Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચમત્કારિક કેમ્પ ટેમ્પલના હનુમાનજી

અમદાવાદનું આ કેમ્પ હનુમાન મંદિર ખૂબજ પ્રસિદ્ધ છે..

વેબ દુનિયા
W.DW.D


જય હનુમાન જ્ઞાન ગુણ સાગર !
જય કપીશ તિહુઁ લોક ઉજાગર..

ગુજરાતમાં અમદાવાદમાં શાહિબાગ વિસ્તારમાં આવેલું કેમ્પ હનુમાન ટેમ્પ્લ, જે ચમત્કારિક હનુમાનના મંદિર અને દેશનું સૌથી મોટામાં મોટું હનુમાનજીનું મંદિરથી ખૂબજ પ્રચલિત છે. દરરોજ લોખો શ્રદ્ધાળુઓ અહીં પૂજા-અર્ચના કરવા માટે આવે છે. શ્રદ્ધાળુઓનું કહેવું છે કે, અહીં હનુમાનજી પાસે માંગેલી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આમ તો શ્રદ્ધાળુઓની લાઇન દરરોજ હોય જ છે, પરંતુ ખાસ કરીને શનિવાર અને મંગળવારે અહીં વિશેષ આરાધના થાય છે.

તુલસીદાસજીએ કહ્યું છે કે,
શ્રીગુરૂ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારિ.
બરનૐ રઘુવર મિલન જસુ જો દાયક ફલ ચારિ.
બુદ્ધિહીન તન જાનિ કે સુમિરો પવનકુમાર.
બલ-બુદ્ધિ વિદ્યા દેહુઁ મોહિ હરૐ કલેશ-વિકાર.

આ મંદિર વર્ષો જુનું છે. 100 વર્ષ પહેલા પંડિત ગજાનંન પ્રસાદ દ્વારા આ મંદિરનું નિર્માણ થયું હતું. ત્યારથી જ આ મંદિર દેશ-વિદેશમાં ખૂબજ પ્રચલિત છે. દેશના માજી પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપૈયી અને સ્વ.ઇન્દિરા ગાંધી આ મંદિરના દર્શન કરવા આવેલા છે. આ મંદિરના છેલ્લા મહંત પંડિત દ્વારકા પ્રસાદજી 2006માં આ દુનિયા છોડી ગયા હતાં.
W.DW.D

દરેક ભકત જો હનુમાનજી પૂજા-અર્ચના કરે છે, અહીં દર્શન કરવા જરૂર આવે છે. કોઇ હનુમાનજી પાસેથી બુદ્ધિ માંગે છે. ભક્ત માંગે છે કેમ કે હનુમાનજી ખૂબજ જ્ઞાની અને બુદ્ધિશાળી છે. કોઇ એમની પાસે તાકાત માંગે છે, કેમ કે હનુમાનજી ખૂબજ તાકાત વાળા છે.

  તુલસીદાસજીએ કહ્યું છે કે, શ્રીગુરૂ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારિ. બરનૐ રઘુવર મિલન જસુ જો દાયક ફલ ચારિ. બુદ્ધિહીન તન જાનિ કે સુમિરો પવનકુમાર. બલ-બુદ્ધિ વિદ્યા દેહુઁ મોહિ હરૐ કલેશ-વિકાર.      


હનુમાન જયંતિ નિમિતે ખૂબ મોટી સંખ્યામાં ભક્તોજનો મંદિરમાં પૂજા-અર્ચના કરવા આવે છે. આ અદ્દભુત દ્રશ્ય જોવાથી ખૂબ આનંદ મળે છે. મંદિરના આંગણામાં કોઇ હનુમાન ચાલીસા વાંચતા હોય તો કોઇ રામ રક્ષા સ્તોત્ર વાંચતા હોય છે. કોઇ હનુમાન કવચનો પાઠ કરતા હોય છે, તો કોઇ બજરંગ બાણનો પાઠ કરતા હોય છે. આ પ્રકારે બધા શ્રદ્ધાળુઓ એમની એમની ક્ષમતા અનુસાર અહીં હનુમાનજીની આરાધના કરે છે.

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

Show comments