Webdunia - Bharat's app for daily news and videos

Install App

આપણે માતૃભૂમિની સેવા માટે છીએ તેના પર કૃપા કરવા માટે નહી - મોદી

Webdunia
મંગળવાર, 20 મે 2014 (12:11 IST)
- આજે આપણે આપણે કારણે નથી આજે આપણે અનેક લોકોની તપસ્યાનુ પરિણામ છે.. એ પાંચ પેઢીઓની તપસ્યાનુ ફળ છે. ભાજપના સંગઠની તાકતનો વિજય છે એ જ આપણે માટે સર્વોપરી છે. .. તમે બધાએ મને એક નવી જવાબદારી આપી છે હુ કોશિશ કરીશ કે તમારી અપેક્ષાઓને નીચા જોવાનો વારો નહી આવવા દઉ.. 

- મોદી જે તમને દેખાય એનો મતલબ એવો નથી મોદી બહુ મોટો છે પણ એટલા માટે કે મારા પાર્ટીના લોકોએ મને તેમના ખભા પર બેસાડ્યો છે એટલે દેખાય છે. આજે આપણે જે મેળવ્યુ એ પાંચ પાંચ પેઢી  ગઈ પછી મેળવ્યુ છે. એવા અંધવિસ્વ્હાસમા ન રહેશો કે હુ ન હોત અને બીજા કોઈને આ જવાબદારી આપી હોત તો આપણે ન જીત્યા હોત્.  

- ભાઈઓ બહેનો ચૂંટૃણી પરિણામોને સકારાત્મક રૂપે જોવય રહી છે. જે પહેલો સંદેશ જાય છે એ વિશ્વમાં ભારતની આબરૂ વધારે છે. દેશના કોટિ કોટિ લોકોએ વિશ્વના સામે ભારતનુ માથુ ઉપર કરવાની ક્ષણ આપી છે.  અને હવે દેશ જ્યા લોકોના મનમાંનિરાશા છે તેમના આશા જાગી છે. એવી જ આશા વિશ્વમાં જાગી છે  

- ભાઈઓ બહેનો આ ચૂંટ્ણી નવી આશાની ચૂટણી છે. હુ મારા વરિષ્ઠ નેતાઓના માર્ગદર્શન હેઠળ મારી જવાબદારી પુર્ણ કરીશ. જ્યારે આપણે 2019માં આપણે મળીશુ ત્યારે હુ તમને અને મારા દેશવાસીઓને મારુ રિપોર્ટકાર્ડ આપેશ આ સરકાર ગરીબોને સમર્પિત છે. . જે લોકો કઈ કરવાના ઈરાદાથી બેસ્યા છે. 2015 અને 2016 માં પંડિત ઉપાધ્યાયની પુણ્યતિથિ આવી રહી છે. અત્યારથી જ 2015-16 પંડિત દિનદયાલ ઉપધ્યાયના જીવનમાં વિચારોની તાકત શુ હતી તેના આધારે ચાલીશુ.  


- દુનિયામાં કયો એવો દેશ હશે જેમા 6 ઋતુ હોય. એ આપણો જ દેશ છે. અહીના લોકો બહાર જાય છે તો દેશનુ નામ કમાવે છે. તેમને બસ તક મળવી જોઈએ. આ ચૂંટણીમાં બે વાતો પર આપણે બહુ બળ આપ્યો. એ છે સૌનો સાથ સૌનો વિકાસ ..  સૌના વિકાસ માટે સૌનો સાથ એટલો જ અનિવાર્ય છે.  

- આપણને સમયના ક્ષણે ક્ષણે આશાનો સંચાર કરી શકીએ છીએ. સકટ આવે છે. 2001માં જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો તો આખી દુનિયાને એવુ લાગતુ હતુ કે હવે ગુજરાત ખતમ પણ આજે ગુજરાત દોડવા માડ્યુ. આ આશાનુ ઉદાહરણ છે. નિરાશા છોડવી પડશે. કોણ કહેશે કે દુનિયાનુ આટલુ મોટુ લોકતંત્ર અને જાગૃત લોકતંત્ર.. જો સવાસો કરોડ દેશવાસીઓ આ નિર્ણય કરે તો દેશ ક્યાનો ક્યા પહોંચી જશે.   


- આપણને દેશ માટે જીવવાનો સમય મળ્યો છે. આપણે ભલે આઝાદી મેળવાવા માટે કશુ ન કરી શક્યા પણ આઝાદ હિન્દુસ્તાનમાં જન્મેલા આપણે એક સંકલ્પ લેવો જોઈએ કે આપણે દેશ માટે જીવીશુ. 

