Webdunia - Bharat's app for daily news and videos

Install App

FIFA WORLD CUP: ફ્રાંસની જીત પર જ્યારે ઉછળી પડ્યા રાષ્ટ્રપતિ મૈક્રો

Webdunia
સોમવાર, 16 જુલાઈ 2018 (10:29 IST)
ફ્રાંસે રવિવારે શાનદાર પ્રદર્શન કરતા ફાઈનલ મેચમાં ક્રોએશિયાને 4-2 થી હાર આપીને ફીફા વિશ્વ કપના 21માં સંસ્કરણનો ખિતાબ પોતાને નામે કરી લીધો. આ દરમિયાન ફ્રાંસ અને ક્રોએશિયાના રાષ્ટ્રપતિ પોતાની ટીમોનો જોશ વધારવા માટે સ્ટેડિયમમાં હાજર હતા. 
 
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમૈનુએલ મૈક્રોને પોતાના દેશની જીત પછી જોશમાં જૂમીને ઉછળી પડ્યા. જ્યારે કે ક્રોએશિયાની રાષ્ટ્રપતિ કોલિંદા ગ્રાબ કિતારોવિકે મૈક્રોને ગળે ભેટીને શુભેચ્છા પાઠવી.  દુનિયાના રમત પ્રેમીઓમાટે આ ખૂબ જ ભાવુ કરી દેનારી ક્ષણ હતી. આ જીત પછી સમગ્ર ફ્રાંસમાં ઉત્સવનુ વાતાવરણ છવાય ગયુ. લોકોને ફ્રાંસમાં દરેક સ્થાને ઉત્સવ ઉજવાતો દેખાયો 
 
ફ્રાંસે 20 વર્ષ બાદ ફિફા વર્લ્ડ કપ ખિતાબ પોતાના નામે કર્યો અને ક્રોએશિયાનો પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સપનું તોડી નાખ્યું. ફ્રાંસ આ પહેલા 1998માં ચેમ્પિયન બની હતી. ફ્રાન્સ અને ક્રોએશિયા વચ્ચે  લુઝનિકી સ્ટેડિયમમાં 21માં ફૂટબોલ વિશ્વકપની ફાઇનલ મેચ રમાઈ હતી.
ક્રોએશિયાના મેન્ડઝુકિચે મેચની શરૂઆતમાં આત્મઘાતી ગોલ કરતા ફ્રાન્સને 1-0થી મહત્વની લીડ મળી હતી. તેણે 18મી મિનિટે આત્મઘાતી ગોલ કર્યો હતો. ક્રોએશિયાના પેરસિકે 28મી મિનિટે ગોલ કરીને સ્કોર 1-1થી સરભર કરી દીધો હતો. આ પછી ફ્રાન્સને 38મી મિનિટે પેનલ્ટી મળી હતી. જેમાં ગ્રીઝમેને ગોલ કરીને ફ્રાન્સને 2-1થી લીડ અપાવી હતી.
 
મેચની 36મી મિનિટે ક્રોએશિયાના ખેલાડી પેરિસિચના હાથે બોલ વાગ્યો હતો. આથી વીડિયો આસિસ્ટ રેફરી દ્વારા ચેક કરાયા બાદ ફ્રાન્સને પેનલ્ટી કિક મળી હતી જેના પર 38 મી મિનિટે ગ્રિએઝમાને ગોલ કરી ફ્રાન્સને 2-1ની લીડ અપાવી હતી. 41 મી મિનિટે ફ્રાન્સના હર્નાન્ડેઝને યલો કાર્ડ અપાયું હતું. જોકે, તેનો ક્રોએશિયાને કોઈ ફાયદો નહોતો થયો અને પ્રથમ હાફ સુધી ફ્રાન્સે 2-1ની લીડ જાળવી રાખી હતી.
બીજા હાફમાં ૫૯મી મિનિટે પોલ પોગ્બાએ ગોલ કરી ફ્રાન્સને 3-1ની મજબૂત લીડ અપાવી ડ્રાઇવિંગ સીટમાં લાવી દીધું હતું. ક્રોએશિયા હજુ કંઈ વિચારે તે પહેલાં ૬૫મી મિનિટે કેલિયન મેબાપેએ ગોલ કરી ફ્રાન્સને 4-1થી આગળ કરી દીધું હતું. 4-1થી આગળ રહેલી ફ્રાન્સની ટીમનો અતિ આત્મવિશ્વાસ ભારે પડયો હોય તેમ 69મી મિનિટે ફ્રાન્સના ખેલાડીએ ગોલકીપરને પાસ કર્યો હતો. તેણે શોટ ફટકારવાના બદલે નજીકમાં પાસ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્યાં સુધી મોન્ઝુકિચ બોલની નજીક પહોંચી ગયો હતો અને લીડ ઘટાડી હતી. અંતિમ ક્ષણો સુધી ગોલ કરવામાં સફળતા ન મળતાં ફ્રાન્સે 4-2થી મેચ જીતવાની સાથે ચેમ્પિયન બની હતી.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments