Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kali chaudas 2023: નરક ચતુર્દશી પર શા માટે હોય છે બજરંગબલીની પૂજા? આ ઉપાયથી થશે લાભ

Webdunia
બુધવાર, 1 નવેમ્બર 2023 (09:31 IST)
"Narak Chaturdashi 2022: નવરાત્રીની સાથે જ તહેવારોની પણ શરૂઆત થઈ જાય છે. જલ્દી જ હિંદુઓનો સૌથી મોટુ તહેવાર દિવાળી પણ આવે છે પણ દિવાળીથી પહેલા એક દિવસ પહેલા ઉજવાય છે નરક ચતુર્દશી. આ દિવસથી સંકળાયેલી ઘણી માન્યતાઓ છે. તેમાંથી એક નરક ચતુર્દશી પર બરંગબલીની પૂજા પણ કરાય છે. ભગવાન શ્રીકૃષ્ણ, માતા કાલી અને મૃત્યુના દેવતા યમરાજની પૂજા વિશે તો બધા જાણે છે, પરંતુ હજુ પણ ઘણા લોકો નથી જાણતા કે આ દિવસે બજરંગબલીની 
 
પૂજાનું મહત્વ શું છે? તો ચાલો તમને જણાવીએ કે આ દિવસે બજરંગબલીની પૂજા શા માટે કરવામાં આવે છે?
 
હકીકતમાં વાલ્મીનિ રામાયણ મુજબ કાર્તિક મહીનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીને હનુમાનજીનો જન્મ થયુ હતું. આ દિવસે જ નરક ચતુર્દશી પણ ઉજવાય છે. તેથી માન્યતા છે કે નરક ચતિર્દશીના દિવસે જે પણ માણસ બજરંગબલીની પૂજા-અર્ચના કરે છે, તેના જીવનના બધા સંકટથી મુક્તિ મળે છે. આ જ કારણ છે કે આ દિવસે એટલે કે નરક ચતુર્દશીને બજરંગબલીની પણ પૂજા કરાય છે. 
 
બજરંગબલીને ખુશ કરવા માટે શું કરવું? 
નરક ચતુદર્શીના દિવસે એક નારિયેળ લેવુ અને તમારા માથા પરથી સાત વાર ઉતારીને બજરંગબલીને ચઢાવી દો. કહેવામાં આવે છે કે આવુ કરવાથી તમારા જીવનની દરેક પરેશાનીનો ઉકેલ થઈ જાય છે. તે સિવાય પીપલના પાનમાં "જય શ્રી રામ" લખીને તેની એક માળા બનાવો અને આ માળાને બજરંગબલીને પહેરાવો. તેનાથી કરિયરમા% થતી પરેશાનીઓ અને મુશ્કેલીઓ દૂર થાય છે. 
 
આ ઉપાયોથી પણ થશે લાભ 
નરક ચતુદર્શીના દિવસે સૂર્યોદયથી પહેલા ઉઠીને તલના તેલથી માલિશ કરવી અને પાણીમાં તલ નાખી સ્નાન કરવું. નરક ચતુર્દશીના દિવસે સ્નાન કર્યા પછી માથા પર કંકુઅથી ચાંદલો લગાવી અને દક્ષિણ દિશાની તરફ મોઢુ કરીને તલના જળથી યમરાજનુ તર્પણ કરવું. તેનાથી નરકમાં મળતી પરેશાનીઓથી મુક્તિ મળે છે. 
 
શું ન કરવું? 
નરક ચૌદસને મંદિર, રસોડું, તુલસી, પીપળ, વડ કે આંબાના ઝાડ નીચે ગંદા ન કરો. આ દિવસે અહીં સાફ કરો અને દીવો પ્રગટાવો. એવું માનવામાં આવે છે કે આ કરવાથી સુખ
 
સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે અને જીવનમાં શાંતિ રહે છે. આ દિવસે દીપદાનનું પણ ખૂબ મહત્વ છે.
 

સંબંધિત સમાચાર

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

'છાવા'માંથી વિકી કૌશલનો ફર્સ્ટ લૂક વાયરલ

પ્રીતિ ઝિંટા ફિલ્મોમાં કરી રહી છે કમબેક, આ ફિલ્મમાં સની દેઓલ સાથે જામશે જોડી

Natasha Dalal Baby Shower: શાનદાર થયુ Varun Dhawan ની પત્ની નતાશા દલાલનુ બેબી શાવર, સામે આવી ઈનસાઈડ તસ્વીર

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

ગુજરાતી જોક્સ - આવુ ઈશ્ક છે

જોક્સ- મોબાઈલના જમાના

આગળનો લેખ
Show comments