- જ્યારે ગુજરાતમાં અમે જીત્યા હતા અને મારા મોઢામાંથી એક વાત નીકળી હતી કે હમ ચલે યા ન ચલે દેશ ચલતા રહે... અને આજે આપણે આજે આટલી મોટી સંખ્યામાં .જેનો મતલબ છે દેશ ચાલી નીકળ્યો છે આપણે ચાલીએ કે નહી. આ ઉત્સવ તો ચાલતો રહેશે પણ હવે જવાબદારી પુરી કરવાનો સમય આવ્યો છે. આઝાદ હિન્દુસ્તાનમાં જન્મેલા વ્યક્તિઓની પહેલી સરકાર બનશે. 

- જો દેશની જનતાએ હમ પાર્લામેંટ બનાવી હોત તો આપણે કહી શકત કે સરકાર પ્રત્યે માત્ર ગુસ્સાનુ કારણ હતુ પણ ભાજપને સંપૂર્ણ બહુમત આપવાનો મતલબ છે લોકોએ આશા અને વિશ્વાસને મત આપ્યો છે. ચૂંટની આશાની ચૂંટણી છે અને એજ રીતે લોકોકે વોટિંગ કર્યુ છે.  

- હુ ક્યારેય એવુ નથી વિચારતો કે જૂની સરકારે કશુ કર્યુ નથી. દેશ આઝાદ થયો ત્યારથી બનેલી સરકારે દેશની સેવા કરી છે. પોતાની રીતે દેશની સેવા કરવાનો પ્રયત્ન કર્યો છે. દેશને આગળ વધાર્યો છે. આપણા બધાની જવાબદારી છે કે આપણે સારાપણાને લઈને આગલ વધીએ અને દેશને કશુ આપીને જઈએ. જો આપના મનમાં આ ભાવ રહેશે તો દેશવાસીઓને ક્યારેય નિરાશ થવાનો વારો નહી આવે.  


- તેથી દીકરો ક્યારેય માતા પર કૃપા નથી કરી શકતો .. પુત્ર ફક્ત સેવા કરી શકે છે. કૃપા તો પાર્ટીએ કરી છે કે મને આટલી મોટી સેવા કરવાની તક આપી છે. 

- અડવાણીએ કહ્યુ કે નરેન્દ્ર ભાઈએ કૃપા કરી હુ કહુ છુ કે તેઓ આ શબ્દ ઉપયોગ ન કરે ..  શુ માની સેવા ક્યારેય કૃપા હોઈ શકે છે. ક્યારેય નહી જેમ ભારત મારી મા છે એમ જ ભાજપા પણ મારી માતા છે.  

- મે રેલીઓમાં જોયુ કે જેમના શરીર પર એક જ વસ્ત્ર હતુ પણ ખભા પર  ભાજપનો ઝંડો હતો. આ તખ્તો કેટલી આશાઓ લઈને આપણી પાસે આવ્યો છે. આપણી પાસે તેમના સપના પુરા કરવાનુ સપનુ છે.  

- તેથી નવી સરકાર દેશના ગરીબોને સમર્પિત છે. દેશના યુવાઓને સનમાનિત છે. અને માન સન્માન માટે તરસતી આપણી માતા બહેનોને સમર્પિત છે. આ સરકાર બધા સમાજના બધા વંચિતો માટે છે. આપણા સૌની એ જવાબદારી છે કે આપનને ગરીબ લોકોએ જ અહી મોકલ્યો છે. 

- લોકતંત્ર પ્રત્યે તેની આસ્થા વધી છે. ભાઈઓ બહેનો સરકાર કોણે માટે હુ સ્પષ્ટ માનુ છુ એક સરકાર એ હોય જે ગરીબો માટે વિચારે ગરીબોનું સાંભળે  ଒
આ લોકંત્રની તાકત  જુઓ કે આજે ગરીબથી ગરીબ નાગરિક આજે અહી આવીને ઉભો રહી શકે છે.  


