Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશજીના આ 3 મંત્ર જે 7 દિવસમાં તમારુ નસીબ બદલી નાખશે

Webdunia
બુધવાર, 20 ઑગસ્ટ 2014 (18:16 IST)
જ્યારે જીવનમાં ચારે બાજુ સંકટ હોય અને તેમાથી બહાર નીકળવાનો કોઈ માર્ગ ન દેખાય તો ગૌરીપુત્ર ગજાનનની આરાધના તરત જ ફળ આપે છે. ભગવાન ગણેશની સાત્વિક સાધનાઓ એકદમ સરળ અને પ્રભાવી હોય છે. જેમા વધુ વિધિ વિધાનની પણ જરૂર નથી હોતી ફક્ત મનમાં ભાવ હોવા માત્રથી ગણેશ પોતાના ભક્તને દરેક સંકટમાંથી બહાર કાઢે છે અને સુખ સમૃદ્ધિનો માર્ગ બતાવે છે. 
 
ગણેશ ગાયત્રી મંત્ર 
 
ॐ एकदन्ताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो बुदि्ध प्रचोदयात।।
 
આ ગણેશ ગાયત્રી મંત્ર છે. આ મંત્રનો રોજ શાંત મનથી 108 વાર જાપ કરવાથી ગણેશજીની કૃપા થાય છે. સતત 11 દિવસ સુધી ગણેશ ગાયત્રી મંત્રનો જાપ કરવાથી વ્યક્તિના પૂર્વ કર્મોનુ ખરાબ ફળ ખતમ થઈ જાય છે અને ભાગ્ય તેની સાથે થઈ જાય છે. 
 
તાંત્રિક ગણેશ મંત્ર 
 
ॐ ग्लौम गौरी पुत्र, वक्रतुंड, गणपति गुरू गणेश।
ग्लौम गणपति, ऋदि्ध पति, सिदि्ध पति। मेरे कर दूर क्लेश।।
 
આમ તો આ એક તાંત્રિક મંત્ર છે જેની સાધનામાં કેટલીક ખાસ વસ્તુઓ પર ધ્યાન આપવુ પડે છે. પણ રોજ સવારે મહાદેવજી, પાર્વતીજી અને ગણેશજીની પુજા કર્યા બાદ આ મંત્રનો 108 વખત જાપ કરવાથી વ્યક્તિના સમસ્ત સુખ-દુખ તરત જ ખતમ થઈ જાય છે. પણ આ મંત્રના પ્રયોગના સમયે વ્યક્તિને પુર્ણ સાત્વિકતા રાખવાની હોય છે અને ગુસ્સો, માંસ, મદિરા પરસ્ત્રી સાથે સંબંધોથી દૂર રહેવાનુ હોય છે. 
 
ગણેશ કુબેર મંત્ર 
 
ॐ नमो गणपतये कुबेर येकद्रिको फट् स्वाहा।
 
જો વ્યક્તિ પર ખૂબ જ કર્જ વધી ગયુ હોય અને આર્થિક મુશ્કેલીઓ વારંવાર પરેશાન અને દુખી કરવા માંડે ત્યારે ગણેશજીની પૂજા કર્યા પછી ગણેશ કુબેર મંત્રનો નિયમિત રૂપે જાપ કરવાથી વ્યક્તિનુ કર્જ ભરપાઈ કરવાની શરૂઆત થઈ જાય છે અને ધનના નવા સ્ત્રોત પ્રાપ્ત થાય છે જેનાથી વ્યક્તિનું ભાગ્ય ચમકી ઉઠે છે. 
 

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments