Webdunia - Bharat's app for daily news and videos

Install App

Share Market Today: વેક્સીન પર આવેલ પોઝીટીવ સમાચારથી શેરબજારે બનાવ્યો નવો રેકોર્ડ, પહેલીવાર 48000ને પાર ખુલ્યુ સેંસેક્સ

Webdunia
સોમવાર, 4 જાન્યુઆરી 2021 (11:37 IST)
ભારતમાં કોરોના વાયરસની બે વેક્સીનને મંજૂરી મળવાના સમાચારથી આજે ​​અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે ઘરેલું શેરબજારની શરૂઆત બઢત સાથે થઈ. બીએસઈ સેંસેક્સ પહેલીવાર 48000ને પાર ગયો. બોમ્બે સ્ટૉક એક્સચેંજનો મુખ્ય ઈંડેક્સ સેંસેક્સ  236.65 અંક (0.49 ટકા) ઉપરના સ્તર પર ખુલ્યો.  બીજી બાજુ નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.53 ટકા (74.40 પોઇન્ટ) 14,092.90 પર ખુલ્યો. બીએસઈ સેન્સેક્સ પાછલા સપ્તાહમાં 895.44 પોઇન્ટ એટલે કે 1.90 ટકા વધ્યો હતો. 
 
આજે 1374 શેરોમાં તેજી આવી છે અને 223 શેરોમાં ઘટાડો નોંધાયો છે. 50 શેર્સમાં કોઈ ફેરફાર થયો નથી. વિશ્લેષકોના મતે માર્કેટમાં આગળ વધઘટ થવાનું ચાલુ રહેશે. આથી રોકાણકારોએ સાવધ રહેવું જોઈએ. બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓની કુલ માર્કેટ કેપ રૂ. 190 લાખ કરોડને વટાવી ગઈ છે. 
 
આ કારણે  આવી તેજી 
 
ઉલ્લેખનીય છે છે કે દેશમાં બે કોરોના રસી - ભારત બાયોટેકની સ્વદેશી કોવેક્સીન અને સીરમ સંસ્થાની કોવિશિલ્ડને ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો અપેક્ષા કરતા વધુ સારા થવાની ધારણા છે, જે બજારમાં તેજી તરફ દોરી જાય છે.

દિગ્ગજ શેરની હાલત 
 
મોટા શેરોની વાત કરીએ તો આજે શરૂઆતી વેપાર દરમિયાન રિલાયન્સ સિવાય તમામ કંપનીઓના શેર ગ્રીન સિગ્નલ પર ખુલ્યા છે. જેમાં મારુતિ, અલ્ટ્રાટ્રેક  સિમેન્ટ, બજાજ ફિનસર્વ, એમ એન્ડ એમ, બજાજ ઑટો, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, ઈન્ડસઇન્ડ બેંક, એક્સિસ બેંક, ઓએનજીસી, ટીસીએસ, આઇટીસી, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ વગેરેનો સમાવેશ થાય છે.
 
સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર
 
જો આપણે સેક્ટોરિયલ ઈન્ડેક્સ પર નજર કરીએ તો આજે તમામ ક્ષેત્ર ગ્રીન સિગ્નલ પર ખુલ્યાં છે. આમાં ફાર્મા, આઈટી, એફએમસીજી, મેટલ, ફાઇનાન્સ સેવાઓ, રિયલ્ટી, પીએસયુ બેંકો, બેંકો, ખાનગી બેન્કો, મીડિયા અને ઓટોનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દાના વાવાઝોડાને કારણે ઓડિશાના ભારે વરસાદ તથા પૂરની પરિસ્થિતિ

વાવ બેઠક પરથી ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો ઉભા રાખ્યા છે, આ ચહેરાઓ વચ્ચે જંગ જામશે.

અમદાવાદમાં 50થી વધુ બાંગ્લાદેશી ઘૂસણખોરોની અટકાયત

75 વર્ષનો માણસ જે બરાબર ચાલી પણ શકતો નથી, છતાં તેણે છોકરીને ગર્ભવતી કર્યુ અને કહ્યું- તેને ખાટલા પર લઈ જઈને.

ગુજરાતમાં ગેરકાયદે બાંધકામ સહિતની બાબતો પર કડક કાર્યવાહી કરવામાં આવશે, CM ભૂપેન્દ્ર પટેલની અધિકારીઓને સૂચના

આગળનો લેખ
Show comments