Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાભ પાંચમનુ મહત્વ.. પૂજા તિથિ અને મૂહુર્ત

Webdunia
બુધવાર, 30 ઑક્ટોબર 2019 (14:24 IST)
છે. 
લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહે છે.  જે મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે.  આ દિવાળીનો અંતિમ દિવસ  હોય છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો.તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે.  આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે.  ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી. 
 
લાભ પાંચમનું શ્રેષ્ઠ મુહુર્ત 
 
લાભ પાંચમ - 01  નવેમ્બર 2019 શુકવાર 
પંચમી તિથિ શરૂ -  1 નવેમ્બર 2019 વહેલી સવારે 01.01 વાગ્યાથી  
પંચમી તિથિ સમાપ્ત - 02 નવેમ્બર 2019  સમય  વહેલી સવાર 12.51 સુધી 
લાંભ પંચમી પૂજા મુહૂર્ત - સવારે 06.33થી 10.14 મિનિટ સુધી (3 કલાક 41 મિનિટ) 
 
લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે.  ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે.  દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે.  આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે.  તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.  વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે. 
 
- જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. 
- આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments