Webdunia - Bharat's app for daily news and videos

Install App

મહાન આધ્યાત્મિક ગુરૂ - મહાત્મા ગાંધીજી

ગાંધીજીનું પ્રોફેશનલ મેનેજમેંટ - આપણા જીવનમાં અપનાવીએ!

એજન્સી
PTIPTI

બીજા વિશ્ર્વયુદ્ધમાં લશ્કરી તાકાતે જીતીને બળીયો સાબિત થયેલું બ્રિટન આર્થિકરીતે ભાંગી ગયું હતું અને તેના કારણે તેણે 1947માં ભારતને આઝાદ કરવું પડયું. આ વાતને ચાલુ મહિને 60 વર્ષ પુરા થયાં. ભારતને આઝાદી અપાવવામાં પરોક્ષરીતે વિશ્ર્વયુદ્ધ ભલે નિમિત બન્યું પરંતુ સ્વતંત્રતા માટે ક્રાંતિનો પહેલો ભડકો કરનાર વીર મંગલ પાંડે થી લઇને મહાત્મા ગાંધીજી અને લોખંડી સરદાર સુધીના દરેક શહીદોનું યોગદાન જેવું તેવું નહોતું. સરફરોશ ક્રાંતિકારો હજારો હતાં, પણ તે બધામાં સોથી વધુ પ્રસિદ્દિ ગાંધીજીને મળી. ફકત એટલા માટે નહિં કે જીવનના લગભગ ત્રણ દાયકા આઝાદીની લડત પાછળ તેમણે વીતાવી દીધા.

દેશની સેવામાં જવાહરલાલ નહેરૂ, આચાર્ય ક્રિપલાની, મોલાના આઝાદ, સુભાષચંદ્દ બોઝે પણ વર્ષોના વર્ષોના આપી દીધા હતાં. આમ છતાં ગાંધીજીની વિરાટ પ્રતિભા સામે બીજાનું યોગદાન ઓછું દેખાયું. અલબત, શા કારણે ? આજે પ્રોફેશનલ મેનેજમેંટના જમાનામાં મેનેજમેંટનીજ ભાષામાં વાત કરો તો કદાચ એ સવાલનો જવાબ મળી રહેશે.

વકિલ મોહનદાસ કરમચંદ ગાંધીની છબિ મેનેજેમેંટ ગૂરૂ તરીકે ઉપસી આવે તે સ્વાભાવિક છે. ગોરી હકૂમતને કયા મુદે સિફતપૂર્વક પડકારવી, મુદાને કેટલો અને ક્યાં સુધી ચગાવવો અને છેવટે સત્યાગ્રહના ભાગરૂપે ઉપવાસ ઉપર ઊતરીને અંગ્રેજોને શી રીતે ઝૂકાવવા એ દરેક બાબતે ગાંધીજી ખૂબજ સભાન હતાં. માટેજ સત્યાગ્રહનું દરેક પગલું તેઓ ગણતરીપૂર્વક ભરતા હતાં. શસ્ત્રસજ્જ અંગ્રેજો સામે અહિસંક લડત આદરીને સમગ્ર વિશ્ર્વની નજરમાં અંગ્રેજોને વિલન પુરવાર કરી દેવાને મળેલી સફળતા મેનેજમેંટમાં તેમની કોઠાસૂજનું ઉદાહરણ છે, તો બીજો દાખલો દાંડી યાત્રા પણ છે. કે જેમાં માત્ર અંગ્રેજો સલ્તનતને જ નહિં, પરંતુ સમગ્ર દુનિયાને ખળભળાબ્યું.

રાષ્ટ્ર માટે સમગ્ર જીવન સમર્પિત કરનારા મહાત્મા ગાંધીજી અમેરિક ચિંતક થોરો, ઇંગ્લેન્ડના માનવતાવાદી જહોન રસ્કિન, રશિયાના લિયો ટોલ્સટોય જેવાઓના તત્ત્વચિંતનના અભ્યાસથી પ્રભાવિત થયા હતા. "આ જગતમાં જે કાંઇ છે તે સઘળું ઇશ્વરને આભારી છે, આથી તેને ત્યાગીને ભોગવ. કોઇના પણ ધનની લાલચ રાખીશ નહીં." ઇશાવાષ્ય ઉપનિષદના આ બુનિયાદી વિચારમાંથી ગાંધીજીને વાલીપણાનો ખ્યાલ સ્ફૂર્યો હતો. અર્થશાસ્રના "આર્થિક માનવ"ના ખ્યાલ સામે ગાંધીજીએ માનવનો ખ્યાલ રજૂ કર્યો હતો. ઉપયોગ અને ઉપભોગ વરચેનો ભેદ સમજવાની શીખ આપી હતી. "જે યજ્ઞ કર્યા વગર ખાય છે તે પાપનો આહાર કરે છે." એવા ભગવદ્ગીતાના ઉપદેશે ગાંધીજીને અઘ્યાત્મના રંગે રંગી નાખ્યા હતા.

પૂ.ગાંધીજીની વિશેષતા એ હતી કે મોટામાં મોટા માણસથી માંડીને નાનામાં નાના માણસને મળવાનું, તેને શાંતિથી સાંભળવાનો કે સમજવાનો તેમની પાસે સમય હતો. પોતાની આઘ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા માટે સ્વાતંત્ર ચળવળના ભગીરથ પુરુષાર્થ દરમિયાન પણ સમય કાઢીને સંતો, જ્ઞાનીજનો, તત્ત્વચિંતકોની મુલાકાત તથા સત્સંગ વાર્તાલાપ કર્યો હતો. મહર્ષિના વાર્તાલાપોમાં અવાર-નવાર ગાંધીજીનો ઉલ્લેખ જૉવા મળે છે. આ સંદર્ભમાં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. મોરારજી દેસાઇ લખે છે "રમણ મહર્ષિના વાર્તાલાપોમાંથી ગાંધીજીની ઇશ્વર પ્રત્યેની સંપૂર્ણ શરણાગતિ અને તેમની વિચારમુકત અવસ્થા જૉવા મળે છે."

ગાંધીજીની સોમવારે સાપ્તાહિક મૌનના દિવસે મુલાકાત લેનાર પરમહંસ યોગાનંદને રાત્રે આઠ વાગ્યે મૌન છૂટયા પછી ગાંધીજીએ જણાવ્યું, "વર્ષોપહેલાં મારા પત્રવ્યવહારને પહોંચી વળવા માટે વખત મેળવવા સારું મેં અઠવાડિયામાં એક દિવસ મૌન પાળવાનું શરૂ કર્યું પણ હવે એ ચોવીસ કલાક મારે માટે ખાસ આઘ્યાત્મિક જરૂરિયાતના થઇ પડયા છે." નિયતકાલનું મૌનવ્રત એ યાતના નથી, પણ આશીર્વાદ છે. ભગવાન સત્ય છે એમ, કહેનાર ગાંધીજીએ એમ પણ કહ્યું છે કે, "સત્ય એ જ ભગવાન છે." ગાંધીજીએ કહ્યું છે, "જો સત્ય અને અહિંસાને આપણે આપણા જીવનનો મહામંત્ર બનાવવાનો નિશ્ચય કરીએ તો દરેક સવાલનો ઉકેલ મળી આવે છે એમાં શંકા નથી." ગાંધીજી એમના જીવન-અનુભવ દર્શાવતા કહે છે, "મેં મારા જીવનમાં જોયું છે કે વિનાશના કાયદાથી નહીં, પણ પ્રેમના ચોક્કસ સિદ્ધાંતે મને સફળતા આપી છે."

દાંડી યાત્રા એક અનોખો વિચાર હતો, જેનું દેશવ્યાપી માર્કેટિંગ કરવામાં વપરાયેલી પ્રોડક્ટ મીઠું એટલેકે સોલ્ટ હતી. આને જ કહેવાય મહાત્મા ગાંધીજીનું પ્રોફેશનલ મેનેજમેંટ. જો આજે ગાંધીજી જીવિત હોત તો તેઓને ભારતની સોથી બેસ્ટ આઇ આઇ એમ( IIM) માં મેનેજમેંટ ગુરૂનું સ્થાન ધરાવતા હોત. શું તમારે પણ ગાંધીજી જેવું મેનેજમેંટ શીખવું છે? જો હા તો આજથી જ ગાંધીજીના જીવન ચરિત્રને ધ્યાનમાં લઇને આધ્યાત્મિક ગુરૂ બની જાવ, તમને સફળતા જરૂર મળશે. તથાસ્તું....

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Rules for Hindu - હાથમાં નાડાછડીકેટલા દિવસ સુધી બાંધીને રાખી શકાય જાણી લો.

માર્ગશીર્ષ મહિનાના ગુરૂવાર... જાણો સંપૂર્ણ વિધિ અને વ્રત કથા

Margashirsha Guruvar Lakshmi Puja katha- માર્ગશીર્ષ મહિનાના ગુરૂવારની કથા

Margashirsha Guruvar Puja Vidhi : માર્ગશીર્ષનો મહિનાનો પ્રથમ ગુરુવાર, પૂજા કેવી રીતે કરવી ?

શ્રી મહાલક્ષ્મી અષ્ટકમ - Sri Mahalakshmi Ashtakam

Show comments