કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે અમેઠી લોકસભા ચૂંટણી માટે ત્રીજી વાર ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. રાહુલ ગાંધી આજે બપોરે અંદાજે 12.30 કલાકે અમગઠ આવ્યા હતા. અને ત્યાથી રોડ શૉ શરૂ કર્યો હતો. રાહુલ ગાંધીનાં સ્વાગત માટે સમગ્ર અમેઠી માર્ગ પર ઉમટી પડ્યુ હતુ. રોડ શૉમાં રાહુલની સાથે બહેન પ્રિયંકા ગાંધી અને માતા સોનિયા ગાંધી હાજર હતા. અમેઠીમાં 7 મેનાં રોજ મતદાન થશે.
રાહુલ ગાંધીએ અંદાજે 40 કિલોમીટરનો રોડ શૉ કર્યો હતો. રાહુલ ગાંધી અમેઠી બેઠક પરથી ત્રીજી વાર ચૂંટણી લડી રહ્યા છે. રાહુલનાં સ્વાગત માટે જોરદાર તૈયારી કરવામાં આવી હતી. જ્યારે કાર્યકર્તાઓમાં ભારે જોવા મળ્યો હતો.
ઉમેદવારી પત્ર ભર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ પોતાના 10 વર્ષનાં કામકાજનો ઉલ્લેખ કરતા કહ્યુ કે મેં 10 વર્ષમાં અમેઠી માટે ઘણુ કામ કર્યુ છે. અને આવનારા વર્ષોમાં પણ વિકાસ માટે કામ કરતો રહીશ. રાહુલે કહ્યુકે અમેઠી સાથે મારો પારિવારિક સંબંધ છે. અને મને વિશ્વાસ છે કે અમેઠીની જનતા મને જીતાડશે.
ઓપિનિયન પોલ અંગે રાહુલ ગાંધીએ કહ્યુ કે વર્ષ 2004 અને 2009માં ઓપિનિયન પોલ ખોટા પડ્યા હતા.
જ્યારે પત્રકારોએ રાહુલ ગાંધીને ગઇ કાલે ભાજપનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદી અંગે કરવામાં આવેલી ટિપ્પણી અંગે પૂછ્યુ તો રાહુલે કહ્યુ કે મે કોઇ પર્સનલ હુમલો નથી કર્યો. મે માત્ર સોંગદનામામાં આટલા વર્ષો બાદ પ્રથમ વાર મોદી દ્વારા પત્નીનાં નામનો ઉલ્લેખ કરવા અંગે નિવેદન આપ્યુ હતુ.
નોંધનીય છે કે ગઇ કાલે રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે જે પોતાની પત્નીને અધિકાર નથી આપી શકતા, તે મહિલાઓને કઇ રીતે સુરક્ષા આપશે.
જો કે અમેઠીમાં આ વખતે હાઇ પ્રોફાઇલ મુકાબલો છે. આમ આદમી પાર્ટીનાં નેતા કુમાર વિશ્વાસ મેદાનમાં છે. જ્યારે ભાજપે સ્મૃતિ ઇરાનીને ટિકીટ આપી છે.