rashifal-2026

અષ્ટવિનાયક શ્રી ગણેશ ભગવાન

Webdunia
W.D
ગુદ્ગલ પુરાણ મુજબ અનંત, અનાદિ, બ્રહ્માંડ નાયક, દૈત્યાસુર નાશક, લાભ-વિજય-સ્મૃધ્ધિ પ્રદાતા, વિધ્નહર્તા બ્રહ્મા-વિષ્ણુ-મહેશના સાક્ષાત રુપ, પ્રચળ્ડ તેજોમય ગણેશના આ સૃષ્ટિ આરંભ થયાથી અત્યાર સુધી એટલા અવતરણ થઈ ચૂક્યાં છે કે તેમની લીલાઓનું વર્ણન કરવામાં સો વર્ષની આયુ પણ ઓછી પડશે. તે અવતારોમાં પણ મુખ્ય આઠ અવતાર છે જેને અષ્ટવિનાયક પણ કહે છે. અમે અહી અષ્ટવિનાયકની એકદમ સંક્ષેપ જાણકારી રજૂ કરી છે. તમને જે અવતાર વિશે જાણવું હોય તેના પર ક્લિક કરો.

* વક્રતુંડ
* એકદંત
* મહોદર
* ગજાનન
* લંબોધર
* વિકટ
* વિધ્નરાજ
* ધૂમ્રવર્ણ

અષ્ટવિનાયકની મંગલમયી લીલાઓનું પઠન, શ્રવણ અને મનન-ચિંતન લોકો માટે ધણુ કલ્યાણકારી છે. અવતારોનું પૌરાણિક અને ઐતિહાસિક મહત્વ તો છે જ, આ ઉપરાંત આનાથી પણ વધુ આધ્યાત્મિક મહત્વ છે. શ્રી ગણપતિ સર્વવ્યાપી પરમાત્મા સૌના હૃદયમાં કાયમ બિરાજમાન રહે છે. આસુરી સંપત્તિના પ્રતિક હોવાથી તેમને 'અસુર' કહેવાય છે. આ આસુરી વૃત્તિયોથી મુક્ત થવાનો અચૂક ઉપાય છે - 'ભગવાન ગણપતિનું ચરણાશ્રય' . તેથી આ આસુરી વૃત્તિયોના દમન અને દૈવી સંપત્તિની વૃધ્ધિ માટે પરમ પ્રભુ ગણપતિનું મંગલમય સ્મરણ કરવું જ બધા માટે હંમેશા શ્રેષ્ઠ છે. અને આ જ આ અવતાર કથાઓનો સંદેશ છે.

વક્રતુંડ - 
वक्रतुण्डावतारश्च देहानां ब्रह्मधारकः।
मत्सरासुरहन्ता स सिंहवाहनगः स्मृतः॥

વક્રતુંડાઅવતાર' શરીર બ્રહ્મને ધારન કરવાવાળા છે. તે મત્સરાસુરના સંહારક અને સિંહ વાહન પર ચાલવાવાળા માનવામાં આવે છે. 

પ્રલયના અનંતર સુષ્ટિ નિર્માણમાં અનેક બાધાઓ ઉત્પન્ન થતાં લોક પિતામહે ષડક્ષરી મંત્ર('વક્રતુંડાય હુમ') નો જાપ કરીને ગણેશને સંતુષ્ટ કરવા માટે કઠોર તપસ્યા કરવાનું ચાલુ કરી દીધુ. તેમના તપથી પ્રસન્ન થઈને વક્રતુંડ પ્રકટ થયા અને વિધાતાને મનવાંછિત ફળ પ્રાપ્ત થયા. ત્યાર પછી તે સૃષ્ટિ કાર્ય કરવામાં સમર્થ થઈ ગયા. 

લોક પિતામહના કંપથી દંભનો જન્મ થયો. તેમને સૃષ્ટાને પ્રસન્ન કરવા માટે બહુ કઠોર તપસ્યા કરી. પદ્મયોનિએ સંતુષ્ટ થઈને તેને સર્વત્ર નિર્ભયતાનું વરદાન આપ્યું.

ત્યારે દંભે પોતાને માટે એક સુંદર નગરનું નિર્માણ કરાવ્યું. અને ત્યાં જ રહેવા માંડ્યો. દૈત્ય ગુરૂ શુક્રાચાર્યએ તેને દૈત્યાધિપતિના પદ પર બેસાડ્યો.

અજેય દંભાસુરે અત્યંત પરાક્રમી સૈનિકના મદદથી સંપૂર્ણ પૃથ્વીને પોતાની મુઠ્ઠીમાં કરી લીધી. સ્વર્ગ, વૈકુંઠ અને કૈલાસ પર પણ પોતાનો અધિકાર કરી લીધો.

નિરાશ્રિત દેવગણ અત્યંત ચિંતિત અને દુ:ખી થઈને વિધાતાના પાસે ગયા અને તેમની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓએ અત્યંત દુ:ખી મનથી પ્રાર્થના કરી કે હે પ્રભુ , અમારી રક્ષા કરો.

સમસ્ત દેવગણની સાથે બ્રહ્માએ એકાક્ષરી મંત્રથી વક્રતુંડનું હવન કર્યુ. વક્રતુંડ પ્રસન્ન થઈને દેવતાઓ સામે હાજર થયા. દેવતાઓએ કરુણામૂર્તિને વિનતી કરતાં કહ્યુ કે - 'દારિદ્રય દુ:ખ હરો પ્રભુ. દંભાસુરથી અમને ખૂબ તકલીફ થઈ રહી છે. તમે કૃપા કરીને અમને સુખ શાંતિ પ્રદાન કરો.

બધી મુશ્કેલીઓને હરનારા પરમ પ્રભુએ દેવતાઓને આશ્વાસન આપ્યું કે ' હું દંભાસુરને પરાજિત કરીશ.'

ભગવાન વક્રતુંડે સુરેન્દ્રને પોતાના દૂત તરીકે દંભાસુર પાસે મોકલ્યો દૂતે અસુરને કહ્યુ - તમે પ્રભુની આજ્ઞા સ્વીકાર કરી લો. અને દેવતાઓને મુક્ત કરી તેમને સ્વાધીન રહેવા દો. નહિ તો પરમ પ્રભુ વક્રતુંડ સાથે યુધ્ધ કરવાથી તમારો સર્વનાશ નિશ્ચિત છે.

હું તમારો અહંકાર ચૂર કરી નાખીશ. - દંભનો આ ઉત્તર શચિપતિ વક્રતુંડ પાસે પહોંચ્યા.

આ ગણેશ કોન છે ? સિધ્ધિ-બુધ્ધિ તેમની કોણ છે ? તેમનું સ્વરૂપ કેવું છે. દૂતના ગયા પછી દંભે તરત જ શુક્રાચાર્ય પાસે જઈને તેમને પૂછ્યું. શુક્રાચાર્યએ તેમને ગણેશનું યથાર્થ સ્વરૂપ બતાવી દીધુ. 

અમિત મહિમામય વક્રતુંડનુ દિવ્ય સ્વરૂપ જાણીને દંભાસુરના મનમાં શ્રધ્ધા જાગી. તેમને ગણેશના શરણે જવાનો નિર્ણય કર્યો. પરંતુ દૈત્યગણે તેનો વિરોધ કર્યો. દૈત્યપતિએ સૌની ઉપેક્ષા કરી અને નગરની બહાર મહોદર મહાકાય વક્રતુંડના ચરણોમાં પડીને તેમની સ્તુતિ કરતાં તેમની પાસે ક્ષમા માગી.

સહન દયામય ગણેશે તેને ક્ષમા કરી ભક્તિ આપી. દેવગણ સુખી થઈને નિશ્ચિતતાપૂર્વક પોતાનું કામ કરવા માંડ્યા.

એકદં ત 
एकदन्तावतारो वै देहिनां ब्रह्मधारकः।
मदासुरस्य हन्ता स आखुवाहनगः स्मृतः॥

એકદંતાવતાર શરીર બ્રહ્મનું ધારક છે. તે મદાસુરનો વધ કરનાર અને તેમંનું વાહન મૂષક છે.

