rashifal-2026

મોરબીમાં ડૉક્ટરને ધમકી, 'મારા પિતાને રેમડેસિવિર આપો નહિતર મારી નાખીશ'

Webdunia
મંગળવાર, 13 એપ્રિલ 2021 (16:57 IST)
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર મોરબી સિવિલ હૉસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઑફિસરને એક અજાણી વ્યક્તિએ ફોન કરીને ધમકી આપી કે જો તેમના પિતાને રેમડેસિવિર ઇન્જેક્શન આપવામાં નહીં આવે તો તે ડૉક્ટરને મારી નાખશે.
 
મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ડૉ. કાંતિલાલ સરદાવાએ ફરિયાદ નોંધાવી હતી.
 
ડૉ. કાંતિલાલની ફરિયાદ પ્રમાણે રવિવારે રાત્રે નવ વાગ્યે ફોન કરી એક અજાણી વ્યક્તિએ રેમડેસિવિર ઇન્જેક્શનની માગણી કરી હતી.
 
ફોન પર રહેલી વ્યક્તિએ દાવો કર્યો હતો કે તેના પિતાજી હાલ જામનગરની હૉસ્પિટલમાં છે અને તેમને રેમડેસિવિર ઇન્જેક્શનની તાત્કાલિક જરૂર છે.
 
ત્યારબાદ વ્યક્તિએ ડૉક્ટરને ધમકી આપી કે જો તેમના પિતાને રેમડેસિવિર ઇન્જેક્શન ન મળ્યાં અને કાંઈ થયું તો તે ડૉક્ટરને મારી નાખશે.
 
પોલીસે હાલ આ કેસમાં તપાસ કરી રહી છે અને જે વ્યક્તિએ કોલ કર્યો હતો તેને ટ્રેસ કરી રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Easy Paneer Ghotala Recipe - પનીર ઘોટાલા બનાવવાની રેસીપી

ગંગુ અને તેનાલીરામની વાર્તા

શરીરમાં વધી ગયું છે બેડ કોલેસ્ટ્રોલ તો ડાયેટમાં સામેલ કરો આ 1 વસ્તુ, નસોમાં ચોંટેલો ફેટ ઓગળવા માંડશે

સિલિન્ડર કે પાઇપલાઇન કયું સસ્તું છે? PNG કનેક્શન કેવી રીતે મેળવવું તે જાણો.

શું રોજ સાંજે તમારા પગ પર પણ સોજો આવી જાય છે તો ધ્યાન આપો, તમને આ હેલ્થ પ્રોબ્લેમ્બ હોઈ શકે

વધુ જુઓ..

નવીનતમ

ભારતના આ મંદિરમાં ઢોસાને પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે; કારણ જાણીને તમને નવાઈ લાગશે

ગુજરાતી જોક્સ - જમાઈનું આટલું માન

Oscar 2026 માં ઈશા અંબાનીનુ ગ્રાંડ ડેબ્યૂ, વિંટેજ ગાઉનમાં જોવા મળી અદાઓ, મુકેશ અંબાનીની સ્ટાઈલ જોતુ રહી ગયુ હોલીવુડ

બંને સમુદાયોની નારાજગી વચ્ચે હાર્યો પ્રેમ: ગાયિકા કિંજલ રબારી આંતરજ્ઞાતિય લગ્ન તોડી ઘરે પરત ફરી.

ગુજરાતી જોક્સ - બતાતે હૈ

આગળનો લેખ
Show comments