rashifal-2026

અસલી અને નકલી ભાજપા વચ્ચે છે અસલી જંગ - જસવંત સિંહ

Webdunia
શનિવાર, 22 માર્ચ 2014 (16:03 IST)
W.D
બાડમેરથી ટિકીટ ન મળતાં નારાજ થયેલા ભાજપના વરિષ્ઠ નેતા જસવંત સિંહ પાર્ટી સાથે છેડો ફાડવાની તૈયારી દાખવી રહ્યાં છે. દિલ્હીથી જોધુપર રવાના થયા થયા બાદ આજે તેઓ જોધુપર રાત્રિ રોકાણ કરશે જે દરમ્યાન તેઓ રાજપૂત નેતાઓ અને સમર્થકોને મળશે. કાલે સવારે તેઓ બાડમેર માટે રવાના થશે.

જોધુપરથી જેસલમેરના રસ્તે તેઓ બાડમેર માટે નીકળશે. જે દરમ્યાન તેઓ રોડ શો પણ કાઢશે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, જસવંત સિંહ 24મી માર્ચે જસવંત સિંહ બાડમેરમાં જનસભા કરશે અને પછી અપક્ષ તરીકે ઉમેદવાર તરીકે નામાંકન દાખલ કરશે. બાડમેરની રેલી દરમ્યાન જ જસવંત સિંહ ભાજપથી અલગ થવાની ઘોષણા કરશે.

જસવંત સિંહ જ્યારે જોધપુર પહોંચ્યા ત્યારે મીડિયાએ તેમની સાથે એરપોર્ટ પર વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું કે ભાજપ બે ભાગમાં વહેચાઈ ગઈ છે. એક અસલી ભાજપ છે અને બીજી તરફ નકલી અસલી ભાજપ પર બહારના લોકોએ દબાવ બનાવી લીધો છે.

અપક્ષ ઉમેદવારી સંદર્ભે પૂછાયેલા સવાલનો તેમણે ઈન્કાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તમે વાતોનો અર્થ સમજી શકો છો.

બાડમેરથી ટિકીટ ન આપવાના સંદર્ભે ભાજપે અલગ દલીલ કરી છે. રાજસ્થાનની વસુંધરા રાજેએ જયપુરની એક રેલીમાં કહ્યું કે પાર્ટીમાં નેતા ઘણા છે પરંતુ કાર્યકર્તાઓને ટિકીટ આપવામાં આવી છે. જસવંત સિંહને ટિકીટ ન આપવાના મામલે ઈશારો કરતો વસુંધરા રાજેએ કહ્યું કી ક્યારેક કડવી દવા પણ પીવી પડે છે. તો બીજી તરફ ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહના મતે પાર્ટી જસવંત સિંહની પ્રતિભાનો સંપૂર્ણ ઉપયોગ કરશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

How to Make Makka Roti - મકાઈની રોટલી બનાવવાની સરળ રીત, ન તો ફાટશે અને ન તો તૂટશે.

Winter Kitchen Hacks: શું ઠંડીમાં શાકભાજીની ગ્રેવી ઝડપથી ઘટ્ટ થઈ જાય છે? બમણી સ્વાદ માટે આ સરળ નુસખા અજમાવો

Hair Conditioner: માત્ર શેંપૂ કરવાથી કામ નહી ચાલે, આ સ્ટેપ છોડવાની ભૂલ ન કરવી

ફક્ત એક અઠવાડિયુ ખાવ ઈસબગોલ, તમને થશે આ અગણિત ફાયદા

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

વધુ જુઓ..

નવીનતમ

પ્રભાસની અભિનેત્રી પર 'ગીધો' ની જેમ તૂટી પડ્યુ પુરૂષોનુ ટોળુ, Nidhi Agarwal નો 31 સેકંડનો વીડિયો તમને કંપાવી દેશે

ગુજરાતી જોક્સ - ઇન્ટરવ્યૂમાં મિત્રતા

ગુજરાતી જોક્સ - એક એવી વાત

Chitrakoot- ચિત્રકૂટ જોવાલાયક સ્થળો

ગુજરાતી જોક્સ - બળદને ગાય

Show comments