મહર્ષિ ચ્યવને મદની સૃષ્ટિ કરી, તેમને પ્રણામ કરી તે પાતાળના શુક્રાચાર્ય પાસે પહોંચ્યા. ત્યાં તેમણે દૈત્ય ગુરૂના ચરણોમાં પ્રણામ કરી અને હાથ જોડી કહ્યુ - હું તમારા ભાઈનો પુત્ર છુ. તેથી તમારો પણ પુત્ર છુ. હું તમારો શિષ્ય બનવા માગુ છુ. હું બ્રહ્માંડનું મહાન રાજ્ય ચાહુ છુ. તમે મારી ઈચ્છા પૂરી કરો.

શુક્રાચાર્યે સંતુષ્ટ થઈને તેને પોતાનો શિષ્ય બનાવી લીધો. અને તેને એકાક્ષરી મંત્ર આપી દીધો.

મદે ભકિતભાવપૂર્વક તપ કર્યુ અને જેનાથી સંતુષ્ટ સિંહવાહિની ભગવતી પ્રકટ થઈ. માતાએ તેની ઈચ્છા અનુસાર વર આપ્યું ' તમે નિરોગ રહો અને તમને બ્રહ્માંડનું અચલ રાજ્ય પ્રાપ્ત થાય. તારી બધી ઈચ્છાઓ પૂરી થઈ જશે.

અત્યંત શક્તિ સમ્પન્ન મદાસુરે પહેલા ઘરતી પર પોતાનું રાજ્ય સ્થાપિત કરી દીધુ. પછી તેને સ્વર્ગ પર ચઢાઈ કરી. દેવ હારી ગયા. મદાસુર સ્વર્ગનો શાસક બની ગયો. 

ચિંતિત દેવગણ સંતકુમાર પાસે પહોંચ્યા. અને પોતાની વ્યથા જણાવી અસુર વિનાશ અને ધર્મ સ્થાપનાનો ઉપાય પૂછ્યો. સંતકુમારે તેમને એકદંતની ઉપાસના કરવાનું કહ્યુ.

દેવતાઓના પૂછવાથી તેમણે એકાક્ષરી મંત્રનો ઉપદેશ કરી એકદંતનું ધ્યાન આ પ્રમાણે બતાવ્યું -
एकदन्तं चतुर्बाहुं गजवक्त्रं महोदरम्‌।
सिद्धिबुद्धिसमायुक्तं मूषकारूढमेव च॥
नाभिशेषं सपाशं वै परशुं कमलं शुभम्‌।
अभयं दधतं चैव प्रसन्नवदनाम्बुजम्‌॥
भक्तेभ्यो वरदं नित्यमभक्तानां निषूदनम्‌।
ગણેશજીના એક દાંત અને ચાર હાથ છે. તેમનું મોઢું હાથી જેવું છે. તે લંબોધર છે. તેમની સાથે સિધ્ધિ અને બુધ્ધિ છે. તે મૂષક પર બિરાજેલા છે. તેમની નાભિમાં શેષનાગ બિરાજેલા છે. તે પોતાના હાથોમાં પાશ, પરશુ સુંદર કમળ અને અભય મુદ્રા ધારણ કરે છે. તેમનું મોઢુ પ્રસન્નતાથી ખિલેલું છે. તે ભક્તો માટે હંમેશા વરદાયક અને શત્રુઓના વિનાશક છે. એવા શ્રી ગણેશનું હુ ધ્યાન કરું છુ. 

મહર્ષિના ઉપદેશ મુજબ દેવગણે એકદંતને સંતુષ્ટ કરવા માટે તેમની ઉપાસના કરવા લાગ્યા. તેમને તપ કરતા સો વર્ષ વીતી ગયા ત્યારે ભૂષક વાહન એકદંત પ્રગટ થયા.

દેવતાઓએ નિવેદન કર્યુ - હે પ્રભુ, મદાસુરના શાસનમાં દેવગણ સ્થાન ભ્રષ્ટ અને મુનિગણ કર્મભ્રષ્ટ થઈ ગયા છે. તમે અમારું વિધ્ન નષ્ટ કરી અમને ભક્તિ આપો. 

એકદંતએ 'તથાસ્તુ ' કહ્યુ.

