Festival Posters

Diwali 2022 - દિવાળી પર ફક્ત 20 રૂપિયામાં કરો મા લક્ષ્મીને પ્રસન્ન

Webdunia
મંગળવાર, 18 ઑક્ટોબર 2022 (16:03 IST)
20 રૂપિયાના સહેલા ઉપાયોથી તમે માતા લક્ષ્મીને હંમેશા માટે તમારા ઘરે રોકી શકો છો 
 
મિત્રો આપ સૌને વેબદુનિયા તરફ દિવાળીની શુભકામનાઓ મિત્રો ધનતેરસ અને દિવાળીમાં આપણે લક્ષ્મીજીને આવકારવા અને તેમને પ્રસન્ન કરવા અનેક ઉપાયો કરીએ છીએ.  પણ શુ આપ જાણો છો કે માતા લક્ષ્મી એક ઉપાયથી ખૂબ સરળતાથી પ્રસન્ન થઈ શકે છે.  આ  માટે તમારે વધુ ધન ખર્ચ કરવાની જરૂર નથી.  ફક્ત 20 રૂપિયાના સરળ ઉપાયથી તમે માતા લક્ષ્મીને તમારા ઘરે કાયમ માટે રોકી શકો છો. 
 
- ધનતેરસ અને દિવાળીના દિવસે મીઠાનુ પેકેટ ખરીદીને ઘરે લાવો અને તેનો ઉપયોગ રસોઈ બનાવવામાં કરો. તેનાથી આખુ વર્ષ લક્ષ્મીની કૃપા બની રહે છે. દિવાળીના દિવસોમાં રોજ મીઠાના પાણીનુ પોતુ લગાવવાથી ગરીબી દૂર થાય છે.  આ ઉપરાંત ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં થોડુ મીઠુ વાડકી અથવા ડબ્બીમાં નાખીને પણ મુકી શકો છો. તેનાથી નકારાત્મકતા ખતમ થશે અને ધન આગમનના સાધન બનવા લાગશે. 
 
 - ધનતેરસના દિવસે આખા ધાણા ખરીદો. દિવાળીની રાત્રે લક્ષ્મીજીની સામે આખા ધાણા મુકી દો. બીજા દિવસે સવારે આખા ધાણાને કુંડામાં વાવી દો. 
 એવી માન્યતા છે કે જો આખા ધાણામાંથી તાજો લીલોછમ છોડ ઉગે તો આર્થિક સ્થિતિ સારી રહે છે. જોધણાનો છોડ પાતળો છે તો સામાન્ય આવક થાય છે. પીળો અને બીમાર છોડ નીકળે અથવા છોડ જ ન નીકળે આર્થિક રૂપે પરેશાન આવવાની શકયતા રહે છે.  
 
- ધનતેરસના દિવસે કોડી ખરીદીને ઘરે લાવો અને અતૂટ ધન પ્રાપ્તિ માટે દિવાળીની રાત્રે મહાલક્ષ્મીના ષડોષોપચાર પૂજન કરી કેસરથી રંગેલી કોડીઓ સમર્પિત કરી પીળા કપડામાં બાંધીને તિજોરીમાં મુકો. 
 
- ઘી માં કમળ કાકડી મિક્સ કરીને લક્ષ્મીજીનો યજ્ઞ કે હવન કરવાથી વ્યક્તિ રાજા જેવુ જીવન જીવે છે. આ ઉપરાંત 108 કમળકાકડીની માળા લક્ષ્મીજી પર ચઢાવવાથી વ્યક્તિને સ્થિર લક્ષ્મી પ્રાપ્ત થાય છે. ધન અને બરકત માટે કમળકાકડીની માળા ઘરમાં મુકો. 
 
- શુભ મુહુર્ત જોઈને બજારમાંથી ગાંઠવાળી પીળી હળદર અથવા કાળી હળદરને ઘરે લાવો. આ હળદરને કોરા કપડામાં બાંધીને સ્થાપિત કરો અને ષડોશપચારથી પૂજન કરો. 
 
લોક માન્યતા મુજબ ઘાણા, હળદર, કમડકાકડી, કોડી અને ક્રિસ્ટલ મીઠાને એક લાલ રંગના કપડામાં બાંધીને પોટલી બનાવી લો. લક્ષ્મી મંદિરમાં જઈને આ પોટલી દેવીને દેવી લક્ષ્મીના ચરણો પર સ્પર્થ કરાવીને તિજોરી અથવા ધન મુકવાના સ્થાન પર મુકો. ઘર અથવા વેપારમાં ક્યારેય પણ ધન સંબંધી પરેશાનીઓ નહી આવે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

યુવાનીમાં જ વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો સમજી લો દિલ ગઈ ગયું છે કમજોર, નહિ કરો કંટ્રોલ તો ગમે ત્યારે આવી શકે છે હાર્તેતેક

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Gree Chilly Pickle- તેલ વગર ઝડપથી બનાવો લીલા મરચાંના પાણીનું અથાણું, લોકો તેનો સ્વાદ માણશે, નોંધ લો રેસીપી

Smriti Mandhana Calls Off Wedding - લગ્નના મંડપ પર તૂટ્યા સ્મૃતિ મંઘાના-પલાશના લગ્ન, પાર્ટનરની એ ભૂલો જે યુવતીઓ ક્યારેય સહન નથી કરતી

સોમવારના સુવિચાર - Monday Quotes in Gujarati

વધુ જુઓ..

નવીનતમ

Mangalwar Na Upay: મંગળવારે કરો આ સહેલા ઉપાય, હનુમાનજીની કૃપાથી દૂર થશે દરેક પરેશાની

Mahabharat yudh- મહાભારત વિશે

Premanand Ji Maharaj - પ્રેમાનંદજી મહારાજે જણાવ્યું કે કયા વ્રતથી ભક્તોની મનોકામના થશે પૂર્ણ

Paush Month- પોષ મહિનાનું મહત્વ અને પૌરાણિક કથા

શ્રી સૂર્ય ચાલીસા / Shri Surya Chalisa

આગળનો લેખ
Show comments