Webdunia - Bharat's app for daily news and videos

Install App

Guru Pushya Nakshtra 2021- આ 7 ઉપાય ગુરૂ પુષ્ય નક્ષત્રની સાથે બનશે 5 શુભ યોગ, આખુ વર્ષ મળશે ફાયદા

Webdunia
બુધવાર, 27 ઑક્ટોબર 2021 (13:45 IST)
આજે ગુરૂ પુષ્ય સાથે બનશે 5 શુભ યોગ, કરી શકો છો આ ઉપાય
આ માટે શુભ છે ગુરૂ પુષ્ય 
જ્યોતિષમાં પુષ્યને ખૂબ જ શુભ નક્ષત્ર માનવામાં આવ્યુ છે. દેવતાઓના ગુરૂ બૃહસ્પતિ આ નક્ષત્રના સ્વામી છે. ગુરૂવારના દિવસે પુષ્ય નક્ષત્રનો સંજોગ ગુરૂ પુષ્ય નામનો અત્યંત શુભ યોગ બનાવે છે. આ યોગમાં ખરીદી બેંક સાથે સંબંધિત કાર્ય નવો વેપાર-ઓફિસ શરૂ કરવો પૂજા પાઠ સંબંધિત શુભ કાર્ય કરવાથી એ કાર્યોના સમગ્ર પરિણામ પ્રાપ્ત થાય છે. જ્યોતિષિયોના મુજબ આ મુહુર્તમાં ખરીદીથી ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે. 
 
પુષ્યનો અર્થ છે પોષણ કરવુ 
પુષ્ય શબ્દનો શાબ્દિક અર્થ છે પોષણ કરવુ અથવા પોષણ કરનારા અને આ શબ્દનો શાબ્દિક અર્થ જ પોતાની રીતે આ નક્ષત્રના વ્યવ્હાર અને આચરણમાં ઘણુ બધુ જણાવી દે છે. કેટલાક લોકો પુષ્ય નક્ષત્રને તિષ્ય નક્ષત્રના નામ સાથે સંબોધિત કરે છે. તિષ્ય શબ્દનો અર્થ છે શુભ હોવુ અને આ અર્થ પણ પુષ્ય નક્ષત્રને શુભ્રતા જ પ્રદાન કરે છે. 
 
ગુરૂ પુષ્ય યોગમાં કરવામાં આવેલા ઉપાય 
1. આ ગુરૂવારની સાંજે મા લક્ષ્મીની વિધિ વિધાનપૂર્વક પૂજા કરો અને ત્યારબાદ લક્ષ્મીના ચરણોમાં સાત કોડીયો મુકો. અડધી રાત પછી આ કોડીયોને ઘરના કોઈ ખૂણામાં દબાવી દો. આ ઉપાયથી ધન સંબંધિત લાભ થાય છે. 
 
2. ગુરૂ પુષ્યની રાત્રે સ્નાન કરી પીળી ધોતી પહેરો અને એક આસન પર ઉત્તરની તરફ મોઢુ કરીને બેસી જાવ. હવે તમારી સામે સિદ્ધ લક્ષ્મી યંત્રને સ્થાપિત કરો. જે વિષ્નુ મંત્ર 
 
સાથે સિદ્ધ થાય અને સ્ફટિક માળાથી નીચે લખેલ મંત્રનો 21 વાળા જાપ કરો. મંત્ર જપ વચ્ચે ઉઠશો નહી.  ભલે પછી તમને ઘૂંઘરુનો અવાજ સંભળાય કે પ્રત્યક્ષ લક્ષ્મી દેખાય. 
 
મંત્ર -  ऊं श्रीं ह्रीं श्रीं ऐं ह्रीं श्रीं फट्
 
આ ઉપાયને વિધિ-વિધાન પૂર્વક સંપન્ન કરવાથી ધનની દેવી મા લક્ષ્મી પ્રસન્ના થાય છે. 
 
