્રેસના ઉમેદવારો ભાજપ કરતાં મજબૂત હોવાથી ભાજપને છેલ્લી દ્યડીએ સ્‍ટેટેજી બદલવી પડી છે.
 
   લોકસભાની ચૂંટણીમાં કાસ્‍ટ ફેક્‍ટર વધુ કામ કરે છે તેથી ઓછામાં ઓછી ૧૫ બેઠકો એવી છે કે જયાં પાર્ટી કે નેતા નહીં, કઇ જ્ઞાતિનો ઉમેદવાર છે તે જોવામાં આવે છે. ગુજરાતની છ બેઠકો કે જયાં ફાઇટ છે તેમાં મહેસાણા, અમરેલી, જૂનાગઢ, સુરેન્‍દ્રનગર, બારડોલી અને વલસાડનો સમાવેશ થાય છે. એક એ પણ સત્‍ય છે કે વલસાડમાં જે પાર્ટીનો ઉમેદવાર જીતે છે તે પાર્ટી દિલ્‍હીની ગાદી ઉપર શાસન કરે છે. ગુજરાતમાં મતદારોની સંખ્‍યામાં ધરખમ વધારો થયો છે તેથી આ વખતે મતદાનની ટકાવારી ઉંચે જવા સંભવ છે.
 
   ભારતના ચૂંટણી પંચની છેલ્લી મતદાર યાદી પ્રમાણે ગુજરાતની ૨૬ લોકસભા બેઠકોમાં ૪.૦૫ કરોડ મતદારો છે જે પૈકી ૨.૧૨ કરોડ પુરૂષ અને ૧.૯૩ કરોડ મહિલા મતદારો છે. રાજયમાં કુલ ૪૫૩૮૦ મતદાન મથકો છે જે પૈકી ૩૫ ટકા સંવેદનસીલ હોવાથી પુરતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવનાર છે. આ સપ્તાહમાં દેશના ટોચના લિડરોની સભાઓનું ગુજરાતમાં આયોજન કર્યું હોવાથી ચૂંટણીનો ધમધમાટ હવે શરૂ થશે. દેશના વિવિધ વિસ્‍તારોમાં જાહેર સભાઓ ગજવતા મોદી માટે ભાજપે પણ રિક્‍વેસ્‍ટ કરી છે. ભાજપે ગુજરાતમાં ૨૬-૦૦નો ટારગેટ રાખ્‍યો છે.
 
   ગુજરાતમાં નરેન્‍દ્ર મોદી વડોદરાની પ્રતિષ્ઠિત બેઠક ઉપરથી ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ ઉત્તરપ્રદેશમાં વારાણસીથી પણ લડે છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જેમ તેઓએ બે બેઠકો પર ઝૂકાવ્‍યું છે. ગુજરાતમાં મોદી સામે કોંગ્રેસના મધુસુદન મિષાી ઉભા છે. સાંબરકાંઠાની બેઠક ઉપર વિપક્ષના નેતા શંકરસિંહ વાદ્યેલા મેદાનમાં છે. ખેડા, આણંદ અને બારડોલી બેઠક ઉપરથી અનુક્રમે દિનશા પટેલ, ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરી ઉભા છે, આ ત્રણેય સાંસદો કેન્‍દ્રની કેબિનેટમાં મંત્રી છે. એ ઉપરાંત ગાંધીનગરથી લાલકૃષ્‍ણ અડવાણી અને અમદાવાદથી ફિલ્‍મસ્‍ટાર પરેશ રાવલે ઉમેદવારી કરી છે.
 
   રાજયની ૨૬ બેઠકોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્‍ચે મુખ્‍ય મુકાબલો છે પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીનું આક્રમણ હોવાથી આ પાર્ટી ઉમેદવારની હાર-જીતની શક્‍યતાઓને બદલી શકે છે. રાજયની સાત બેઠકોમાં આ પાર્ટી અસર કરી શકે છે. ૨૦૦૯ની  છેલ્લી લોકસભા ચૂંટણીમાં ૫૦ ટકા કરતાં ઓછા મતદાનમાં ભાજપને ૧૫ અને કોંગ્રેસને ૧૧ બેઠકો મળી હતી, ૨૦૧૪માં મતદાનની એવરેજ ૬૫ થી ૭૦ ટકા મતદાનની શક્‍યતા હોવાથી ચૂંટણી જંગમાં ભાજપને ફાયદો છે.
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments