Dharma Sangrah

ફ્રેંડશીપ ડે ઉજવણીની બદલાતી ભાતો

ગજેન્દ્ર પરમાર
W.Dપારૂલ શર્મા

ભારતમાં ફ્રેંડશીપડેની શરૂઆત પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવી અને નવયુવાનોએ તેને સારો એવો આવકાર આપ્યો. ધીરેધીરે આખા ભારતમાં આ દિવસની ઉજવણી થવા લાગી.પરંતુ હવે તે માત્ર યંગસ્ટર્સનો જ ઈજારો રહ્યો નથી, નાનાથી લઈને મોટેરાઓ પણ હવે આ દિવસની ઉજવણીમાં ભાગીદાર બને છે.

ખાસ કરીને નવયુવાનોમાં ફ્રેંડશીપનો ક્રેઝ વધારે જોવા મળે છે. જેમજેમ સમય વિતતો ગયો તેમતેમ ભારતનો યુવાવર્ગ પણ સ્ટાઈલીશ, ફેશનીશ ગ્લેમરયુક્ત બનતો ગયો અને તેની સાથે સાથે ફ્રેંડશીપ ડે ઉજવવાની રીતો પણ મોઘી અને સ્ટાઈલીશ બનતી ગઈ.

પહેલા તો ફ્રેંડશીપ ડે હોય એટલે નવા કપડા પહેરીને કોલેજમાં જવાનું અને માત્ર હેંડશેક કરવાનો એટલે ફ્રેંડશીપ ડે પૂર્ણ. પરંતુ હવે નવા રંગબેરંગી કપડાની સાથે સાથે મોઘામાં મોઘો ફ્રેંડશીપ બેલ્ટ, બાઈક, પાર્ટી, મૂવી, પબ, ડાન્સ પાર્ટી વગેરે વગેરે..

આ દિવસની તૈયારીઓ અને તેની પ્લાનિંગ અઠવાડીયાથી ચાલુ થઈ જતી હોય છે. અને પાછી ક્યા કેટલો સમય કાઢવો તેની પળે પળની પ્લાનિંગ કરી લેવામાં આવતી હોય છે. સવારે કોલેજ પણ લેક્ચર બધા બંક, કેંટીનમાં બધાએ ભેગા થવાનું, કોલેજના સમય સુધી બધાને બેલ્ટ બાંધી દેવાના, બારથી ત્રણ મૂવી, હોટેલમાં લંચ, ગાર્ડનમાં આખી બપોર મસ્તી, નાસ્તા પાણી, અને રાત્રે તો દિવસ ઉગે, ડાન્સ પાર્ટી, પબ, વગેરેમાં જઈને મોજમસ્તી કરવાની અને આખુ વર્ષ આ દિવસની ઉજવણીને વાગોળવાની.

ફ્રેંડશીપ ડેની આવી ગ્લેમરલી ઉજવણી મોટાભાગની મેટ્રોસીટીમાં જ જોવા મળે છે.ભાઈ દરેકની રીત જુદી જુદી હોય છે ખરૂને મિત્રો..? તમે તમારા મિત્રો સાથે કઈ રીતે ફ્રેંડશીપ ડેની ઉજવણી કરી અમને ચોક્ક્સ જણાવો અને તમારા મિત્ર સાથે ફોટો પણ મેલ કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

IndiGo Flights LIVE Updates: ઈડિગોની આજે 400 થી વધુ ફ્લાઈટ્સ કેંસલ, દિલ્હી એયરપોર્ટથી બધી ઘરેલુ ઉડાન રદ્દ, બીજી ફ્લાઈટ્સના રેટ આસમાન પર

Dhanbad Gas Leak: ત્રણ સ્થળોએથી પાણી લીકેજ, બે લોકોના મોત... 6,000 લોકો જોખમમાં; ગભરાયેલા પરિવારો ભાગી ગયા

3 પ્રખ્યાત WWE સ્ટાર્સ જે કોડી રોડ્સને હરાવીને નવા અનડિસ્પ્યુટેડ ચેમ્પિયન બની શકે છે

Valsad News : 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બદલ રઝાક ખાનને ફાંસીની સજા

મહારાષ્ટ્રમાં આજે 25,000 શાળાઓ બંધ, 10મા ધોરણની બોર્ડ પરીક્ષા પહેલા મોટો વિરોધ. કારણ જાણો.

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Gujarati - હનુમાન ચાલીસા ગુજરાતી

શ્રીમંત પરિવારોની સ્ત્રીઓ લાંબા પાલવની સાડી કેમ પહેરે છે? રહસ્ય આખરે ખુલ્યું!

આરતીની દિશા બદલી શકે છે તમારી ઉર્જા, આરતીની થાળી જમણી બાજુ કેમ ફેરવવામાં આવે છે ? જાણો ધાર્મિક રહસ્ય અને યોગ્ય રીત

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Show comments