Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi 2021 : જાણો ગણેશ સ્થાપનાના શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Webdunia
શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (07:58 IST)
ગણેશ ચતુર્થી પૂજા વિધિ (Ganesh Chaturthi Puja Vidhi in Gujarati): નારદ પુરાણ મુજબ ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીના રોજ વિનાયક વ્રત કરવુ જોઈએ. આ વ્રત (Ganesh Chaturthi Vrat Vidhi)કરવાના કેટલાક નિયમો છે જે નિમ્ન પ્રકારના છે. 
 
- આ વ્રતમાં આવાહ્ન, પ્રતિષ્ઠાપન, આસન સમર્પણ, દીપ દર્શન વગેરે દ્વારા ગણેશ પૂજા કરવી જોઈએ. 
- પૂજામાં દુર્વાનો સમાવેશ જરૂર કરો. 
- ગણેશજીના વિવિધ નામો સાથે તેમની આરાધના કરવી જોઈએ. 
- નૈવૈદ્યના રૂપમાં પાંચ લાડુ મુકો 
- આ દિવસે રાત્રે ચન્દ્રમાં તરફ ન જોવુ જોઈએ. એવુ માનવામાં આવે છે કે તેને જોવાથી જૂઠ્ઠાપણાનાં આરોપોનો સામમો કરવો પડે છે. 
- જો રાતના સમયે ચન્દ્રમાં દેખાય જાય તો તેની શાંતિ માટે પૂજા કરાવવી જોઈએ.

શુક્લ પક્ષની ચતુર્થીથી ગણેશ ઉત્સવની ધૂમ શરૂ થશે. અંગ્રેજી કેલેન્ડર મુજબ 10 દિવસનો ગણેશ ઉત્સવ શુક્રવાર, 10 સપ્ટેમ્બર, 2021 થી શરૂ થઈ રહ્યો છે. માટી ગણેશની મૂર્તિઓ ઠેર ઠેર સ્થાપિત કરવામાં આવશે અને 19 સપ્ટેમ્બર 2021 ને રવિવારે અનંત ચતુર્દશીએ મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે.
 
2. ક્યારે કરશો ગણેશ સ્થાપના : ગણેશ ચતુર્થીના દિવસે, સ્થાપના શુભ સમયમાં કરો.
અમૃત કાલ સવારે 06:58 થી સવારે 08:28 સુધી રહેશે
અભિજીત મુહૂર્ત સવારે 11:30 થી બપોરે 12:20 સુધી રહેશે.
વિજય મુહૂર્ત બપોરે 01:59 થી 02:49 સુધી રહેશે.
ગોધૂલિ મુહૂર્ત - સાંજે 05:55 થી 06:19 સુધી રહેશે.
રવિ યોગ સવારે 05:42 થી બપોરે 12:58 સુધી રહેશે.
ભદ્રા સવારે 11:08 થી 09:57 સુધી રહેશે.
 
તમે ભદ્રા પહેલા કે પછી પણ ગણેશ સ્થાપના કરી શકો છો 

અષ્ટસિદ્ધિ દાયક ગણપતિ સમૃદ્ધિ, યશ-એશ્વર્ય, વૈભવ, સંકટ નાશક, શત્રુ નાશક, રિદ્ધિ સિદ્ધિ દાયક, ઋણહર્તા, વિદ્યા-બુદ્ધિ-જ્ઞાન અને વિવેકના પ્રતીક માનવામાં આવે છે. શિવ પુરાણ મુજબ ગણેશાવતાર ભાદ્રપદના કૃષ્ણપક્ષની ચતુર્થીના દિવસે થયો હતો. શિવ-પાર્વતીએ તેમને પોતાની પરિક્રમા લગાવવાથી પ્રસન્ન થઈને સર્વપ્રથમ પૂજાવવાનો આશીર્વાદ આપ્યો હતો જે આજે પણ પ્રચલિત અને માન્ય છે અને બધા દેવી-દેવતાઓના પૂજન પહેલા તેમની પૂજા કરવામાં આવે છે.
 
ગણેશ ચતુર્થી પૂજા વિધિ-2  
આ વર્ષે તારીખ 10.09.2021ના રોજ ગણેશ ચતુર્થી મહોત્સવ છે. બાપ્પાને ધૂમધામથી ઘરમાં વિરાજીત કરવામાં આવે છે. આવો જાણીએ કેવી રીતે કરશો ગણેશ સ્થાપના પૂજા.આ દિવસે સવારે આખા ઘરની સાફ-સફાઈ કરી લો. બપોરના સમય સ્નાનાદિથી નિવૃત્ત થયા પછી ઘરની ઉત્તર દિશામાં લાલ કપડું પાથરો. નવા કળશમાં જળ ભરીને અને તેના મોઢા પર કોરુ કપડુ બાંધીને માટીથી બનેલ ગણેશજીની મૂર્તિ સ્થાપિત કરો. ગણેશજીની મૂર્તિ પર સિન્દૂર ચઢાવીને ષોડશોપચારથી પૂજન કરો.
 
1. સૌ પ્રથમ દીપ પ્રજ્જવલ્લિત કરો.
2. પાણી ચઢાવીને આચમન કરો.
3. પવિત્રકરણ - મૂર્તિ પર જળ છાંટો.
4. ફૂલોનુ આસન પાથરો
5. સ્વસ્તિવાચાન કરો.
6. પૂજા માટે સંકલ્પ લો.
7. ગણપતિજીનુ ધ્યાન કરો.
8. ગણેશજીનુ આહ્વાન કરો.
9. ચોખા ચઢાવીને પ્રતિષ્ઠાપન કરો.
10. દૂર્વાથી જળ છાંટીને મૂર્તિને સ્નાન કરાવો.
11. વસ્ત્ર અને ઉપવસ્ત્ર ચઢાવો.
12. સિન્દૂર ચઢાવો
13. ફૂલ ચઢાવો.
14. દૂર્વા ચઢાવો
15. સુગંધિત ધૂપ અને દીપના દર્શન કરાવો.
16. મોદકનો ભોગ લગાવો.
17. દક્ષિણા અને શ્રીફળ ચઢાવો.
18. ગણેશજીની આરતી ઉતારો
19. ફૂલોથી પુષ્પાંજલિ અર્પિત કરો.
20. ભૂલચૂક માટે ક્ષમા પ્રાર્થના કરો.
21. પ્રણામ કરીને પૂજા સમર્પિત કરો.
 
શ્રદ્ધા મુજબ ગં ગણપતયે નમ: મંત્રનો જાપ કરો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી સ્પેશિયલ પ્રિમિક્સ કેવી રીતે બનાવશો-

Skin Care tips- જો તમે આ કોરિયન બ્યુટી ટિપ્સને ફોલો કરશો તો ત્વચાની સમસ્યાઓ ઓછી થશે અને તમારો ચહેરો ચમકશે

બોધ વાર્તા ગુજરાતી- "જે થયું તે થઈ ગયું.

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

વધુ જુઓ..

નવીનતમ

નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા, જાણો માતાજીના મંત્ર, આરતી, ભોગ વિશે

Vinayak Chaturthi 2025 Upay: ધન દોલત વધારવી છે તો વિનાયક ચતુર્થીના દિવસે કરો આ કામ

Durga Saptashati Path Vidhi And Benefits: નવરાત્રિમા આ રીતે કરો દુર્ગા સપ્તશતીનો પાઠ, અહી જુઓ વિધિ અને મહત્વ

નવરાત્રી દુર્ગા પૂજાના ફરાળી રેસીપી, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

ગુજરાતી આરતી - જય આદ્યા શક્તિ (જુઓ વીડિયો)

આગળનો લેખ
Show comments