Webdunia - Bharat's app for daily news and videos

Install App

Diwali History : કેમ ઉજવાય છે કાળી ચૌદસ, જાણો કાળી ચૌદસની પૌરાણિક કથા

History of Kali Chaudas celebration

Webdunia
સોમવાર, 28 ઑક્ટોબર 2024 (15:51 IST)
Kali Chaudas 2024 - દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે. નાની દિવાળી કે કાળી ચૌદશનો તહેવાર 31 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે માતા લક્ષ્મી, મહાબલી હનુમાન અને માતા કાલીની પૂજા મુખ્યત્વે કરવામાં આવે છે. પૂજા અને ધ્યાન માટેનો શુભ સમય 11:57 PM થી 12:47  છે. 

 
વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદશની રાત્રીએ ભૈરવ, રૂદ્ર, હનુમાનજી, મહાકાળી માતા જેવા ઉગ્ર ભગવાનની પૂજા-પ્રાર્થના કરવામાં આવે છે. આ રાત્રિને સિધ્યદાયની રાત્રિ પણ માનવામાં આવે છે તેથી જ આદિ અનાદિકાળથી કાળી ચૌદશની રાત્રે તંત્ર -મંત્ર-યંત્ર સિધ્ધી પ્રયોગો વિશેષ ફળદાયી હોવાથી તેનું મહત્વ છે. 
 
કાળી ચૌદસ તિથિ -   

કાળી ચૌદસ બુધવાર, 31 ઓક્ટોબર, 2024 ના રોજ 
કાળી ચૌદસ મુહૂર્ત - રાત્રે 11:57 PM થી 31 ઓક્ટોબર રાત્રે 12:47 AM, 
સમયગાળો - 00 કલાક 50 મિનિટ
બુધવાર, 31  ઓક્ટોબર, 2024 ના રોજ હનુમાન પૂજા
 
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ શરૂ - 30 ઓક્ટોબર, 2024 બપોરે 01:15  મિનિટથી શરૂ થશે  
કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી સમાપ્ત - 31 ઓક્ટોબર, 2024  બપોરે  રોજ બપોરે 03:52 PM
 
 કાળી ચૌદસ પર મા કાળીની રાત્રે જ પૂજા કરવાનુ વિધાન છે. તેથી દેવીની ઉપાસના 31 ઓક્ટોબર 2024 ના રોજ અડધી રાત્રે જ માન્ય છે.   બીજી બાજુ નરક ચતુર્દશી  ઉદયાતિથિ મુજબ 31ઓક્ટોબર 2024ના રોજ ઉજવાશે 
 
કાળી ચૌદસની પૂજાનુ મહત્વ   
કાળી ચૌદશ  એટલે ઘરમાંથી કંકાસ  કાઢવાનો દિવસ. કાળી ચૌદશની પૂજાથી ઘરમાં સુખ-શાંતિ આવે છે. આ દિવસે મહાકાળીની પૂજાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે. ઉપરાંત આ આ દિવસે આત્માઓને પણ ભોગ ધરાવવામાં આવે છે, જેથી તેઓ પણ ખુશ થાય છે. શનિ દોષને દૂર કરવા માટે આ દિવસને શનિ ચૌદસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસની પૂજાથી બધી જ ઈચ્છાઓ પૂર્ણ થાય છે. દુશ્મનોએ પરિવાર પર કોઇ કાળી વિદ્યા કરી હોય તો, તે પણ દૂર થાય છે.  
 
