Dharma Sangrah

laxmi puja diwali - આ રીતે ઘરે કરો લક્ષ્મી પૂજન, પૂજાની સરળ વિધિ

Webdunia
શુક્રવાર, 10 નવેમ્બર 2023 (10:38 IST)
laxmi puja diwali - દિવાળીની પૂજા વિધિમાં જરૂરી સામગ્રી - દિવાળી  Diwaliના દિવસે પૂજામાં વપરાતી અનેક વસ્તુઓ આમ તો ઘરમાં જ મળી જાય છે પણ છતા પણ કેટલીક અન્ય વસ્તુઓ પણ બજારમાંથી લાવવી પડે છે જે નિમ્ન પ્રકારની છે. 
 
લક્ષ્મી, સરસ્વતી અને ગણેશજીનુ ચિત્ર કે પ્રતિમા, લાલ દોરો, કંકુ, ચોખા, પાન, સોપારી, લવિંગ, ઈલાયચી, ધૂપ, કપૂર, અગરબત્તી, માટી અને તાંબાના દિવા, રૂ ઉપરાંત મોલી, નારિયળ, મઘ, દહી, ગંગાજળ, ગોળ, ધાણા, ફળ, ફૂલ, જવ, ઘઉં, દુર્વા, ચંદન, સિંદૂર, ઘૃત, પંચામૃત, દૂધ, મેવા, ધાણી, પતાશા, ગંગાજળ, જનોઈ, સફેદ કપડુ, અત્તર, ચૌકી (બાજટ) કમળકાકડીની માળા, કળશ, શંખ, આસન, થાળી, ચાંદીનો સિક્કો, દેવતાઓના પ્રસાદ માટે મિઠાઈ(વર્ક વગરની). 
 
દિવાળી પૂજા વિધિ -  diwali ki puja vidhi 
 
દિવાળી Diwali ની પૂજા દરમિયાન સર્વપ્રથમ એક બાજટ લો અને સફેદ વસ્ત્ર બાજટ પર પાથરી લો. હવે ભગવાન ગણેશ, દેવી લક્ષ્મી અને સરસ્વતીની પ્રતિમા અથવા તસ્વીર તે બાજટ પર વિરાજીત કરો. 
 
ત્યારબાદ જળપાત્ર માંથી થોડુ જળ લઈને તેને નિમ્ન મંત્રનો જાપ કરતા પ્રતિમા ઉપર છાંટી દો. ત્યારબાદ પૂજા સ્થાન અને પોતાની ઉપર છાંટો. પાણી છાંટીને ખુદને પવિત્ર કરો. 
 
દિવાળી પૂજા મંત્ર - diwali puja mantra
 
ऊँ अपवित्र: पवित्रो वा सर्वावस्थां गतोपि वा। य: स्मरेत् पुण्डरीकाक्षं स: वाह्याभंतर: शुचि:।।
 
ત્યારબાદ પૃથ્વી માતાને પ્રણામ કરતા નિમ્ન મંત્ર બોલો અને તેમની પાસે તમારી ભૂલો માટે ક્ષમા માંગો. 
 
पृथ्विति मंत्रस्य मेरुपृष्ठः ग ऋषिः सुतलं छन्दः कूर्मोदेवता आसने विनियोगः॥
 
દિવાળી Diwali ધ્યાન અને સંકલ્પ વિધિ 
 
પૂજા દરમિયાન તમારુ મન અને ચિત્ત શાંત રાખો અને સંપૂર્ણ શ્રદ્ધા ભાવથી ભગવાનનુ ધ્યાન કરો. ત્યારબાદ હાથમાં જળ લઈને સંકલ્પ કરો સાથે જ ફુલ અને ચોખા પણ હાથમાં લો. ત્યારબાદ ધ્યાન કરતા આવો સંકલ્પ લો - હુ તમારુ નામ, તમારુ સ્થાન, સમય માતા લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન ગણેશની પૂજા કરવા જઈ રહ્યો છુ. જેનુ મને શાસ્ત્રોકત ફળ પ્રાપ્ત થાય. 
 
ત્યારબાદ સૌ પહેલા ભગવાન ગણેશજી અને ગૌરી પૂજન કરો. ત્યારબાદ કળશ પૂજન કરો પછી નવગ્રહોનુ પૂજન કરો. હાથમાં ચોખા અને પુષ્પ લઈ લો અને નવગ્રહ સ્ત્રોત બોલો. 
 
ત્યારબાદ બધા દેવી દેવતાઓને લાલ દોરો અર્પણ કરો અને ખુદના હાથ પર પણ બાંધી લો. હવે બધા દેવી દેવતાઓને તિલક લગાવીને ખુદ પણ તિલક લગાવો. ત્યારબાદ મહાલક્ષ્મીની પૂજા આરંભ કરો. 
 
દિવાળી Diwali માં માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રીસૂક્ત, કનકધારા અને લક્ષ્મી સૂક્તનો પાઠ કરો. 
 
સૌ પહેલા ભગવાન ગણેશની પૂજા કરો ત્યારબાદ દેવી લક્ષ્મીની આરતી કરો. તેમની સમક્ષ 7, 11 અથવા 21 દિવા પ્રગટાવો અને માતાને શ્રૃંગાર અર્પિત કરો.  શ્રી સૂક્ત, લક્ષ્મી સૂક્ત અને કનકધારાનો પાઠ કરો. તમારી પૂજા પૂર્ણ થશે. 
 
લક્ષ્મી આરતી આગળ 
લક્ષ્મી આરતી 
 
ૐ જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા,
તુમકો નિશદિન સેવત, હર વિષ્ણુ વિધાતા, ૐ જય... 
 
બ્રહ્માણી, રુદ્રાણી, કમલા, તુ હી હે જગ માતા
સુર્ય ચંદ્રમા ધ્યાવત, નારદઋષિ ગાતા, ૐ જય...
 
દુર્ગા રૂપ નિરંજનિ, સુખ સંપતિ દાતા
જો કોઈ તુમકુ ધ્યાવત, અષ્ટ સિદ્ધિ ધન પાતા, ૐ જય... 
 
તુ હી હે પાતાલ બસંતી, તુંહી હે શુભ દાતા
કર્મ-પ્રભાવ-પ્રકાશિની, જગનિધિ કી ત્રાતા, ૐ જય... 
 
જીસ ઘર થોડી બાસે, જાહિ મે ગુણ આતા,
કર ન શકે સો કર લે, જો કર નહિ પાતા ૐ જય... 
 
તુમ બિન જર ન હોવે, વસ્ત્ર ન હોય રાતા
ખાન-પાન કા વૈભવ, તુમ બીન કુણ દાતા, ૐ જય... 
 
શુભ ગુણ સુંદર યુક્તા, ક્ષીરનિધિ જાતા
રત્ન ચતુર્દશ તો તુમ બિન, કોઈ ભી નહી પાતા, ૐ જય... 
 
શ્રીલક્ષ્મીજી કી આરતી, જો કોઈ ગાતા 
ઉર ઉમંગ અતિ ઉપજે, પાપ ઉતર જાતા, ૐ જય... 
 
સ્થિત ચર જગત રચાયે, શુભ કર્મન લાતા
તેરા ભક્ત મૈયાજી, શુભ દ્રષ્ટિ પાતા, ૐ જય.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જુવાર, બાજરી અને રાગીનું કોમ્બીનેશન છે લાજવાબ, જાણો આ ત્રણ અનાજને મિક્સ કરીને ખાવાથી આરોગ્યને શું લાભ થાય

ઈન્દોરમાં ફેલાયેલો જીવલેણ ફીકલ કોલિફોર્મ બેક્ટેરિયા શુ છે.. કેટલો ખતરનાક છે અને તેનાથી કંઈ બીમારીઓનો ખતરો હોય છે

ચહેરો ચમકતો અને યુવાન રહેશે, આ લીલા બીજનું પાણી રોજ પીવો

Gujarati Recipe- મેથીના ગોટા

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

વધુ જુઓ..

નવીનતમ

Sakat Chauth Upay: તલ/અંગારીકા ચોથનાં દિવસે કરો આ ઉપાયો, જીવનની બધી મુશ્કેલીઓ થશે દૂર,

Sakat Chauth 2026: સંકટ ચોથ વ્રત ક્યારે છે 6 કે 7 જાન્યુઆરી ? જાણી લો તલ ચોથની પૂજા વિધિ, શુભ મુહૂર્ત અને સામગ્રીની લીસ્ટ

Shiv Chalisa Video - શિવ ચાલીસા વાંચો ગુજરાતીમાં

Shiv Stuti : શંભુ શરણે પડી.. (જુઓ વીડિયો)

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments