Webdunia - Bharat's app for daily news and videos

Install App

Happy Diwali - દિવાળી છે પાંચ દિવસનો તહેવાર

Webdunia
શનિવાર, 7 નવેમ્બર 2020 (20:31 IST)
દિવાળીના પાવન અવસર પર ચારે બાજુથી ખુશીઓનુ મહેકતુ વવાતાવરણ થઈ જાય છે. આ પર્વ બધા તહેવારોમાં સૌથી શ્રેષ્ઠ મનાય છે. કારણ કે પાંચ દિવસ સુધી આ તહેવારની ખુશીઓ છવાયેલી રહે છે અને મહિન પહેલાથી આ તહેવારની તૈયારી શરૂ થઈ જાય છે. દરેક તહેવારની જેમ આ તહેવારની પણ પૌરાણિક કથા છે. દરરોજનું વિશેષ મહત્વ છે. આવો જાણીએ પાંચ દિવસીય જગમગાતા તહેવારની વિશેષતાઓ.. 
કાર્તિક કૃષ્ણ ધનવન્તરી જયંતિ 
 
આ દિવસને ધનતેરસ કહેવામાં આવે છે. આ દિવસે ચિકિત્સક ભગવાન ધન્વંતરીની પણ પૂજા કરે છે. પુરાણોમાં કથી છે કે સમુદ્ર મંથનના સમયે ધન્વંતરે સફેદ અમૃત કળશ લઈને અવતરિત થયા હતા. ધનતેરસના સાંજે યમરાજ માટે દીપદાન કરવુ જોઈએ. જેનાથી અકાળ મૃત્યુનો નાશ થાય છે. લોકો ધનતેરસના રોજ નવા વાસણો પણ ખરીદે છે અને ધનની પૂજા પણ કરે છે. 
કાર્તિક કૃષ્ણ ચતુર્દશી 
 
આને નરક ચતુર્દશી કે કાળી ચૌદસ, રૂપ ચૌદસ પણ કહેવામાં આવે છે. આ દિવસે નરકથી ભયભીત થનારા મનુષ્યોએ ચંદ્રોદયના સમયે સ્નાન કરવુ જોઈએ અને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ. જે કાળી ચૌદસની વહેલી સવારે તેલ માલિશ કરી સ્નાન કરે છે અને રૂપ નિખારે છે તેને યમલોકના દર્શન નથી કરવા પડતા. નરકાસુરની સ્મૃતિમાં ચાર દીપક પણ લગાવવા જોઈએ. 
Devi Lakshmi Mantra
કાર્તિક કૃષ્ણ અમાસ 
 
આને દિવાળી કહેવાય છે. આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. સાથે જ કુબેરની પૂજા પણ કરવામાં આવે છે. શુભ મુર્હુતમાં લક્ષ્મીજીનો ફોટો, સિક્કો અથવા શ્રીયંત્ર, ધાણી, પતાશા, દીપક, પુતલી, શેરડી, કમળનું ફૂલ, મોસમી ફળ વગેરે પૂજનની સામગ્રી ખરીદવામાં આવે છે. ઘરમાં લક્ષ્મીને નૈવેધ હેતુ પકવાન બનાવવામાં આવે છે. શુભ મુર્હુત ગોધૂલિ બેલા અથવા સિંહ લગ્નમાં લક્ષ્મીના વૈદિક કે પૌરાણિક મંત્રોથી પૂજા કરવામાં આવે છે. 
 
શરૂઆતમાં ગણેશ, અંબિકા, કળશ, માલૂકા, નવગ્રહ પૂજનની સાથે જ લક્ષ્મી પૂજાનુ વિધાન હોય છે. લક્ષ્મીની સાથે જ અષ્ટસિદ્ધિયા અણિમા, મહિલા ગરિમા, લધિમા, ઈશિત્રા અને બસ્તિઆ, તથા વિદ્યા સૌભાગ્ય, અમૃત, કામ, સત્ય, ભોગ અને યોગ તેમજ અષ્ટલક્ષ્મી વગેરેની પૂજા પણ કરવી જોઈએ. ચોપડા, ધનપેટી, લોકર, તુલા, માન વગેરેમાં સ્વસ્તિક બનાવીને પૂજન કરવુ જોઈએ. પૂજા પછી દીપકને દેવસ્થાન, ગૃહદેવતા, તુલસી, જળાશય, આંગણની આસપાસ સુરક્ષિત સ્થાન, ગૌશાળા વગેરે મંગળ સ્થાન પર લગાવીને દિવાળી ઉજવો. પછી ઘર આંગણે આતિશબાજી કરી લક્ષ્મીજીને પ્રસન્ન કરવા જોઈએ. 
કાર્તિક શુક્લ બલિપ્રતિપ્રદા,દીવાળી-પાડવા 
 
