Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટના કુવાડવાના ગામે ધોરણ 6ની વિદ્યાર્થિનીને રસ્તામાં આંતરી 2 શખસોએ અવાવરૂ સ્થળે લઇ જઇ અવારનવાર દુષ્કર્મ આચર્યું

Webdunia
સોમવાર, 25 એપ્રિલ 2022 (09:45 IST)
કુવાડવા તાબેના એક ગામમાં રહેતી 11 વર્ષની સગીરાને રસ્તામાં આંતરી બે શખ્સે અવાવરૂ સ્થળે લઇ જઇ સામુહિક દુષ્કર્મ આચર્યું હતું, દુષ્કર્મનો ભોગ બનનાર બાળકીએ તેની માતાને જાણ  કરતા માતાએ મારકૂટ કરી હતી, અંતે સામાજિક કાર્યકરે સમગ્ર મામલો પોલીસ સુધી પહોંચાડતા પોલીસે ગુનો નોંધી બાળકીને હોસ્પિટલમાં ખસેડી હતી.


પોલીસે બંને આરોપીને સકંજામાં લીધા હતા.કુવાડવા તાબેના ગામમાં રહેતી અને ધોરણ 6માં અભ્યાસ કરતી 11 વર્ષની બાળકી શનિવારે બપોરે શાળાએથી છૂટીને પોતાના ઘરે જતી હતી ત્યારે રસ્તામાં પીપળિયા ગામનો વિશાલ અને નાગલપરનો કિશન ત્યાં ધસી ગયા હતા અને બાળકીને મોઢે ડૂમો દઇ અવાવરૂ સ્થળે લઇ ગયા હતા, જ્યાં બંને નરાધમોએ બાળકી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હતું, અને બાળકીને ત્યાં જ છોડીને નાસી ગયા હતા. નરાધમોનો શિકાર બનેલી બાળકી પોતાના ઘરે ગઇ હતી અને તેની માતા પાસે આપવીતી વર્ણવી હતી, તો માતાએ પુત્રીને સાંત્વના આપવાને બદલે અલ્પેશ નામના શખ્સ સાથે મળી બાળકીને ઘરમાં દોરડાથી બાંધી પ્લાસ્ટિકના પાઇપથી ફટકારી હતી.બાળકી બે બહેન અને એક ભાઇમાં મોટી છે, તેના પિતા હયાત નથી, બાળકી અને તેનો પરિવાર ભાડાના મકાનમાં રહે છે, નરાધમોના કૃત્યથી ગભરાયેલી અને માતાના સિતમથી ત્રાસેલી બાળકી રાત્રે પોતાના ઘર બહાર રડતી હતી. ત્યારે તેના મકાનમાલિકની તેના પર નજર પડી હતી, અને રડવાનું પૂછતાં બાળકીએ સમગ્ર ઘટના વર્ણવતા મકાનમાલિક ચોંકી ઉઠ્યા હતા.

રવિવારે સવારે મકાનમાલિક રાજકોટમાં ગોંડલ રોડ પર આવેલી મુસ્તાકભાઇ બેલીમની ઓફિસે પહોંચ્યા હતા અને બાળકીને ન્યાય અપાવવા અપીલ કરી હતી. મુસ્તાકભાઇ બાળકીને લઇને કુવાડવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા, પીઆઇ જનકાંતે સમગ્ર કથની સાંભળી હતી, બાળકીને ઇજા થઇ હોવાથી તાકીદે ગુંદાવાડી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પીપળિયાનો વિશાલ અને નાગલપરનો કિશન અવાર નવાર તેને ઉઠાવી જતો હતો અને અગાઉ પણ અનેક વખત તેના પર દુષ્કર્મ આચર્યું હતું.સામાજિક આગેવાન મુસ્તાકભાઇ બેલીમે કહ્યું હતું કે, બાળકી પર પીપળિયાના વિશાલ અને નાગલપરના કિશને દુષ્કર્મ આચર્યું હતું, આ મામલે તપાસ કરતા નવો જ ફણગો ફૂટ્યો હતો, બાળકીના પિતાનું અવસાન થયું છે, તેની માતાને અલ્પેશ નામના શખ્સ સાથે પ્રેમસંબંધ છે, જે બંને શખ્સોએ બાળકી પર દુષ્કર્મ આચર્યું તે અલ્પેશના પરિચિત હોવાથી તે બંનેના નામ આવતા બાળકીને તેની માતા અને તેના પ્રેમી અલ્પેશે બાંધીને માર માર્યો હતો, અને મામલો પોલીસ સુધી પહોંચે નહીં તે માટેના પ્રયાસ પણ કર્યા હતા, પરંતુ મકાનમાલિકની જાગૃતતાથી જઘન્ય કૃત્ય પરથી પડદો ઊંચકાયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

ગુજરાતી જોક્સ - પતિ-પત્ની વચ્ચે ઝઘડો

ગુજરાતી જોક્સ - પત્ની સાથે લગ્ન

ગુજરાતી જોક્સ - હોરર ફિલ્મમાં,

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments