Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesha Chaturthi 2020: આજે છે ગણેશ ચતુર્થી, આ વખતે બની રહ્યો છે દુરુધરા મહાયોગ, જાણો કંઈ રાશિઓ માટે છે લાભકારી

Webdunia
શનિવાર, 22 ઑગસ્ટ 2020 (08:26 IST)
Ganesha Chaturthi 2020 Effect: આજે ગણેશ ચતુર્થીનો તહેવાર દેશભરમાં ઉજવાઈ રહ્યો છે. આ વખતે ચતુર્થી તિથિ 21 ઓગસ્ટના રોજ  શુક્રવારે રાત્રે 11 વાગીને 02 મિનિટથી 22 ઓગસ્ટ 2020, શનિવારે સાંજે 7 વાગીને 57 મિનિટ સુધી રહેશે. શાસ્ત્રોમાં માન્યતા છે કે તમામ પ્રકારના દુ:ખનો નાશ કરનારા ભગવાન ગણેશનો જન્મ ભાદ્રપદના શુક્લ પક્ષના ચતુર્થી તિથિએ  થયો હતો. આ પ્રસંગે  આ તિથિને શ્રી ગણેશ જન્મોત્સવ અથવા ગણેશોત્સવ તરીકે ઉજવીએ છીએ. તેથી જ તેને ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી પણ કહેવામાં આવે છે.
 
ભાદ્રપક્ષના શુક્લ પક્ષની ચતુર્થી તિથિ પર દર વર્ષે ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન ગણેશની પૂજા અને ગણેશોત્સવ 10 દિવસ સુધી ચાલે છે. દસમા દિવસે એટલે કે અનંત ચતુર્દર્શી તિથિએ ભગવાનની મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે. અર્થાત્ ભગવાન ગણેશની ચતુર્થી તિથિથી ચતુર્દશી તિથી સુધી પૂજા કરવામાં આવે છે.
 
દુરુધરા મહાયોગ ક્યારે બને છે?
 
આ વખતે ગણેશ ચતુર્થી દરમિયાન દુરુધર મહાયોગ પણ છે. દુરુધરા મહાયોગ ત્યારે બને છે જયારે કુંડળીમાં ચંદ્રમાં છે ભાવમાં હોય તેના બીજા અને 12માં ભાવમાં સૂર્યને છોડીને અન્ય ગ્રહમાં આવે છે. આ વખતની ગણેશ ચતુર્થી પર ચંદ્ર તુલા રાશિમાં  રહેશે.  બીજી બાજુ બુધ, ગુરુ, શુક્ર 12મા ભાવ અને મંગળ અને શનિ દ્રિતિય ભાવમાં રહેશે. દ્વિતિય ભાવમાં રહેશે. આ રીતે પાંચ ગ્રહોથી દુરૂધરા યોગ બનશે, જે એક દુર્લભ સંયોગ છે. આ દુર્લભ સંયોગ વિવિધ રાશિઓ પર અનેક પ્રકારનો પ્રભાવ નાખી રહ્યો છે. આ અનેક રાશિઓ માટે અત્યંત લાભદાયી રહેશે. આવો જાણીએ આ સંયોગનો વિવિધ રાશિઓ પઅર કેવો પ્રભાવ પડી રહ્યો છે. 
 
આ સંયોગ આ રાશિના જાતકો માટે અત્યંત શુભદાયક છે. 
 
મેષ રાશિ - પંચમ ભાવમાં સૂર્ય આ રાશિના જાતકો માટે શુભ છે. નવી કાર્ય યોજનાઓ સફળ થશે. સારા કામમાં વધારો થશે.
 
મિથુન રાશિ - આ રાશિના જાતકોની ઊર્જામાં ઘણો વધારો થશે, હિંમત અને શકિતમાં વધારો થશે. જીદ્દી સ્વભાવવાળા લોકોએ આને કાબૂમાં રાખવો  પડશે.
 
કર્ક રાશિ - આ સંયોગ આ રાશિના જાતકો પર ખૂબ જ મહેરબાન રહેશે. તેમના કેટલાક મોટા કામ પૂરા થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે, સુખ-શાંતિ વધશે. કોઈને કડવા વેણ ન બોલો.
 
તુલા રાશિ - આ રાશિના જાતકોનીઆર્થિક સ્થિતિ મજબૂત રહેશે. કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરવાના યોગ બનશે. ચૂંટણી સંબંધી નિર્ણયમાં સફળતા મળશે.
 
વૃશ્ચિક રાશિ - આ રાશિના લોકોને સરકારી નોકરીમાં પ્રમોશન મળી શકે છે. નોકરીવાળા લોકોને નવી જવાબદારી અને કાર્યક્ષેત્રમાં સફળતા મેળી શકે છે.
 
ધનુરાશિ - રાશિના ભાગ્ય ભાવમાં સૂર્યનુ પરિભ્રમણ તમારા ભાગ્યમાં વધારો કરશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ધાર્મિક કાર્યમાં આગળ રહેશો .
 
મકર રાશિ - આ રાશિના અષ્ટમ ભાવમાં તમારા સન્માનમાં વધારો થશે. તમને અચાનક આર્થિક લાભ મળી શકે છે.
 
કુંભ રાશિ - રાશિથી સાતમા ઘરમાં સૂર્યનું પરિભ્રમણ  કાર્ય ધંધામાં પ્રગતિ કરશે, આવક વધશે, નવા કરાર થઈ શકે છે. પરંતુ વિવાહિત જીવન સારું નહીં રહે.
 
મીન રાશિ - તમારી રાશિથી છઠા ભાવમાં સૂર્યનુ પરિભ્રમણ તમારા માટે પણ શુભ છે. પરંતુ વધુ ખર્ચ આર્થિક સંકટ તરફ દોરી શકે છે.
 
આ સંયોગ આ રાશિના જાતકો માટે શુભ સૂચક નથી. 
 
વૃષભ- વૃષભ રાશિ માટે આ સંયોગ શુભ નથી. ખુશી ઓછી થઈ શકે છે. આ રાશિના જાતકોને  પણ પારિવારિક તકરારનો સામનો કરવો પડે છે. આ માટે, તેઓએ ખૂબ કાળજી લેવાની જરૂર છે.
 
સિંહ રાશિ - તમારા માટે આ સંયોગ ઉત્તમ તો છે પરંતુ આ તમારી પરીક્ષાનો સમય પણ છે, તેથી ગુસ્સે થશો નહીં અને યોગ્ય દિશામાં ઊર્જા લગાવીને કામ કરો.
 
કન્યા રાશિ - રાશિના નુકશાનમાં સૂર્યનુ પરિક્રમણ મિશ્ર પરિણામ આપશે. યાત્રા કષ્ટકારી થઈ શકે છે. પૈસાની ખોટ થવાની સંભાવના પણ છે
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments