Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેશુભાઈ પટેલ પણ તેમની વિસાવદરની બેઠક છોડી દે તેવી શક્યતા

Webdunia
સોમવાર, 3 ફેબ્રુઆરી 2014 (12:33 IST)
P.R
છેલ્લા કેટલાક વર્ષો સુધી નિષ્ક્રિય રહ્યાં બાદ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે તેમના જૂના સાથીઓને સથવારે ડિસેમ્બર-૨૦૧૨ની ચૂંટણીમાં ગુજરાત પરિવર્તન પાર્ટી (જીપીપી) રચીને ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. તે વખતે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્દ મોદી અને ભાજપની સામે રીતસર મોરચો માંડ્યો હતો પરંતુ તેઓ પોતે વિસાવદરની બેઠક પરથી અને તેમના સાથી ધારીની બેઠક પરથી જીત્યા હતા તે સિવાય તેઓ ઝાઝુ ફાવ્યા ન હતા. ધારીના સભ્ય નલીન કોટડિયા તો ભાજપના બાથમાં ભિડાઈ ચૂક્યાં છે પણ હવે કેશુબાપાના આશિર્વાદ સાથે તેમના જ પુત્ર ભરત પટેલ પણ ભાજપમાં જોડાઈ ગયો છે ત્યારે હવે ચર્ચા એ જાગી છે કે, જીપીપીના અધ્યક્ષ પદને છોડનાર કેશુભાઈ પટેલ પણ થોડાક સમયમાં તેમની વિસાવદરની બેઠક છોડી દે તેવી શક્યતા નકારી શકાતી નથી.

એક સમયમાં કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્દ મોદી, સુરેશ મહેતા, કાશીરામ રાણા, સૂર્યકાંત આચાર્ય સહિતના સંખ્યાબંધી અગ્રણીઓની ભાજપમાં ધાક વાગતી હતી. ગુજરાતના રાજકારણામાં ૧૯૯૦થી તેમણે કોંગ્રેસને પડકારી હતી. છેવટે, ૧૯૯૫માં પ્રથમવાર કેશુભાઈના નેતૃત્વમાં ભાજપની સરકાર શાસનમાં આવી હતી પરંતુ શંકરિસંહ વાઘેલાના બળવા બાદ કેશુભાઈની સરકાર ઘર ભેગી થઈ હતી. વળી, ૧૯૯૮માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કેશુભાઈની સરકાર ફરીથી શાસનમાં આવી હતી પરંતુ આ વખતે અડવાણીનો સથવારો મેળવીને નરેન્દ્દ મોદી, કેશુભાઈને હાંસિયામાં હડસેલીને ૨૦૦૧માં મુખ્યમંત્રી થઈ ગયા. જોકે,ભાજપને ગુજરાતમાં મજબૂત કરવા પાછળ અન્ય કેટલાક પાયાના નેતાઓની સાથે કેશુભાઈની ભૂમિકા હળવી તો ન જ હતી પરંતુ કમ-ભાગ્યે તેમને હિસ્સે શાસનના હિસ્સો કોઈને કોઈ ઝૂટવી ગયા છે.

ડિસેમ્બર-૨૦૧૨માં ગુજરાત વિધાનસબાની ચૂંટણી યોજાઈ તે અગાઉ કેશુભાઈ જે રીતે સક્રિય થયા હતા અને તેજાબી પ્રવચનો કરવા માંડ્યાં હતા. તેનાથી એક સમયે તો ભાજપ પણ ભયભિત જણાયું હતું.પરંતુ ચૂંટણીમાં જીપીપીની પીપૂડી ના વાગી અને કેશુભાઈ ફરીથી રાજકારણની સક્રિયતાથી અલ્પિત થઈ ગયા હતા. દરમ્યાનમાં ભરત પટેલ ભાજપમાં જોડાઈ ગયો. તેમને ભાજપમાં ભારે માનતાનથી આવકારાયા હતા. કારોબારીની બેઠકમાં પણ સ્થાન મળ્યું છે.લોકસભાની જે ચૂંટણી વ્યવસ્થા સમિતિ રચાઈ છે તેમાં પણ ભરત પટેલને સ્થાન અપાયું છે. પરિણામ સ્વરુપે હને એમ ચર્ચાતું થયું છે કે, ભરત પટેલને વિધાનસબા કે લોકસભાની ટિકિટ પણ જરુર અપાશે.

આ માટે આંતરિક સૂત્રો એવો સંકેત આપી રહ્યાં છે કે,ભરત પટેલના બાજપમાં જોડાયા બાદ કેશુભાઈ ઉપરથી તેમના જ સાથીઓને ખાસ વિસ્વાસ રહ્યો નથી એટલે યેનકેન પ્રકારેણ તેમની પાસેથી જીપીપીનું અદ્યક્ષ પદ પણ લઈ લેવાયું છે.તેના કારણમાં સ્વાભાવિકપણે જ કેશુભાઈની નાદુરસ્ત તબિયતના આગળ ધરાઈ છે ત્યારે હવે નાદુરસ્ત રહેતાં કેશુભાઈ પટેલ ટૂંક સમયમાં જ તેમની વિસાવદરની બેઠક પરથી રાજીનામું ધરી દેશે અને તેની પેટા ચૂંટણી જ્યારે થશે ત્યારે ભાજપ તરફથી આ બેઠક પરથી કેશુભાઈના પુત્ર ભરત પટેલને જ ટિકિટ અપાય તેવી ચર્ચા ચાલી રહી છે.રાજકારણમાં આવી ઘટનાઓ ઘટવાની હોય ત્યારે જે તે સંબંધિતો દ્વારા તેનો આક્રમકતાથી વિરોધ કરાય છે અને જ્યારે તે ઘટના પોતાની તરફેણમાં ઘટી જાય છે ત્યારે ઘીના ઠામમાં ઘી પડ્યું એમ કહીને હાસ્ય લહેરાવી દેવાય છે.

એવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. તાજેતરમાં લાઠીના ધારાસબ્ય બાવકું ઉંધાડે તેમની બેઠક પરથી રાજીનામું આપીને તેઓ બાજપમાં જોડાઈ ગયા છે એટલે તેમની બેઠક ખાલી થઈ છે. રાપરના ભાજપના ધારાસબ્યનું તાજેતરમાં જ અવસાન થયું છે એટલે આ બેઠક પણ ખાલી થઈ છે. હવે જ્યારે આ બેઠકો પર પેટા ચૂંટણીની શક્યતા નજીક જણાશે અને ભારત પટલેને ટિકિટ આપવાનું આખરી થઈ જશે કે તરત જ કેશુભાઈ પોતાની નાદુરસ્ત તબિયતનું કારણ આપીને વિસાવદરની બેઠક પરથી રાજીનામું આપીને રાજકીય નિવૃત્તિ લઈ લે તેવી સંભાવના નકારી શકાય તેમ નથી.

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

Show comments