ભારતીય ક્રિકેટ ટીમ માટે વિશ્વકપ જીતવો એ માટે પણ જરૂરી હતુ, કારણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ટીમ ઈંડિયાએ શ્રેષ્ઠ રમત બતાવી હતી અને વિશ્વની શ્રેષ્ઠ ટીમો વિરુદ્ધ જીત નોંધાવી. એવુ પણ માનવામાં આવી રહ્યુ હતુ કે ક્રિકેટ જગતમાં જે ખેલાડીનું નામે સૌથી વધુ રેકોર્ડ છે, તેનો આ શક્યત: છેલ્લો વિશ્વકપ છે. તેથી ટીમે આ લીજેંડ માટે વિશ્વકપ જીતવો જ પડશે. આ વાત સચિન તેંડુલકરની જ થઈ રહી છે. વિશ્વકપમાં મેન ઓફ ધ સીરિઝ બન્યા પછી યુવરાજ સિંહે પણ કબૂલ્યુ હતુ કે અમે આ ખિતાબ સચિન માટે જીત્યો છે. 2011 ભારત માટે જ નહી પરંતુ સમગ્ર ક્રિકેટ જગત માટે ભારતનું વિશ્વકપ જીતવુ સૌથી મોટી ઘટના છે.
2011
માં ભારતનો ટેસ્ટ રેકોર્ડ ભારતીય ટીમ વર્ષની શરૂઆતમાં ટેસ્ટમાં નંબર વન ટેસ્ટ ટીમ રહી. ટેસ્ટ રેકિંગમાં ભારતનું પ્રથમ સ્થાન મેળવ્યુ હતુ. પરંતુ ક્રિકેટ જગતમાં એવુ કહેવાય રહ્યુ હતુ કે જ્યા સુધી ટીમ ઈંડિયા ઈગ્લેંડ, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાને તેના ઘરેલુ મેદાનોમાં ન હરાવી દે ત્યા સુધી તે નંબર વન કેવી રીતે બની શકે છે.
ભારતે વર્ષ 2011માં કુલ ચાર ટેસ્ટ શ્રેણી રમી. બે વેસ્ટઈંડિઝ વિરુદ્ધ અને એક એક શ્રેણી દક્ષિણ આફ્રિકા અને ઈગ્લેંડ વિરુદ્ધ તેમના જ દેશમાં. આ ચાર શ્રેણીમાંથી વેસ્ટઈંડિઝ વિરુદ્ધ બંને ટેસ્ટ શ્રેણીમાં ભારતને જીત મળી. જૂનમાં વેસ્ટઈંડિઝના ઘરેલુ મેદાન પર તેને ભારતને 1-0થી હરાવ્યુ, જ્યારે કે નવેમ્બરમાં ભારતે તેને ઘરેલુ શ્રેણીમાં 2-0થી હરાવ્યુ. 2011ની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકામાં ભારત-દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી 1-1થી બરાબર રહી, જ્યારે કે ઈગ્લેંડ વિરુદ્ધ ઈગ્લેંડમાં જ ભારતને 0-4ની હારનો સામનો કરવો પડ્યો. મતલબ કુલ ચાર શ્રેણીમાં ભારતને બે જીત એક ગુમાવી અને એક બરાબર રહી.
ઈગ્લેંડે નંબર એકનો તાજ છીનવી લીધો - ઈગ્લેંડ પ્રવાસ પહેલા ભારતની રેકિંગ એક અને ઈગ્લેંડની બે હતી. બંને ટીમો વચ્ચે હરીફાઈથી આ નક્કી થવાનું હતુ કે કંઈ ટીમ નંબર એક પોઝીશનની હકદાર છે. આ બાજી ઈગ્લેંડે મારી અને ભારતનો 4-0થી સફાયો થયો.
આંકડામાં જોઈએ તો ભારતે આ વર્ષે કુલ 13 ટેસ્ટ રમી જેમા ચારમાં તેને હાર મળી અને પાંચમાં હાર અને બાકી ચાર ડ્રો રહી. ભારતે ત્રણ ટેસ્ટ વેસ્ટઈંડિઝથી અને એક દક્ષિણ આફ્રિકાથી જીતી, જ્યારે કે ઈગ્લેંડથી તેણે ચાર ટેસ્ટ અને દક્ષિણ આફ્રિકાથી એક ટેસ્ટમાં હાર મળી.