- હુ જ્યારે અમદાવાદમાં ગયો ત્યારે લોકોએ પુછુ કે શુ તમે થાક્યા નથી. મે કહુ નહી મને જે જવાબદારી મને સોંપી છે તે મારે પુરી કરવાની છે. હુ દિલ્હી તેમની પાસે ગયો. અને એક ડિસિપ્લીન સોલઝરની જેમ મે રિપોર્ટ કર્યો મે કહ્યુ મે જે કામ તમે મને સોપ્યુ તે હુ પુરૂ કરવાનો પ્રયત્ન કર્યો છે પણ એક કામ હુ ન કરી શક્યો એ મારી તરફ જોતા રહ્યા. હુ આટલા દિવસથી દોડી રહ્યો છુ પણ 9 મે ના રોજ આટલા બધા કાર્યક્રમોમાં મને એક કામ કેંસલ કરવો પડ્યો. એ એ માટે કે મારે એક કાર્યકર્તાના મૃત્યુને કારણે મને કેંસલ કરવુ પડ્યુ. 

- આદરણીય રાજનાથજીની અધ્યક્ષતામાં મારે માટે જવાબદારીપૂર્ણ કાર્ય સોપ્યુ. 15 સપ્ટેમ્બરથી મે મારુ કામ શરૂ કર્યુ અને પૂરી રીતે મનમાં એક કાર્યકરતાના ભાવથી જ્યારે સંગઠન જવાબદારી આપે છે તો શરીરનું પ્રત્યેક કણ તેને પુરૂ કરવામાં કોઈ કસર નથી છોડી તેથી હુ 15 મેથી એક પરિશ્રમ શરૂ કર્યો અને 10 મે સુધી તેને અવિરત ચાલુ રાખ્યો  

- તેમના આશીર્વાદ સદા અમારી પર રહ્યા છે અને બન્યા રહેશે.ભાઈઓ બહેનો આ લોકતંત્રનુ મંદિર છે અને આપણે બધા લોકતંત્રના આ મંદિરમાં બેસીને પૂરી પવિતત્રાથી પદ માટે નહી સવાસો કરોડ દેશ વાસીઓની આશાઓને સમેટીને બેસ્યા છે તેથી પદભાર જીવન બહુ મોટી વાત હોય છે એવુ ક્યારેય માન્યુ નથી પણ કાર્યભાર જવાબદારી એ સૌથી મોટી વાત છે અને આપણે તેને પરિપૂર્ણ કરવા માટે પોતાની જાતને સજ્જ અને સમર્પિત કરવી પડશે. 

- હુ વિશેષ રૂપે અડવાણી અને રાજનાથનો આભારી છુ. હુ વિચારી રહ્યો હતો કે અટલજીનો સ્વાસ્થ્ય સારુ હતુ તો આજે  તેઓ અહી હોતા તો સોને પે સુહાગા થઈ જતુ.  

- શ્રદ્ધેય અડવાણીજી શ્રીમાન રાજનાથજી ભાજપના બધા આદરણીય મુખ્યમંત્રી અને નવા ચૂટાયેલાબધા સાંસદ ભાઈઓ અને બહેનો... હુ તમારા સૌનો આભારી છુ કે તમે સર્વસંમત્તિથી આ નવી જવાબદારી આપી છે. 
- મોદી મંચ પર સંબોધન કરવા આવી રહ્યા છે.  
- આજે હુ ખૂબ જ પ્રસન્ન છુ કે મોદીને આજે એક ઐતિહાસિક તક મળી છે આ સાથે અમારા સૌ સાંસદોની જવાબદારી વધી ગઈ છે. 
- અડવાણીએ કહ્યુ કે હુ ખૂબ જ ભાવુક છુ મને આ પહેલા જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભાવુક થયો હતો 
- મુરલી મનોહર જોશીએ અડવાણી દ્વારા મુકવામાં આવેલ સમર્થન કર્યુ 
- અડવાણીએ પીએમ પદ માટે મોદીના નામનો પ્રસ્તાવ મુક્યો 
- અડવાણીએ કહ્યુ કે તેઓ પાર્ટી તરફથી મોદીના નામનો પ્રસ્તાવ મુકીશ 
- રાજનાથ સિંહે કહ્યુ એક આ ઐતિહાસિક ક્ષણ છે. 
- નરેન્દ્ર મોદી પાર્લિયામેંટના સેટ્રલ હોલમાં પહેલીવાર પહોંચ્યા છે અને જોઈએ પહેલીવારમાં જ તેઓ ભાજપા સંસદીય દળના નેતા બનવાના છે. 
- મંચ પર મોદી સાથે વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને રાજનાથ સિંહ હાજર છે. 
- મોદી સંસદ ભવનની સીડીયો પર માથુ ટેક્યુ 
- સંસદ પહોંચ્યા મોદી. સેટ્રલ હોલમાં અડ્વાણીના પગે પડ્યા 
 

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

Show comments