આને ગોવર્ધન પૂજા કે અન્નકૂટ મહોત્સવના રૂપમાં ઓળખવામાં આવે છે. આજના દિવસે ગાય-વાછરડાં અને બળદની પૂજા કરવામાં આવે છે. ગાય વાછરડાને જુદી જુદી રીતે શ્રૃંગારિત કરવામાં આવે છે. આ દિવસે હિન્દુ કેલેન્ડરની દ્રષ્ટીએ નવા વર્ષની શરૂઆત થાય છે. લોકો એકબીજાને મીઠુ 'સબરસ'ના રૂપમાં આપે છે. જેનો મતલબ એ થાય છે કે મીઠાની જેમ તમારા જીવનમાં પણ બધા રસ કાયમ રહે. લોકો એકબીજાને નૂતન વર્ષાભિનંદન કે નવ વર્ષની શુભેચ્છા પાઠવે છે. 
કાર્તિક શુક્લ બીજ/ભાઈબીજ 
 
આ યમ દ્વિતીયા કે ભાઈબીજના નામે પણ ઓળખાય છે. આ દિવસે વહેલી સવારે ઉઠીન ચંદ્રમાના દર્શન કરવા જોઈએ. યમુના કિનારે રહેનારા લોકોએ યમુનામાં સ્નાન કરવુ જોઈએ. આજના દિવસે યમુનાએ યમને પોતાના ઘરે ભોજન કરવા બોલાવ્યા હતા, તેથી તેને યમદ્વિતીયા કહેવાય છે. આ દિવસે ભાઈઓએ ઘરે ભોજન ન કરવુ જોઈએ. તેમણે પોતાની બહેન, કાકા કે માસીની પુત્રી, મિત્રની બહેનને ત્યા પ્રેમથી ભોજન કરવુ જોઈએ. આનાથી કલ્યાણ થાય છે. 
 
ભાઈએ વસ્ત્ર, દ્રવ્ય વગેરેથી બહેનનો સત્કાર કરવો જોઈએ. સાંજે દીપદાન કરવું જોઈએ. 
 
દીપમાલિકોત્સવનો સુવર્ણ પ્રકાશ તમારા જીવનમાં સ્નિગ્ધ જ્યોત્સનાને પ્રસાર કરી બધા શુભ સંકલ્પોના પ્રતિપાદનમાં શક્તિ અને ચેતનાનો સંચાર કરી મંગળપ્રદ અને સમૃદ્ધશાળી યુગનુ સૃજન કરે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Dehydration Symptoms - શું તમે પણ શિયાળામાં પાણી ઓછું પીવો છો ? આ 5 લક્ષણ બતાવી દેશે શરીરમાં થઈ રહી છે પાણીની કમી

શિયાળામાં આ ઉંમરના લોકોએ રહેવું સાવધ, નહિ તો બની જશો હાર્ટ એટેકનાં શિકાર, જાણો કેવી રીતે પોતાની બચવું

રામાયણની વાર્તા - લક્ષ્મણજી 14 વર્ષ સુધી ઉંઘ્યા નથી

mutton nihari - ઘરે કેવી રીતે બનાવીએ દિલ્હીની પ્રખ્યાત મટન નિહારી

Gota Patti Sarees : આ Festive Season માટે છે એક પરફેક્ટ ચૉઈસ

વધુ જુઓ..

નવીનતમ

શનિ ચાલીસા / shani chalisa gujarati

Dhanteras 2025- 2025 માં ધનતેરસ કઈ તારીખે છે, જાણો મહત્વ અને શુભ મુહુર્ત

Mahakumbh 2025 : જો જઈ રહ્યા છો કુંભમેળામાં, તો ત્યાંથી આ વસ્તુઓ જરૂર ઘરે લાવો, તમારી સંપત્તિમાં થશે વધારો

Holi 2025- હોળી કઈ તારીખે છે 2025

Festival List 2025 : વર્ષ 2025 માં કયો તહેવાર આવશે? જાણો મકરસંક્રાંતિથી દિવાળી સુધીની તારીખો

આગળનો લેખ
Show comments