3. આ દિવસે  જૂની ચાંદીના સિક્કા અને રૂપિયા સાથે કોડી મુકીને તેનુ કેસર અને હળદરથી પૂજન કરો. પૂજા પછી તેને તિજોરીમાં મુકી દો. આ ઉપાયથી તમારી તિજોરીમાં 
 
બરકત કાયમ રહેશે. 
 
4. ગુરૂ પુષ્યની સવારે જલ્દી ઉઠીને સ્નાન વગેરે કાર્યોથી પરવારીને લક્ષ્મી મંદિરમાં જાવ અને મા લક્ષ્મીને કમળના ફૂલ અર્પિત કરો અને સફેદ રંગની મીઠાઈનો ભોગ લગાવો. 
 
માં લક્ષ્મીને ધન સંબંધી સમસ્યાઓના નિવારણ માટે પ્રાર્થના કરો. થોડા સમયમાં તમારી સમસ્યાનુ સમાધાન થઈ શકે છે. 
 
5. ગુરૂ પુષ્યના દિવસે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરો. આ ઉપાય કરવાથી  માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે અને સાધકની મનોકામના 
 
પુર્ણ કરી શકે છે. 
 
6. ગુરૂ પુષ્યને સવારે લીલા રંગના કપડાની નાની મોટી થેલી તૈયાર કરો.  શ્રીગણેશના ચિત્ર અથવા મૂર્તિની આગળ સંકટનાશન ગણેશ સ્ત્રોતના 11 પાઠ કરો. ત્યારબાદ આ 
 
થેલીમાં 7 મગ, 10ગ્રામ આખા ધાણા, એક પંચમુખી રૂદ્રાક્ષ, એક ચાંદીના રૂપિયો કે 2 સોપારી, 2 હળદરની ગાંઠ મુકીને જમણા મુખના ગણેશજીને શુદ્ધ ઘી ના મોદકનો નૈવૈધ 
 
ચઢાવો.  આ થેલી તિજોરી કે કૈશ બોક્સમાં મુકી દો.  ગરીબો અને બ્રાહ્મણોને દાન કરતા રહો. આર્થિક સ્થિતિમાં જલ્દી સુધાર આવી શકે છે. જ્યારે ફરી ગુરૂ પુષ્યનો યોગ બને 
 
ત્યારે આ થેલી નદીમાં પ્રવાહિત કરી દો અને નવી થેલી બનાવી લો. 
 
7. ગુરૂવારે સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘી નો દિવો પ્રગટાવો. બત્તીમાં રૂને બદલે લાલ રંગના દોરાનો પ્રયોગ કરો. સાથે જ દિવામાં થોડુ કેસર પણ નાખી દો. 
 
આ ઉપાયથી ધનનુ આગમન થાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Raw Mango Launji કેરી ની લૌંજી ની રેસીપી

પત્ની માટે રોમાંટિક શાયરી

નકલ કરવામાં અક્કલની જરૂર પડે છે

Chutney Recipe - કોથમીર મરચા ની લીલી ચટણી

Leftover Rice Cutlet- વધેલા ભાતમાંથી બનાવેલ કટલેટ

વધુ જુઓ..

નવીનતમ

Hanuman chalisa - જો આ રીતે વાંચશો હનુમાન ચાલીસા તો નહી મળે લાભ

મૃત્યુ ભોજન કરવું યોગ્ય કે ખોટુ?

Hanuman Janmotsav: હનુમાન જન્મોત્સવ પર રાશિ મુજબ 108 વાર કરો આ મંત્રનો જાપ, મનોકામના થશે પૂરી

12 Name of hanuman: હનુમાનજીના આ 12 નામોનો જાપ કરવાથી મુશ્કેલીઓમાંથી મળશે મુક્તિ અને માનસિક શાંતિ

Hanuman Jayanti 2025 Wishes & Quotes - હનુમાન જયંતિની હાર્દિક શુભકામનાઓ

આગળનો લેખ
Show comments