Webdunia - Bharat's app for daily news and videos

Install App

બદલાતા સમયની બદલાતી મિત્રતા

પારૂલ ચૌધરી
P.R
રસ્તાઓ પર વધતો જતો ટ્રાફીક દેશની પ્રગતિનું પ્રતિક નથી પરંતુ દેશની બરબાદીનું પ્રતિક છે. આ વાત ભલે કોઈના ગળે ઉતરે કે ના ઉતરે, પરંતુ ઉતરી પણ કેવી રીતે શકે સાચી વાત તો બધાને કડવી જ લાગતી હોય છે ને! આ વધતો જતો ટ્રાફીક આપણી પાસે ઓછા પડતાં સમયની નિશાની છે. ઓફીસે જલ્દી પહોચવા માટે આપણે વાહનનો સહારો લઈએ છીએ પરંતુ તે છતાં પણ આપણને સમય ઓછો પડે છે. નાનપણની અંદર જ્યારે શિક્ષક કહેતાં હતાં કે દિકરા જો તમારા શહેરની અંદર વધારે પડતી મેડિકલની દુકાનો થઈ જાય તો એમ ન સમજતાં કે તમારૂ શહેર પ્રગતિના પંથે છે પરંતુ એવું વિચારજો કે આ શહેરની અંદર બિમારી અને બેરોજગારી વધી ગઈ છે.

આપણી પાસે વાહન તો છે પરંતુ મિત્રો અને દોસ્તોને મળવા માટેનો સમય નથી. હા યાદ આવ્યું 2જી ઓક્ટોમ્બરે તો મિત્રતા દિવસ છે. ચાલો છેવટે આ દિવસે તો ભુલી ગયેલા મિત્રોની યાદ આવી જાય છે. આની અંદર કોઈ જ બે મત નથી કે આપણે જીંદગીની અંદર કરોળિયાની જાળમાં એટલા બધા ફસાતા જઈએ છીએ કે મિત્રતાનો સાચો અર્થ જ ભુલી ગયાં. આપણને મિત્રોની યાદ ક્યારે આવે છે જ્યારે આપણને કોઈ કામ પડે કે પછી આપણે કોઈ મોટી મુશ્કેલીમાં મુકાઈ ગયાં હોઈએ. ત્યારે પણ આપણે એટલી વાત કહીને ખંખેરી નાંખીએ છીએ કે યાર મિત્રતામાં કંઈ પુછવાની જરૂરત હોય છે? તેમાં તો ફકત એક જ વખત કહેવું પડે.

આજે મિત્રતા કંઈક એવી થઈ ગઈ છે કે ચાલતાં-ચાલતાં ગલીની અંદરના છોકરાઓ સાથે મિત્રતા થઈ ગઈ, જ્યારે ભણવાની ઉઁમર થઈ ત્યારે સહાધ્યાયીઓને મિત્રો બનાવી લીધા, જ્યારે નોકરી મળી ત્યારે સહકર્મચારીઓને મિત્રો બનાવી લીધા. જેમ જેમ આગળ વધતાં ગયાં તેમ તેમ જુના મિત્રોને ભુલતાં ગયાં અને નવા મિત્રોનાં રંગમાં રંગાતા ગયાં. આ કેવી મિત્રતા છે જે આગળ વધતાં પગલાંઓની સાથે પુરી થઈ જાય છે. આપણે જુના મિત્રોને જુના વિચારોની જેમ કેમ ભુલી જઈએ છીએ.

જેને તમે સાચો મિત્ર માનો છો તે ફક્ત એકબીજા લોકોની જેમ જ તમારી સાથે જોડાયેલ છે જે બીજાઓ કરતાં થોડોક વધારે તમારી નજીક છે. મિત્રો તો આપણા શ્વાસ કરતાં પણ વધારે આપણી નજીક હોય છે. જો તમને આ વાત ખોટી લાગતી હોય તો એક વખત ઝગડો કરીને જુઓ જ્યા સુધી તમે સામે ચાલીને નહિ જાવ કે તેના મનમાં કઈક સ્વાર્થ પેદા નહી થાય ત્યાર સુધી તે તમારી સાથે વાત નહી કરે.

આજકાલના મિત્રો એકબીજાને કદાચ એટલે સુધી જ જાણે છે જેટલા બસની અંદર મળેલા બે મુસાફર. કરાણ કે આટલા બધા ઝડપી જમાનાની અંદર કોઈની પાસે ટાઈમ જ ક્યાં છે એકબીજાને જાણવાનો! ઘણાં દિવસો થાય એટલે મિત્રની યાદ આવતાં ફક્ત ફોન પર જ હેલ્લો હાય કરી લે છે. પણ મળવાની વાત આવે એટલે સોરી યાર હાલ ટાઈમ નથી થોડુક વધારે કામ છે પણ હા ફરી વખત ચોક્કસ મળીશું.

ભલે કોઈ માને કે ના માને પણ મિત્રતાની વ્યાખ્યા દિવસે દિવસે બદલાતી જઈ રહી છે. જેણે આપણી સાથે સારી રીતે વાતચીત કરી તે આપણો દોસ્ત, આપણા વખાણ કર્યા તે આપણો દોસ્ત, પરંતુ જેણે આપણી સાથે સારી રીતે વાતચીત ન કરી અને આપણને બે કડવા વહેણ કહી દિધા તે દોસ્તની યાદીમાંથી નીકળી જશે.
વધુ જુઓ..

જરૂર વાંચો

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

એગલેસ ચોકલેટ કેક eggless chocolate cake

monsoon skin care- માનસૂનમાં બની રહેશે ચેહરાની સુંદરતા જો આ ટિપ્સને કરશે ફોલો

વધુ જુઓ..

ધર્મ

ભીષ્મ પિતામહ મુજબ આ પ્રકારનુ ભોજન કરવાથી નહી થાય છે અકાળ મૃત્યુ

Sankashti Chaturthi 2024 Upay: આજે સંકષ્ટી ગણેશ ચતુર્થીના દિવસે જરૂર અજમાવો આ ઉપાયો, તમને મળશે અપાર ધન અને પ્રેમ

Gauri Vrat 2024 Date, Time: ગૌરીવ્રત શુભ તિથિ અને મુહુર્ત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Kabirdas Jayanti 2024 - કબીરના એ દોહા જે તમારા જીવનને નવો માર્ગ બતાવી શકે છે

Show comments