બીજીબાજું દેવર્ષિએ મદાસુરની પાસે જઈને આ સૂચના આપી. આથી તે અંત્યંત ક્રોધિત થઈ ગયો. અને પોતાની વિશાળ સેના લઈને એકદંત સાથે યુધ્ધ કરવા નીકળી પડ્યો. રસ્તામાં એકદંત પ્રગટ થઈ ગયા. તેમનું રૂપ જોઈને તે થોડો ભયભીત થયો, અને જ્યારે ખબર પડી કે આ જ એકદંત છે અને દેવતાઓને મદદ કરવા મારો વિનાશ કરવા આવ્યો છે ત્યારે તેણે એકદંત સાથે યુધ્ધ કર્યુ. અને છેવટે હારીને એકદંતના શરણે આવી ગયો.અને ક્ષમા માગવા લાગ્યો.

એકદંતે કહ્યુ ' જ્યાં દેવી શક્તિથી મારી પૂજા-અર્ચના થાય છે ત્યાં તુ ન જતો. તને આસુર ભાવના કર્મોનું ફળ ભોગવવું પડશે.

એકદંત પાસેથી વર મેળવી તે મદાસુર પાતાળમાં ચાલ્યો ગયો. અને પ્રસન્ન દેવગણ મૂષક વાહનની સ્તુતિ કરી પોત પોતાના સ્થાન પર ગયા.


મહોદર

महोदर इति ख्यातो ज्ञानब्रह्मप्रकाशकः।
मोहासुरस्य शत्रुर्वै आखुवाहनगः स्मृतः॥

મહોદર નામ થી વિખ્યાત અવતાર જ્ઞાન બ્રહ્મના પ્રકાશક છે અને મોહાસુરના વિનાશક અને મૂષક વાહન બતાવવામાં આવ્યા છે.

પ્રાચીન કાળમાં તારક નામનો અત્યંત દારુણ અસુર હતો. તે બ્રહ્માના વરદાનથી ત્રિલોકનો સ્વામી બની ગયો હતો. તેના શાસન દરમિયાન દેવતા અને મુનિ ખૂબ દુ:ખી હતા. તે વનોમાં રહીને પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. દેવતાઓ અને ઋષિયોએ લાંબા સમય સુધી શિવનું ધ્યાન કર્યુ. શંકર ભગવાન સ્માધિસ્થ હતા. આથી દેવતાઓ અને મુનિયોએ માતા પાર્વતીની શરણ લીધી.

માતા પાર્વતી અત્યંત રુપવતી યુવતી ભીલનીના રૂપમાં શિવના આશ્રમમાં ગઈ. તે સુગંધિત ફુલોની પસંદગી કરીને અત્યંત મોહ ઉત્પન્ન કરી રહી હતી. ત્રિનયનની સમાધિ તૂટી. તેમણે આકર્ષિત કરનારી લાવળ્યવતીને ધ્યાનથી જોઈ જ હતી કે તે અદ્રશ્ય થઈ ગઈ. ત્યારે શિવના દ્વારા અત્યંત મોહિત પુરૂષ મોહ ઉત્પન્ન થયો. તે અત્યંત સુંદર અને જ્ઞાની હતો.

ધ્યાનથી પાર્વતીની લીલા સમજીને ભગવાન શંકરે ક્રોધિત થઈને કામદેવના શરીરને બાળી નાખ્યું. શાપમુક્ત થવા માટે કામદેવે મહોદરની આરાધના કરી. મહોદર પ્રકટ થયા, કામદેવ ગળગળા થઈને તેમની સ્તુતિ કરવા લાગ્યા.

પ્રસન્ન મહોદર બોલ્યા - હું શિવના શાપને તો દૂર નથી કરી શકતો, પણ તમને રહેવા માટે બીજુ શરીર આપી રહ્યો છુ. આમ કહીને તેમને કામદેવને નિવાસ યોગ્ય શરીર અને સ્થાનોનું વર્ણન કર્યુ.

મહામતે, યૌવન, નારી અને પુષ્પ, તમારા સુંદર સ્થાન છે. ગીત, પક્ષિયોનો મધુર કલરવ, વસંત નએ ચંદન તમારા સ્થાન છે. વિષયાસક્ત મનુષ્યોનો સંગ, ગુપ્ત અંગોનું દર્શન, મંદ વાયુ, સુંદર વાસ, નવા વસ્ત્ર અને આભૂષણ વગેરે મેં તમારા માટે નાના પ્રકારના શરીર નિર્મિત કર્યા છે. આ શરીરથી યુક્ત તું પહેલાની જેમ શંકરદિ દેવતાઓને પણ જીતી શકશો.

કામદેવની પ્રાર્થનાથી દયામય ગણેશે ફરી કહ્યુ - શ્રીકૃષ્ણના અવતરિત થયા પછી તુ તેમનો પુત્ર પ્રદયુમ્ન થઈશ.

गजाननः स विज्ञेयः सांख्येभ्यः सिद्धिदायकः।
लोभासुरप्रहर्ता वै आखुगश्च प्रकीर्तितः॥

જે ગજાનન નામનો અવતાર છે.(તે સાંખ્યબ્રહ્મ ધારક છે) તેને સિધ્ધિદાયક જાણવો જોઈએ. તે લોભાસુરનો સંહારક અને ભૂષક વાહન કહેવામાં આવ્યો છે.

લંબોધ ર

लम्बोदरावतारो वै क्रोधासुरनिबर्हणः।
शक्तिब्रह्माखुगः सद् यत्‌ तस्य धारक उच्यते॥

લંબોધર નામનો અવતાર ક્રોધાસુરનો નાશ કરવાવાળા છે. તે સત્સ્વરૂપ જે શક્તિબ્રહ્મ છે તેનો ધારક કહેવાય છે.

વિક ટ

विकटो नाम विख्यातः कामासुरविदाहकः।
मयूरवाहनश्चायं सौरब्रह्मधरः स्मृतः॥
' વિકટ' નામથી પ્રસિધ્ધ અવતાર કામાસુરનો સંહારક છે. તે મયૂર વાહન અને સૌરબ્રહ્મનો ધારક માનવામાં આવ્યો છે.

વિધ્નરા જ

विघ्नराजावतारश्च शेषवाहन उच्यते।
ममतासुरहन्ता स विष्णुब्रह्मेति वाचकः॥

' વિધ્નરાજ' નામનો જે અવતાર છે, તેમનું વાહન શેષનાગ છે. તે વિષ્ણુબ્રહ્મનો ધારક અને મમતાસુરના વિનાશક છે.

ધૂમ્રવર્ ણ

धूम्रवर्णावतारश्चाभिमानासुरनाशकः।
आखुवाहन एवासौ शिवात्मा तु स उच्यते॥

ધૂમ્રવર્ણ નામનો અવતાર અભિમાનસુરનો નાશ કરવાવાળો છે. તે શિવ બ્રહ્મ છે. તેને પણ મૂષક વાહક જ કહેવાય છે.

વધુ જુઓ..

જરૂર વાંચો

બ્લેક કોફી કે ગ્રીન ટી, ઝડપથી વજન ઘટાડવા માટે ખાલી પેટે શું પીવું જોઈએ?

તમાલપત્ર પાણી પીવાના ફાયદા, વજન ઘટાડવા માટે કેટલા દિવસ પીવું જોઈએ, આ બિમારીમાં પણ છે લાભકારી

Unique names for baby on Republic Day- પ્રજાસત્તાક દિવસ પર જન્મ લેનારા બાળકો માટે સુંદર નામ

Mooli leaves Dhokla Recipe- મૂળાના પાનનો ઢોકળા અજમાવો, રેસીપી

Republic Day parade- પ્રજાસત્તાક દિવસની પ્રથમ પરેડ 3 હજાર સૈનિકો, ક્યાં યોજાઈ હતી પહેલી પરેડ

વધુ જુઓ..

નવીનતમ

Ratha Saptami 2026: રથ સપ્તમી 2026 ક્યારે છે ? જાણો યોગ્ય તિથિ, પૂજા વિધિ અને મંત્ર

શનિ ચાલીસા - shani chalisa gujarati

Jaya Ekadashi 2026: 28 કે 29 જાન્યુઆરી કયા દિવસે રાખવામાં આવશે એકાદશીનું વ્રત, જાણો યોગ્ય તિથી, મુહૂર્ત અને પારણ

Vasant Panchmi- વસંત પંચમીના 10 રહસ્યો

Saraswati Vandana - હે શારદે મા !હે શારદે મા

Show comments