Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન ઝુલેલાલનો અવતાર

રાષ્ટ્રીય એકતાનુ પ્રતિક

Webdunia
N.D
શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યુ છે કે જ્યારે જ્યારે ઘર્મ પર સંકટ આવ્યુ છે, ત્યારે ત્યારે તેઓ કોઈ અવતારના રૂપમાં જન્મ લઈને અત્યાચારોથી મુક્તિ અપાવે છે. ભગવાન શ્રીકૃષ્ણની વાણીને ભગવાન ઝૂલેલાલના જન્મએ સાકાર કર્યો. દરેક અવતારની સાથે કથા જોડાયેલી હોય છે.

ભગવાન ઝૂલેલાલના અવતાર-ધારણની પણ એક કથા છે. આ ઐતિહાસિક કથા ઘર્મ સંકટથી મુક્તિ અપાવવા ઉપરાંત સદ્દભાવના, એકતા અને ભાઈચારાનુ પ્રતિક છે. જે આજની વિષમ પરિસ્થિતિમાં સમાજ અને રાષ્ટ્રને મજબૂત બનાવવામાં સાર્થક સિધ્ધ થાય છે. ભગવાન ઝૂલેલાલે રાષ્ટ્રને મજબૂત બનાવવા માટે એકમાત્ર ઉપાય પરસ્પર પ્રેમ, સદ્દભાવના અને એકતા બતાવ્યો છે. ભગવાન ઝૂલેલાલના ઉપદેશો પર ચાલીને દેશને શક્તિશાળી બનાવી શકાય છે. આ પ્રેરણા ચેટીચંડ અને ચાલીહા સાહેબ પાસેથી મળે છે.

' ચેટીચંડ' ના દિવસે ન ફક્ત ભગવાન ઝૂલેલાલનો જન્મદિવસ હોય છે, પરંતુ ચેટીચંડના દિવસથી સિન્ધી સમાજના 'નૂતન વર્ષ'ની શરૂઆત થાય છે. નવુ વર્ષ સમાજમાં નવી ઉમંગ, નવો ઉત્સાહ અને નવી પ્રેરણાઓ જાગૃત કરે છે. ચેટીચંડ પર દિવાળીની જેમા ઘર અને દુકાનો પર ચમકતી રોશની કરવામાં આવે છે અને આ રોશનીથી મન રોશન કરવાની પવિત્ર ભાવના હોય છે. ચેટીચંડ અર્થાત ઝૂલેલાલનો જન્મ સમાજને એકતા અને બંધુત્વનો સંદેશ આપે છે.

ભગવાન ઝૂલેલાલ મનોકામના પ્રૂર્ણ કરનારા દેવતા છે. જે મનુષ્ય સાચા મનથી પોતાની કામનાની ઝોળી ફેલાવીને સામૂહિક પ્રાર્થના કરે છે, તેમનો ખોળો ક્યારેય ખાલી નથી રહેતો. લોકો પોતાની દરેક સારી કામના લઈને આવે છે અને ખુશ થઈને તેમના દરબારમાંથી પાછા ફરે છે.

ભગવાન ઝૂલેલાલના પૂજારી અને સેવક પ્રતિવર્ષ 16 જુલાઈથી 24 ઓગસ્ટ સુધી 40 દિવસનુ વ્રત રાખીને જળ અને જ્યોતિની પૂજા કરે છે તેમજ સૌની સુખ-શાંતિ, એકતા, પ્રગતિ અને કલ્યાણ માટે સામૂહિક પ્રાર્થના કરે છે. ચાલીસ દિવસ નવરાત્રિ મુજબ નિયમોનુ પાલન પણ ચુસ્તરૂપે કરવામાં આવે છે. ચાલીહા સાહેબનુ વ્રત રાખવાથી ઘર્મ પ્રત્યે શ્રધ્ધા વધે છે. ચાલીહા સાહેબના પૂજન કાર્યક્રમ પણ શાંતિ, એકતા અને સદ્દભાવનાનુ પ્રતિક છે.

ચેટીચંડ અને ચાલીહા સાહેબ બંને 'સિંધિયત'ના પ્રતિક છે. ચેટીચંડના દિવસે સિંધુ સંસ્કૃતિ મુજબ જ્યા બાળકોનુ મુંડન અને જનોઈના ઘાર્મિક કર્યો સંપન્ન કરી બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે, બીજી બાજુ ચાલીહા સાહેબ દિવસ પર હવન, પૂજા, આરતી, ભજન, સૌના કલ્યાણ માટે પ્રાર્થના, કન્યાઓને ભોજ, નિર્ઘનો અને અસહાય લોકોની મદદ કરવાના પવિત્ર કાર્ય કરવામાં આવે છે. ચાલીહા સાહેબ સિંધુ સંસ્કૃતિ, કલા, સભ્યતાના વિકાસની પ્રેરણા આપે છે અને ઈષ્ટ દેવતાના પૂજનની પ્રેરણા જાગૃત કરે છે.

ચાલીહા સાહેબ સિંધી સમાજના બધા ધર્મોનુ સન્માન કરવાની પણ પ્રેરણા આપે છે. જ્યારે બધા ઈશ્વરની સંતાન છે તો બધા એકબીજાના ભાઈ બહેન છે, આ ભાવનાથી ઘર્મનિરપેક્ષતાની ભાવનાને શક્તિ મળે છે. ચાલીહા સાહેબ પર 40 દિવસ સુધી સતત ઉપાસના, વ્રત, ઈષ્ટદેવ પ્રત્યે શ્રધ્ધા વાસ્તવમાં બીજાના કલ્યાણ માટે કઠોર તપસ્યા છે, જેનુ ફળ અવશ્ય મળે છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments