Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ કેન્દ્રમાં સત્તા ટકાવી રાખવા ગમે તે કરવા તૈયાર

Webdunia
શનિવાર, 26 એપ્રિલ 2014 (11:27 IST)
દેશભરમાં મોદી તરફી લહેર અને તમામ ઓપિનીયન પોલમાં ભાજપના નેતૃત્‍વ હેઠળની સરકાર રચાવાના ઉજળા સંજોગો બહાર આવતા કોંગ્રેસ ખળભળી ઉઠી છે અને તેણે હવે ગમે તેમ કરીને મોદીને સત્તાના સિંહાસનથી દુર રાખવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. કોંગ્રેસ પક્ષ મોદીને રોકવા માટે નોન એનડીએ ગઠબંધન સાથે જોડાવા, તેને ટેકો આપવા અને નેતૃત્‍વમાં પણ બાંધછોડ કરવા તૈયાર હોવાનું જાણવા મળે છે. હજુ ૧૯૬ બેઠકો માટેની ચૂંટણી બાકી છે. કોંગ્રેસ હજુ હાર માનવા તૈયાર નથી અને તે અત્‍યારથી ચૂંટણી પછીના સમીકરણો ઉપર પણ પોતાનુ ધ્‍યાન કેન્‍દ્રીત કરી રહી છે.
 
   કોંગ્રેસ ચૂંટણી પછી ‘ફલેકસીબલ' રહેવા માંગે છે. તે ચૂંટણી પછી નોન એનડીએ ગઠબંધનની રચનાને ટેકો આપશે અથવા તો તે માટે ભાગીદાર પણ બનશે. કોંગ્રેસની ગણતરી છે કે, મોદી ર૭રના જાદુઇ આંકડા સુધી એનડીએને પહોંચાડી નહી શકે અને તેઓ રર૦ થી ર૩૦ બેઠકો મેળવશે. આ સંજોગોમાં જો કોંગ્રેસને ૧૪૦ની આસપાસ બેઠકો મળે તો તે ર૦૦૪માં જે રીતે થયુ હતુ તે રીતે ગઠબંધન માટે આગળ આવશે પરંતુ પક્ષ લીડરશીપના મામલે ફલેકસીબલ રહેશે એટલે કે તે બાંધછોડ કરશે. કોંગ્રેસ મોદી કરતા પ્રાદેશિક પક્ષોને વધુ મહત્‍વ આપશે. કોંગ્રેસના ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ છે કે, ટોપ પોસ્‍ટ માટે તેણે કોઇ વિચાર નથી કર્યો.
 
   મહત્‍વની વાત એ છે કે છઠ્ઠી એપ્રિલે જયારે પ્રથમ તબક્કાનું મતદાન થયુ તે પહેલા સંરક્ષણ મંત્રી એ.કે.એન્‍ટનીએ કહ્યુ હતુ કે, ભાજપને સત્તાથી દુર રાખવા માટે અને યુપીએ-૩ની રચના માટે ડાબેરીઓએ પોતાની વિચાર સરણી બદલાવીને સરકારમાં તે વખતે ભાગીદાર બનવુ જોઇએ. તેમણે કહ્યુ હતુ કે ચૂંટણી પછી અનેક સમીકરણો બદલાશે.
 
   અત્‍યારે જે લોકો કોંગ્રેસ સાથે હાથ મીલાવવા તૈયાર નથી તેઓ ચૂંટણી પછી ભાજપને સત્તાથી દુર રાખવા માટે કોંગ્રેસ સાથે હાથ મિલાવશે. જો કે તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસ ત્રીજા મોરચાને ટેકો નહી આપે.  કોંગ્રેસને સપા, બસપા, અન્‍ના ડીએમકે સહિતના પક્ષો ઉપર ભરોસો છે. કોંગી નેતાઓ માને છે કે, ર૦૦ જેટલા નોન એનડીએ અને નોન યુપીએ સાંસદો એકઠા થઇને મોદીને રોકશે. 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments