Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેલ ખેલ રે ભવાની મા

મા પાવા તે ગઢતી ઉતર્યાં મહાકાળી રે

Webdunia
W.DW.D

ખેલ ખેલ રે ભવાની મા જય જય અંબે મા.
મારી અંબા માને કાજે રે ,, ,, ,,
બાળી બહુચરાને કાજે રે ,, ,, ,,
મારી બુટ માને કાજે રે ,, ,, ,,
કાળી કાળકા ને કાજે રે ,, ,, ,,
માનાં નોરતાં આવ્‍યાં રે ,, ,, ,,
ઘેર ઘેર ગરબા ગાયે રે ,, ,, ,,
ચાચર ચંદનીઓ બંધાવું રે ,, ,, ,,
તેમાં શોભા ઘણી થાયે રે ,, ,, ,,
માને સેવક ચાચર લાવે રે ,, ,, ,,
માજી ચાચર રમવા આવે રે ,, ,, ,,
માજી શણગાર સજી આવે રે ,, ,, ,,
માજી રૂમઝુમતાં આવે રે ,, ,, ,,
માજી ગરબો લઈ ને ગાવે રે ,, ,, ,,
ભક્‍તો દર્શન કાજે આવે રે ,, ,, ,,
માના ગરબા જે કોઈ ગાવે રે ,, ,, ,,
માજી તેને પ્રસન્ન થાયે રે ,, ,, ,,
તેને સુખ સંપત્તિ આપે રે ,, ,, ,,
તેનો વંશ વૃદ્ધિ રાખે રે ,, ,, ,,
તેનો વિઘ્‍ન માજી કાપે રે ,, ,, ,,
તેને વૈંકુંઠ વાસ આપે રે ,, ,, ,,

W.DW.D

મા પાવા તે ગઢતી ઉતર્યાં મહાકાળી ર ે,
મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 1
મા સોળ સજ્‍યા શણગાર મહાકાળી ર ે,
માની ઓઢણી ઝાકમઝાળ પાવાવાળી રે. 2
માને કાંબીને કડલાં શોભતાં મહાકાળી રે.
માને ઝાંઝરનો ઝમકાર પાવાવાળી રે. 3
માને બાંય બાજુબંધ બેરખાં મહાકાળી ર ે,
માને દશે આંગળીએ વેઢ પાવાવાળી રે. 4
માને ઝાલને ઝુમણું શોભતું મહાકાળી ર ે,
માને કંઠે એકાવન હાર પાવાવાળી રે. 5
માને નાકે નકવેસર શોભતું મહાકાળી ર ે,
માને ટિલડી તપે લલાટ પાવાવાળી રે. 6
માએ સેંથો ભર્યો સિંદુરનો મહાકાળી ર ે,
માને ચોટલે વસિયલ નાગ પાવાવાળી રે. 7
મા ચોસઠબેનડી તેડાવશું મહાકાળી ર ે,
મા સાથે કેવળ વીર પાવાવાળી ર ે, 8
મા ફૂલના દડા હાથમાં મહાકાળી રે.
મા પરવરિયાં ગુજરાત પાવાવાળી રે. 9
મા પાટણ પરગણું તાહરૂં મહાકાળી ર ે,
મા ગુર્જર ખંડમાં ગામ પાવાવાળી રે. 10
મા શંખબલપુર સોહામણું મહાકાળી ર ે,
માનો મધ્‍યે પુર વાસ પાવાવાળી રે. 11
મા સર્વ મળીને કરી સ્‍થાપના મહાકાળી ર ે,
માને માનસરોવર પાળ પાવાવાળી રે. 12
મા કૂકડીયાને સજ કર્યા મહાકાળી ર ે,
મા થયાં તે ઘોડી સવાર પાવાવાળી રે. 13
મા કેસરી વાઘા પહેરીયા મહાકાળી ર ે,
મા ભમ્‍મર ભાલું હાથ પાવાવાળી રે. 14
મા રમતાં રમતાં નિસર્યાં મહાકાળી ર ે,
આવ્‍યાં માનસરોવર પાસ પાવાવાળી રે. 15
મા સાથે લશ્‍કર ચાર ટુકડી મહાકાળી ર ે,
ખીરદાળી બહુચર માત પાવાવાળી રે. 16
મા માનસરોવર તલાવડી મહાકાળી ર ે,
તેમાં ભરિયાં નિર્મળ નીર પાવાવાળી રે. 17
મા ઊતારીને કીધાં પોતિયાં મહાકાળી ર ે,
માએ નાહીને પીધું નીર પાવાવાળી રે. 18
મા ઘોડીનો ઘોડો થયો મહાકાળી ર ે,
મા સ્ત્રી માંથી પુરુષપાવાવાળી રે. 19
માનો પટંતરો ત્‍યાંથી થયો મહાકાળી ર ે,
માનો પૃથ્‍વીમાં મહિમાય પાવાવાળી રે. 20
ઘણા હિન્‍દુ કેરા દેવતા મહાકાળી ર ે,
ખીરદાળી બહુચર માય પાવાવાળ ી3 રે. 21
મા લીલા તે નેજા ફરફરે મહાકાળી રલ ે,
આવી મુગલ કેરી ફોજ પાવાવાળી રે. 22
મા બહુચરમા એમ બોલીયાં મહાકાળી ર ે,
અલ્‍યા મા લઈશ મારૂં નામ પાવાવાળી રે. 23
મા મુગલે વાત મનમાં ધરી મહાકાળી ર ે,
ચડી મુગલો કેરી ફોજ પાવાવાળી રે. 24
મા બહુચર માના મરઘલા મહાકાળી ર ે,
તે તળિયા તવા માંય પાવાવાળી રે. 25
મા કૂકડિયા ભોજન કીધાં મહાકાળી ર ે,
પછી ચડી તે માને રીસ પાવાવાળી ર ે, 26
મા મૂઆ તે મૃગલા બોલ્‍યા મહાકાળી ર ે,
પછી આઈ થયાં અસ્‍વાર પાવાવાળીરે. 27
મા ત્રિશૂળ લીધું હાથમાં મહાકાળી ર ે,
મા કીધો અસુર તણો નાશપાવાવાળી રે. 28
મા કૂદી ઘોડો મારીયો મહાકાળી ર ે,
મા હાથી પાડયો એક પાવાવાળી રે. 29
મા મોટો મુગલ એક મારીઓ મહાકાળ ી3 ર ે,
બીજા મુગલોનો નહિ પાર પાવાવાળી રે. 30
મા બળ કરી મુગલ મારીઆ મહાકાળી ર ે,
માર્યો બાદશાહનો ભાણેજ પાવાવાળી રે. 31
મા સામે થયું સઉ એકઠું મહાકાળી ર ે,
મા ચાલ્‍યાં તે મુગલ પાસ પાવાવાળી રે. 32
તેં મારૂં તે વાર્યું નવ કર્યું મહાકાળી ર ે,
તેં હાથે વસાવ્‍યું વેર પાવાવાળી રે. 33
ત્‍યાં હાથ જોડીને આવિયા મહાકાળી ર ે,
માને લળી લળી લાગ્‍યા પાય પાવાવાળી રે. 34
મા સોનાના ઘડાવું કુકડા મહાકાળી ર ે,
મા લાવું મંડપ માંય પાવાવાળી રે. 35
મા તારૂં દેવળ ફરી ચણાવશું મહાકાળી ર ે,
મા ઉપર ધોળી ધજાય પાવાવાળી રે. 36
મા તારો ચાચર સાધશું મહાકાળી ર ે,
કહે વલ્લભ કોડે બાંધશું પાવાવાળી રે. 37

Relationship- પત્નીએ ક્યારેય પતિ સાથે આવું વર્તન ન કરવું જોઈએ, તેનાથી સંબંધ નબળા પડી શકે છે.

Relationship tips- પાર્ટનરની આ વાતથી જણાવે છે કે તમારુ પાર્ટનર તમને ચીટ કરી રહ્યો છે

Relationship tips- લગ્નથી પહેલા માતાઓ જરૂર શીખડાવો દીકરીને આ 5 વાત

Relationship tips- બોરિંગ રિલેશન માટે રામબાણ છે આ 3 ટૉપિક

True Love- સાચા પ્રેમને કેવી રીતે શોધવુ

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Show comments