Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી પહેલા ઘરમાંથી હટાવી લો આ 10 વસ્તુઓ, નહી તો લક્ષ્મી થશે નારાજ

Webdunia
ગુરુવાર, 21 ઑક્ટોબર 2021 (18:22 IST)
કારતક કૃષ્ણપક્ષની અમાસ તિથિના રોજ ઉજવાતી દિવાળીએ વિશેષ રૂપે લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. આ વર્ષે 4 નવેમ્બર ગુરૂવારે દિવાળીનો પાવન તહેવાર ઉજવાશે.  સુખ સમૃદ્ધિની કામના માટે દરેક વ્યક્તિ  દર વર્ષે પોતાના ઘરની સાફ સફાઈ જરૂર કરે છે. જેથી ધનની દેવી લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે અને તેમની આર્થિક પરેશાનીઓ દૂર કરે.  એવુ માનવામાં આવે છે કે મા લક્ષ્મીનો વાસ એ ઘરમાં નથી થતો જ્યા ગંદકી અને અશુભ વસ્તુઓ હોય છે. મા લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ પસંદ હોય છે.  જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના મુજબ દિવાળી પર ઘરમાં તૂટેલી ફુટેલી વસ્તુઓ ન હોવી જોઈએ.  આવો જાણીએ દિવાળીની સાફ સફાઈ કરતી વખતે આપને ક્યો સામાન સૌ પહેલા ઘરની બહાર કરવો જોઈએ. 
 
પહેલી  છે. તૂટેલા કાચની વસ્તુ -  ઘરમાં કોઈ પણ કાચ તૂટેલો કે તિરાડ પડેલો હોય તેને હટાવી દો તૂટેલો કાચ અશુભ હોય છે. તેના સ્થાન પર નવો કાચ લગાવો 
 
ખરાબ ઈલેક્ટ્રિક સામાન  - જો તમારા ઘરમાં કોઈ ઈલેક્ટ્રિક સામાન બગડી ગયો છે તો તેને બહાર કરો અથવા રિપેયર કરાવો. ખરાબ પડેલો ઈલેક્ટ્રિક સામાન તમારા આરોગ્ય અને સૌભાગ્યને બંને માટે અશુભ સાબિત થાય છે. 
 
ખંડિત મૂર્તિયો - ક્યારેય ભૂલથી પણ કોઈ દેવી દેવતાની ખંડિત મૂર્તિ કે તસ્વીરની પૂજા ન કરવી જોઈએ.  દુર્ભાગ્યને દૂર કરવા માટે દિવાળી પહેલા આવી ફોટો અને મૂર્તિયોને કોઈ પવિત્ર સ્થાનમાં લઈ જઈને જમીનમાં દબાવી દો. 
 
અગાશીને રાખો સ્વચ્છ - આ દિવાળી પહેલા ઘરની અગાશી સાફ કરો અને પહેલાથી પડેલો ભંગારનો સામાન કે ન વપરાતો સામાન ઘરની બહાર કરો અને દિવાળીના 5 દિવસ અહી દિવો જરૂર મુકો 
 
બંધ પડેલી ઘડિયાળ હટાવો - વાસ્તુ મુજબ ઘડિયાળ આપણી પ્રગતિનુ પ્રતિક છે તો બીજી બાજુ બંધ પડેલી ઘડિયાળ ઉન્નતિમાં અવરોધ છે. તેથી જો ઘરમાં ખરાબ ઘડિયાળ છે તો દિવાળી પહેલા જરૂર તેને ઘરમાંથી બહાર કરો. 
 
જૂના જૂતા ચપ્પલ - દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ કરતી વખતે જૂના જૂતા ચંપલ જેનો તમે વપરાશ ન કરતા હોય તેને ફેંકી દો. ફાટેલા જૂના ચપ્પલ ઘરમાં નકારાત્મકતા અને દુર્ભાગ્ય લાવે છે. 
 
તૂટેલા વાસણ - ક્યારેય તૂટેલા વાસણનો પ્રયોગ ન કરવો જોઈએ. આ દિવાળી પર તમે બધા વાસણ જેનો તમે લાંબા સમયથી ઉપયોગ નથી કરી રહ્યા કે પછી તે તૂટેલા છે  તો તેને ઘરમાંથી બહાર કરો. આવા વાસણ ઘરમાં લડાઈ ઝગડાનું કારણ બને છે. 
 
તૂટેલી તસ્વીર - જો ઘરમાં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરની બહાર કરો. વાસ્તુ મુજબ તૂટેલી તસ્વીરોથી ઘરનુ વાતાવરણ પ્રભાવિત થાય છે. 
 
ઘરનુ ફર્નીચર - વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તૂટેલુ ફર્નીચર રાખવુ અશુભ માનવામાં આવે છે. ઘરનુ ફર્નીચર એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ.  વાસ્તુ મુજબ ફર્નીચરમાં તૂટ ફુટ ખરાબ અસર નાખે છે. 
 
તૂટેલો અરીસો  - વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલો અરીસો મુકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તનાવનો સામનો કરવો પડે છે. 
 

સંબંધિત સમાચાર

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

Dipika Chikhlia Birthday: પહેલા ક્યારેય નહી જોયો હોય માતા સીતા નો આ અવતાર, આ રહી રામાયણ ફેમ દીપિકા ચિખલિયાની ફિલ્મોની લિસ્ટ

એક્ટર સોનુ સૂદનું વ્હોટ્સએપ એકાઉન્ટ રિએક્ટિવ થયું:61 કલાક સુધી સર્વિસ બંધ હતી

સુરતમાં રણબીરની એક ઝલક જોવા આવેલી ભીડ બેકાબૂ

મહાદેવ સટ્ટાબાજી એપ કેસમાં અભિનેતા સાહિલ ખાનની ધરપકડ, 15,000 કરોડની છેતરપિંડીનો આરોપ

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

જોકસ - મંદિરમાં પુજારી

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

ગુજરાતી જોક્સ - બેંકમાં

આગળનો લેખ
Show comments