કાળી ચૌદસની પૌરાણિક કથા   
લોકવાયકા મુજબ, ભગવાન કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો, મા કાલિએ રાક્ષસોનો નાશ કર્યો હતો, અને અધર્મ પર ધર્મનો વિજય થયો હતો. બીજી એક કથા પ્રમાણે, રંતિ દેવ નામનો એક રાજા હતો, રાજા આદર્શ હતો પરંતુ અજાણતા રાજાએ કેટલાક પાપ કર્યા હતા જેના કારણે તેને શ્રાપ મળ્યો, અને તેની મૃત્યુનો સમય નજીક આવી ગયો. રાજાની પત્નીએ પોતાના પતિની રક્ષા માટે આખા મહેલમાં દીવા પ્રગટાવ્યા અને આભૂષણોને દરવાજા પાસે એક જગ્યાએ એકઠા કર્યા અને યમદૂત સાપના રૂપમાં મહેલમાં પ્રવેશ્યા, પરંતુ પ્રકાશની ચમકથી સાપની આંખો સમક્ષ અંધકાર છવાઈ ગયો હતો.  અને રાજાનો જીવ બચી ગયો હતો.ત ત્યારબાદ સાપે યમદૂતના રૂપમાં દર્શન આપ્યા ત્યારે રાજાએ તેના પાપ વિશે પૂછ્યું  હતું. ત્યારે યમદૂતે જવાબ આપ્યો કે એકવાર તમે તમારા દરવાજેથી એક બ્રાહ્મણને ભૂખ્યો જવા દીધો હતો. આ તમારા પાપોનું ફળ છે, રાજાએ યમરાજ પાસે પાપોમાંથી મુક્તિ મેળવવા માટે થોડો સમય માંગ્યો. યમદૂતે રાજાને એક વર્ષનો સમય આપ્યો. બીજા દિવસે રાજાએ ઋષિમુનિઓની પાસે જઈને પોતાની તકલીફો જણાવી અને પાપોમાંથી મુક્તિ મેળવવાનો ઉપાય પૂછ્યો. ઋષિએ કહ્યું કે તમે કારતક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશીનું વ્રત કરો અને બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી તેમની સામે થયેલા અપરાધોની માફી માગો. રાજાએ એવું જ કર્યું. આ રીતે રાજાને પાપોમાંથી મુક્તિ મળી અને વિષ્ણુલોકમાં સ્થાન મળ્યું. ત્યારથી કાળી ચૌદસનો તહેવાર ઉજવવામાં આવે છે. 
 
આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાથી સુરા શક્તિઓનો નાશ થાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે. આ કારણોસર, કાળી ચૌદસનો દિવસ અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે લોકો પોતાના ઘરોમાં દીવા પ્રગટાવે છે અને ઘરને રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠે છે.  
 
દિવાળીના એક દિવસ પહેલા આસો વદ ચૌદસના દિવસે કાળી ચૌદસની ઉજવણી કરવામાં આવે છે.

Edited by - Kalyani Deshmuhk 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

butter chicken - પ્રેશર કૂકરમાં બટર ચિકન બનાવવાની આ ટિપ્સ કદાચ તમે નહીં જાણતા હોવ

Dumas Tomato bhajiya- ડુમસના ફેમસ ભજીયા

Guru Ghasidas Jayanti 2024- આજે છે ગુરુ ઘાસીદાસ જયંતિ, જાણો સતનામી સમુદાયના પૂર્વજ વિશે

Gujarati Motivational Thoughts - ગુજરાતી સુવિચાર

Curd Face mask - ત્વચા ખરબચડી થઈ ગઈ છે તો આ ફેસ માસ્કથી ચહેરાની ચમક વધારો

વધુ જુઓ..

નવીનતમ

Who is Santa Claus: શુ તમે જાણો છો કોણ છે સાન્તાક્લોઝ અને શુ છે તેમની સ્ટોરી ?

Christmas decorations ideas ક્રિસમસ ટ્રીને આ 5 અનોખી રીતે સજાવો

Sankashti Chaturthi Upay: સુખ અને સૌભાગ્ય પ્રાપ્તિ માટે આજે સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, ભગવાન ગણેશ આપશે આશિર્વાદ

Christmas 2024: 25 ડિસેમ્બરે જ કેમ ઉજવવામાં આવે છે ક્રિસમસ ડે, આ છે જાણો તેના પાછળનો ઈતિહાસ

Ganesh Chaturthi Katha - ગણેશજીની પૌરાણિક કથાઓ

આગળનો લેખ
Show comments